SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ન ધર્મપરામા नियतोत्सूत्रभाषिणः, तस्मात् अनियतोत्सूत्रं = अनियतानि उत्सूत्राणि यस्मिंस्तद्, एतादृशं यथाछन्दत्वं एषु दिगम्बरादिषु । तद् तस्मात् अवस्थितकोत्सूत्रं अवस्थितमेव अवस्थितकं, एतादृशं उत्सूत्रं यस्मिन् तत् तादृशं निह्नवत्वं उपस्थितम् । = = ચન્દ્ર : પૂર્વપક્ષઃ ઉત્સૂત્રો બે પ્રકારના હોય છે. નિયત અને અનિયત. = એમાં જે ઉત્સૂત્રોને વક્તા કદાગ્રહ પૂર્વક બોલે તે નિયત ઉત્સૂત્ર કહેવાય. જ્યારે ઉત્સૂત્રોને વક્તા કદાગ્રહથી નહિ, પરંતુ પોતાની મતિમાં જેમ સૂઝે તેમ વગર વિચાર્યે બોલ્યે રાખે તે બદલાતા રહેતા ઉસૂત્રો અનિયત ઉત્સૂત્ર કહેવાય. (અહીં એ ખ્યાલ રાખવો કે નિયતઉત્સૂત્ર એટલે “અમુક ચોક્કસ સંખ્યાના ઉત્સૂત્રો જ બોલવા” એમ નહિ. પરંતુ “કદાગ્રહપૂર્વક ઉત્સૂત્ર બોલવા.” એમ અર્થ છે. દિગંબરો સ્રીમુક્તિ, કેવલિભુક્તિ, સિદ્ધોમાં ચારિત્ર વિગેરે ઘણી બાબતોમાં ઉત્સૂત્ર બોલે છે. પણ એ બધા ઉત્સૂત્રો તે કદાગ્રહ પૂર્વક બોલે છે, માટે તે નિયત ઉત્સૂત્ર કહેવાય છે. જ્યારે કેટલાકોનો સ્વભાવ એવો હોય છે કે શાસ્ત્રોનું સમ્યક્ જ્ઞાન નથી હોતું એટલે તે તે પદાર્થોમાં પોતાની બુદ્ધિ પ્રમાણે ચિંતન કરે. એ એમને પોતાને સારું–સાચું લાગે એટલે પછી શાસ્રની અપેક્ષા રાખ્યા વિના એ ઉત્સૂત્ર બોલી નાંખે. એમાં જો કોઈ વાંધા-વચકા બતાવે તો એ વાત છોડી પણ દે. વળી પાછો કોઈક પદાર્થમા કોઈ નવો વિચાર ઉપસી આવે તો એની પ્રરૂપણા કરી દે... આ બધા ઉત્સૂત્રો અનિયત ઉત્સૂત્ર કહેવાય.) બલભદ્રનું આ તમે બતાવેલું ઉત્સૂત્રવચન સ્વારસિક = પોતાના કદાગ્રહથી થયેલું ન હતું. માટે તે ઉત્સૂત્ર નિયત ન કહેવાય. જ્યારે હકીકત એ છે કે નિયતોસૂત્ર નિહ્વવત્વનું કારણ છે. આવું છે માટે જ તો નવા નવા ઉત્સૂત્ર બોલનારાઓનું નિદ્ભવત્વ જ હોય છે. યથાછંદત્વ નહિ. આ વાત ‘ઉત્સૂત્રકંદકુદ્દાલ’ નામના ગ્રન્થના કર્તા ધર્મસાગરજીએ કરેલી છે. તે આ પ્રમાણે – તે કારણથી અનિયત ઉત્સૂત્ર જેમાં હોય એવું યથાછંદત્વ દિગંબરાદિમાં નથી. અને માટે અવસ્થિત (= અવસ્થિતક, ‘ક' સ્વાર્થમાં છે.) ઉત્સૂત્ર જેમાં હોય એવું નિદ્વવત્વ તેઓને ઉપસ્થિત થાય છે. મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત હ કર Ess
SR No.022210
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages154
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy