SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્ર વ્યસનમાં સપડાય એમ હોય તે તેને ધુતાદિ વ્યસનથી થત ધનનો નાશ, લેકમાં અપમાન, તર્જના, તાડના આદી દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતા અટકે છે. તથા લાભ ખરચ અને સિલક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે. તેથી તે સ્વછંદી થતું નથી, તથા પિતાની મોટાઈ રહે છે. “પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે” એમ કહેવાનું કારણ એ છે કે, પહેલાં તે પુત્રની પ્રશંસાજ ન કરવી. કહ્યું છે કે-ગુરૂની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધાની તેમની પછવાડે, દાસની તથા ચાકરની તેમનું કામ સારું નીવડે ત્યારે, તથા સ્ત્રીઓની તેઓ મરી ગયા પછી સ્તુતિ કરવી. પણ પુત્રની તો બિલકુલ સ્તુતિ કરવી જ નહીં. એમ છતાં તે વગર ન ચાલે તો સ્તુતિ કરવી; પણ પ્રત્યક્ષ ન કરવી. કારણ કે, તેથી તેના ગુણ આગળ વધતા અટકે છે, અને વૃથા અહંકાર વગેરે આવે છે. (૨૨) दंसेइ नरिंदसमं, देसंतरभावपयडणं कुणइ ॥ इञ्चाइ अवञ्चगयं, उचिअं पिउणो मुणेअव्वं ॥ २३ ॥ અર્થ-પિતાએ પુત્રને રાજસભા દેખાડવી, તથા પરદેશના આચાર અને વ્યવહાર પણ પ્રકટપણે દેખાડવા. પિતાનું પુત્રના સંબંધમાં વગેરે ઉચિત આચરણ જાણવું. રાજસભા દેખાડવાનું કારણ એ છે કે, રાજસભાનો પરિચય ન હોય તે કોઈ વખતે દુદૈવથી ઓચિંતું કાંઈ દુઃખ આવી પડે ત્યારે તે કાયર થાય, તથા પારકી લક્ષ્મી જે અદેખાઈ કરનારા શત્રુએ તેને નુકશાનમાં નાખે. કેમ કે-રાજદરબારે જવું, રાજાના માનીતા કે જેવા, તેથી કાંઈ અર્થલાભ ન થાય તે પણ અનર્થને નાશ તે થાય જ. માટે રાજસભાને અવશ્ય પરિચય કરાવે. પરદેશના આચાર તથા વ્યવહાર દેખાડવાનું કારણ એ છે કે, પરદેશના આચાર વ્યવહારનું જ્ઞાન ન હેય, અને કારણ પડેથી ત્યાં જવું પડે તે ત્યાંના લેક એને પરદેશી જાણીને સહજ વારમાં બેસનના ખાડામાં નાંખી દે. માટે પરદેશના આ ચાર વ્યવહાર દેખાડવા. પિતાની પેઠે માતાએ પણ પુત્રના સંબંધમાં તથા પુત્રની વહુના સંબંધમાં સંભવ માફક ઉચિત આચરણ સાચવવું. માતાએ ઓરમાઈ પુત્રના સંબંધમાં વિશેષ ઉચિત આચરણ સાચવવું, કા ૩૦૬
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy