SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ. ૧૧૭ અપ્રમત્ત સંખ્યાત ગુણ હોય છે, કારણ કે તેઓ બે હજાર ક્રોડથી નવ હજાર ક્રોડ પામી શકાય છે. તેનાથી (જે) બીજા પ્રમત્ત ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણ હોય છે, કારણ કે ઘણું જીવો પ્રમાદી હોય છે અને પ્રમત્તપણું ઘણું કાળ સુધી રહે છે. તેનાથી ( ૪ સારા જિલ્લા ) દેશવિરત, સાસ્વાદન, મિશ્ર અને ( વિશે ) અવિરત (૨૩ ૩iણી ) એ ચારે અસંખ્યાતગુણ હોય છે, કારણ કે દેશવિરતિને ધારણ કરનાર તિય અસંખ્યાતા છે. સાસ્વાદનવાળા તો કેઈવાર ન પણ હોય અને હોય ત્યારે પણ જઘન્યથી એક બે હોય છે, તથા ઉત્કૃષ્ટથી દેશવિરતિ કરતાં અસંખ્યાતગુણ હોય છે. તેમનાથી મિશ્ર અસંખ્યાતગુણ હોય છે, કારણ કે સાસ્વાદનના છ આવલિકારૂપ ઉત્કૃષ્ટ કાળ કરતાં મિશ્રને અંતમુહૂર્ત સંબંધી કાળ ઘણો મોટો છે. તેનાથી અવિરતિ જીવો અસંખ્યાતગુણ હોય છે, કારણ કે તે ગુણસ્થાને ચારે ગતિના જીવ હોય છે. ત્યારપછી ( if મિચ્છા) અગી અને મિથ્યાદષ્ટિ (કુ જંતા) એ બે અનંતા હોય છે. અવિરતોથી ભવસ્થ (કેવળી) અને અભવસ્થ ( સિદ્ધ ) એ બે પ્રકારના અગી અનંતગુણ હોય છે, કારણ કે સિદ્ધો અનંત છે. તેનાથી મિથ્યાદષ્ટિએ અનંતગુણું છે, કારણ કે તેમાં અનંતા વનસ્પતિકાય છનો સમાવેશ થાય છે. તેઓ મિથ્યાષ્ટિ જ છે. આ પ્રમાણે ચોથું પ્રતિદ્વાર પૂર્ણ થયું અને તેથી કરીને ગુણ સ્થાન નામનું બારમું દ્વાર પણ પૂર્ણ થયું. ૮૦. હવે ગ્રંથને ઉપસંહાર ( સમાપ્તિ ) કરે છે – चउदसगुणसोवाणे, इअ दुहरोहे कमेण रुहिऊणं । नरसुरमहिंदवंछिय-सिवपासाए सया वसह ॥ ८१ ॥ અર્થ–( ક ) આ પ્રમાણે હે ભવ્ય જીવ ! ( ઘડવગુણોવાળે ) ચોદ ગુણસ્થાનરૂપ પગથિયાં કે જે ભારેકમી વડે ( દુહો ) દુઃખે આરેહણ કરાય તેવા છે, તેના પર (મે) અનુક્રમે ( i ) આરોહણ કરીને (નgÉવંછિય) મનુષ્ય, દેવ અને તેના ઈદ્રોએ પણ ઈચછેલા (રિવારમg) મોક્ષરૂપ પ્રાસાદને વિષે જઈને (નવા વરદ ) નિરંતર નિવાસ કરે. અથવા મનુષ્ય અને દેવોએ તથા મહેન્દ્રસિંહ નામના સૂરિએ વાંછિત એવા મોક્ષપ્રાસાદને વિષે શાશ્વત નિવાસ કરે. આ અર્થથી ગ્રંથકારે પિતાનું નામ સૂચવ્યું છે. ૮૧. શ્રી તપગચ્છરૂપી આકાશના આંગણામાં (મધ્યમાં) સૂર્ય સમાન શ્રી વિજયદેવ નામના સૂરિની આજ્ઞાથી વિનયકુશળ નામના મુનિએ આ વૃત્તિની ચ્ચના કરી છે. 3 શ્રીવિચારસમતિકા પ્રકરણ વૃત્તિસહિતનો ગુજરાતી અનુવાદ સંપૂર્ણ.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy