SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વાક [ પાંચમુંગાચાર્યો વૈરાગ્યના બે ભેદ પાડે છે અપર વૈરાગ્ય અને પરવૈરાગ્ય. અપર વૈરાગ્યના ચાર પ્રકારો પાડવામાં આવ્યા છે–તમાન સંજ્ઞા, વ્યતિરેકસંજ્ઞા, એકેન્દ્રિયસંજ્ઞા અને વશીકારતા. રાગાદિ દેને પકાવવા માટે ભવપ્રપંચનું ગુણ જોવા તરફ જે પ્રયત્ન, તે “યતમાન સંજ્ઞા” વૈરાગ્ય છે. પિતાના રાગદ્વેષાદિ દેશે ક્યાં સુધી પાકી ગયા છે, એ વિષેનું પૃથક્કરણ કરવું એ “વ્યતિરેક સંજ્ઞા” વૈરાગ્ય છે. કેવલ મનની અંદર તૃષ્ણાનું એવું અવસ્થાન હોય, કે જેથી ઈન્દ્ર ક્ષભિત ન થાય, આવી જે માનસિક ઉત્સુક સ્થિતિ એને “એકેન્દ્રિયસંજ્ઞા ” વૈરાગ્ય કહે છે. વિષયતૃષ્ણારહિત જ્ઞાનપ્રસાદરૂપ ચિત્તવૃત્તિ એ વશીકારસંડા” વૈરાગ્ય છે. . આ અપરવૈરાગ્ય પ્રાપ્ત થયા પછી પરવૈરાગ્ય મેળવાય છે. વિષયવૈતૃશ્ય એ અપર વૈરાગ્ય છે, જ્યારે ગુણવેતૃષ્ણ એ પરવૈરાગ્ય છે. ગુણ એટલે ધ્યાન-સમાધિદ્વારા પ્રકટ થયેલી લધ્યાદિ શક્તિઓ ઉપર વિસ્તૃષ્ણ થવું, એ પરવૈરાગ્ય છે. - વૈરાગ્ય તરફ વિચારદષ્ટિ મૂકતાં તેના ત્રણ ભેદ પણ જોઈ શકાય છે-દુઃખગર્ભિત વૈરાગ્ય, મેહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન વૈરાગ્ય. અન્નપાન તથા કાંચન-કામિની વગેરે સ્વાભીષ્ટ વિષયે નહિ પ્રાપ્ત થતાં સંસાર ઉપર જે ઉગ આવે છે, તે દુ:ખગર્ભ વૈરાગ્ય છે. આવા વૈરાગથી જેઓ દીક્ષા લે છે, તેઓ ઈષ્ટ વિષયોની પ્રાપ્તિ થતાં ચારિત્રધર્મથી પતિત થઈ જાય છે. સંસારને ભેગે નહિ મળવાના કારણ માત્રથી જેઓને સંસાર તરફ અકળામણ આવી છે, તેઓ દીક્ષા લીધા પછી પણ ભેગેનેજ શિધતા ફરે છે, અને ભેગો મળતાં પિતાના સંયમ ઉપર છુરી ફેરવે છે. પ્રસ્તુત વૈરાગ્યથી સાધુ થનારાઓ શાન્તિમય સિદ્ધાન્ત-સ્વાધ્યાય તરફ ઉદ્યમ નહિ કરતાં વિદ્યકતિષના પ્રયોગો તરફ અધિક લક્ષ્ય રાખે છે; અને એ વિદ્યાઓને પૈગલિક આનન્દનું સાધન બનાવી તેમાં મસ્ત રહે છે. આવા સાધુઓ (!) ગૃહ થી પણ નીચા છે. “ ઘરમાં જેટલા પૂરા ખાવા મળતા નથી, જ્યારે દીક્ષિત અવસ્થામાં માલમિષ્ટાન મળે છે, માટે દીક્ષા લેવી સારી છે.” આ પરિણામ દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ છે. આ વૈરાગ્ય સાથે આત્મયને સંબધ નથી. - . . . . . . કુશાસ્ત્રના અભ્યાસથી સંસારની નિર્ગુણતાને અનુભવ થતાં જે 684
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy