SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વાલક જેણે ઉપશમશ્રેણી પ્રારંભ કરી છે, તે મેહના પ્રકારને ઉપલમાવતે અગ્યારમા ગુણસ્થાન લગી પહોંચે છે. ત્યાં સુધી જ તેની પ્રગતિ છે. પછી ત્યાંથી પાછું ફરવાનું જ બને છે, અને તે શ્રેણું ઉપર જેમ ચઢયો હતે તેમ પડે છે. કોઇનું ઉપશમ-શ્રેણી વચ્ચે અથવા અમામા ગુણસ્થાને મરણ પણ થાય છે. ઉપશમશ્રેણીથી પડેલે પ્રાણી સાતમા ગુણસ્થાનકે આવે છે. કેઈ તે દ્વિતીય ગુણસ્થાનક ઉપર આવી સમ્યકત્વ વમી મિથ્યાદષ્ટિની સ્થિતિ સુધી પહોંચી જાય છે. ઉપશમશ્રેણીથી પડેલ કઈ મહાભાગ ચોથા, પાંચમા, છઠ્ઠા યા સાતમા ગુણસ્થાનથી ક્ષકશ્રેણીને પણ પ્રારંભ કરી શકે છે. ઉપશમશ્રેણીમાં ચઢતે યા પડતે મરણ પામે તે દેવગતિ સિવાય બીજી ગતિ પામેજ નહિ; કારણ કે જે અબદ્ધાયુ હય, અથવા જેણે દેવગતિનું આયુષ્ય બાંધ્યું હોય, એવો જ મનુષ્ય ઉપશમણી પર ચઢી શકે છે, પરંતુ મનુષ્ય, તિર્યંચ અને નારક એમાંનું કોઈ આયુષ્ય જેણે બાંધ્યું હોય, તે ઉપશમણું પર ચઢી શકતું નથી. ઉપશમણીથી - ૧ ઉપશમણીથી પતિત થયેલ તે ભવમાં ક્ષપકશ્રેણને પ્રારંભ કરે કે નહિ ?, એ પ્રશ્નના ઉત્તરમાં બે મતભેદ છે. કાર્બન્ધિક મહર્ષિઓના અભિપ્રાયે એક ભવમાં બંને (ઉપશમણી અને ક્ષપકશ્રેણી) શ્રેણીઓ થઈ શકે છે, પરંતુ એક ભવમાં બે વાર ઉપશમશ્રેણી ક્યાં પછી ક્ષપકશ્રેણી પ્રાપ્ત થતી નથી. સૈદ્ધાતિકના અભિપ્રાયે ઉપશમશ્રેણી વાળે તે ભવમાં ક્ષપકશ્રેણ પર ચઢેજ નહિ. * " उवसमसम्मत्तद्धा अंतो आयुक्खया धुर्व देवो । तिसु आयुगेसु बढेसु जेण सेढिं ण आरुइह "॥ ( કમ્મપયડી, ૩૭૫ મી ગાથા). * એક ભવમાં વધુમાં વધુ એ જ વાર ઉપશમણી થાય છે. ___ + " जो दुवारे उवसमसेढिं पडिवजइ, तस्स नियमा संमि भवे खवगसेढी नस्थि । जो इक्कसिं उवसमसेदि पतिवज्जइ, तस्स खवगसेढ़ी हुज्जा. "। - સપ્તતિકાચૂર્ણિ. $ “p4 અવવિશિષ્ટ મરે તેમgવાએg ! अन्नयरसेढिवजं एगभवणं च सव्वाई" ॥ । (વિશેષાવશ્યક, ૧૨૨૩ મી ગાથા) 784
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy