SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલાક. સમતા અને ધ્યાનની પરસ્પર અનુગ્રાહકતા વસ્તુસ્થિતિ એમ છે કે–જેમ સમતા વિના ધ્યાન થઈ શકતુ નથી, તેમ ધ્યાન વિના સમતા પણ પરાકાષ્ઠા ઉપર પહેાંચી શકતી નથી. આથી એ અંતે ( સમતા અને ધ્યાન ) એક ખીજાની સહાયતાથી સુદૃઢ બને છે. ''. -૩૮ શું પાંચમું tr ભાવાર્થ. જો કે ધ્યાન પણ સમતારૂપજ છે, પરંતુ વિશિષ્ટતર સમતાને ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાનરૂપતાને યાગ્ય અભ્યસ્યમાન સમતા, સમતા છે, અને તે, વિશિષ્ટતર અવસ્થા ઉપર પ્રાપ્ત થતાં ધ્યાન કહેવાય છે. અહીં શંકા થઇ શકે છે કે-સામ્ય વિના ધ્યાન ન થાય અને ધ્યાન વિના સામ્ય ન થાય, એમ કહેવામાં અપેાન્યાશ્રય' દોષ શું નથી પ્રાપ્ત થતા ?, પરન્તુ હકીકત એમ છે કે- સામ્ય વગર ધ્યાન ન થાય એ નક્કી વાત છે; ધ્યાન વગર સમતા તે। હાઇ શકે છે, કિન્તુ સમતાની પરાકાષ્ટા ધ્યાન વગર્ પ્રાપ્ત થઇ શકે નહિ. સામ્યથી ધ્યાનને આર્ભ થાય છે અને ધ્યાનથી સમતાની પરિવૃદ્ધિ થાય છે. અમુક હદ સુધીની સમતા ધ્યાનની પૂર્વે હેાવીજ જોઇએ. એ સમતાને ધ્યાનમાં વ્યાપારિત ન કરવાથી તે કટાઇ જાય છે અને ધ્યાનમાં વ્યાપારિત કરવાથી તેને પ્રક થાય છે. આમ પ્રકને પામેલી સમતાને પુનઃ ધ્યાનમાં વ્યાપારિત કર વાથી ધ્યાનના પ્રક મેળવાય છે. આવી રીતે એ તેનેા ( સમતા અને ધ્યાનના ) પ્રકર્ષ એક ખીજાને અવલ ંબિત છે. જેમ વિજ્ઞાનબુદ્ધિને પ્રયાગક્રિયામાં જોડવાથી તે વિજ્ઞાન વધારે ખીલે છે, અને એથી વળી પ્રયાગક્રિયામાં વધારે કુશળતા મેળવાય છે; તેમ પ્રકૃતમાં સમજી લેવુ એજ માટે યાવિજચેાપાધ્યાય ૧૮ મી દ્વાત્રિંશિકાના ૨૩મા શ્લોકની વૃત્તિમાં લખે છે કે— नचैवमन्योन्याश्रयः, अप्रकृष्टयोस्तयोर्मिंथ उत्कृष्टयोर्हेतुत्वात् । सामान्यतस्तु क्षयोपशमभेदस्यैव हेतुत्वात् " ! અર્થાત્ અપ્રકૃષ્ટ એવા તે બંને ( સમતા અને ધ્યાન ) પરસ્પર એક બીજાને ઉત્કૃષ્ટ ખનાવવાનાં સાધન છે. સામાન્ય રીતે એ અનૈના હેતુ ક્ષયેાપશવિશેષજ છે. તાત્પર્ય એ છે કે- કાઇ એ ચીજો પોતાની 688
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy