SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક. [ સાતમુંજ્ઞાનને પાંચ વિભાગોમાં સંગ્રહ કરે છે. તે પાંચ વિભાગ–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન. મનયુકત ઇન્દ્રિય અને પદાર્થના સંબન્ધથી અથવા કેવળ મનદ્વારા ઉત્પન્ન થતું જે જ્ઞાન તે મતિજ્ઞાન છે. ચક્ષુદ્વારા જે રૂપનું દર્શન થવું, જિદ્વારા જે રસગ્રહણ થવું, નાસિકાઠારા જે ગધગ્રહણ થવું, ત્વચા દ્વારા જે સ્પર્શ ન થવું, શ્રોત્રદ્વારા જે શબ્દશ્રવણ થવું અને મનદ્વારા જે આલોચન થવું, તે બધું મતિજ્ઞાન છે. મતિજ્ઞાનના ચાર ભેદ પાડયા છેઅવગ્રહ, ઈહા, અવાય અને ધારણ. અર્થનું જે સામાન્ય ગ્રહણ તે અવગ્રહ, ત્યારપછી વસ્તુને જે પરામર્શ તે ઈહા, વસ્તુનું અવધારણું તે અવાય અને અવધારણની અવિસ્મૃતિ-વાસના-સ્મરણરૂપા જે અવસ્થા તે ધારણા છે. છએ ઈન્દ્રિયોથી (ચક્ષુ આદિ પાંચ અને મનથી ) ઉત્પન્ન થતા મતિજ્ઞાનમાં આ ચાર ભેદ પ્રાપ્ત થાય છે. આ ઉપરથી ઈન્દ્રિય• અર્થના સંબધથી ઉપજતું જ્ઞાન એજ મતિજ્ઞાનનું લક્ષણ છે. શાબંધ અર્થાત શબ્દશ્રવણથી ઉપજતે જે બેધ તે શ્રુતજ્ઞાન છે. અહીં તર્ક દષ્ટિએ એમ કહી શકાય કે મતિજ્ઞાનનું લક્ષણ ધ્રુતજ્ઞાનમાં પ્રાપ્ત થાય છે; કેમકે મતિજ્ઞાનનું-ઈન્દ્રિયાર્થ સંબધથી ઉત્પન્ન થવારૂપ લક્ષણ શ્રુતજ્ઞાનમાં આવી જાય છે. તે આ “અતિવ્યાપ્તિ' દોષને નિરાસ કરવા માટે મતિજ્ઞાનના લક્ષણમાં શબ્દબોધભિન્નત્વ એટલું ઉમેરી દેવું. શબ્દજનિત અર્થબોધથી અતિરિક્ત એવો જે દન્દ્રિયાર્થ સંબન્ધજન્ય બેધ તે મતિજ્ઞાન છે. આવી રીતે લક્ષણને પરિષ્કાર કરવાથી દેશને અવકાશ રહેશે નહિ. શ્રુતજ્ઞાનનું લક્ષણ શાબ્દબોધ અર્થત શબ્દજનિત અર્થબોધ છે, એ કહેવાઈ ગયું છે. આ લક્ષણ નિર્દોષ છે, કેમકે તે સર્વ શ્રુતજ્ઞાનમાં રહી કરીને અન્યત્ર જતું નથી. શ્રેન્દ્રિયને લગતા શબ્દના અવગ્રહ, ઈહા વગેરે શબ્દવિષયક છે, પણ તે શબ્દજનિત-અર્થબોધરૂપ નથી, માટે એમાં શ્રુતજ્ઞાનની અતિવ્યાપ્તિને પ્રસંગ આવતું નથી; તેમજ વિચારણાસ્વરૂપ અહમાં આન્તરિક શબ્દલ્લેખ હોવા છતાં પણ તે શબ્દજનિત-અર્થબોધરૂપ નહિ હોવાથી તેમાં પણ પ્રસ્તુત લક્ષણ ચાલ્યું જતું નથી. અહીં એક પ્રશ્ન ઉભો થઈ શકે છે કે–પુસ્તક વાંચનથી થતું જે જ્ઞાન, હાથની ચેષ્ટા, ઉધરસ-છીંક વગેરેથી થતું જે જ્ઞાન, તારના કટકટ શબ્દોથી થતું જે જ્ઞાન એ બધાં જ્ઞાને શબ્દજનિત 75
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy