SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ Ky.] SPIRITUAL LIGHT. પતંજલિ મહારાજ “ ફેશવન્યાયત્તસ્ય ધારળા ’-એ સૂત્રથી ધાર્શુાની સમજુતિ આપતાં કહે છે કે-ધ્યેયદેશ ઉપર ચિત્તનું સ્થાપન કરવું • તે ધારણા છે. અર્થાત્ જે દેશમાં ધ્યેયનું ચિન્તન કરવાનું છે, તે ધ્યાનના આધારભૂત દેશમાં ચિત્તને જોડી દેવું, એનું નામ ધારણા છે. ધારા કે, તમે કાઇ પ્રભુની મૂર્ત્તિ તમારી હામે રાખીને ચિત્ત તથા ઇન્દ્રિયેાને વિષયા ઉપરથી ખેંચી લઇ શાન્તવૃત્તિમાં સ્થિર થઇ બેઠા છે, અને એ વખતે તમારી સર્વ ઈન્દ્રિયે! તમારા શાન્ત ચિત્તને અનુસરતી હાવાથી ચિત્તને જ્યાં લગાડેા, ત્યાં તે સ્થિર થાય, એવી સ્થિતિ ઉપર તમે આવ્યા છે. હવે આવા સમયે તે મૂર્ત્તિની સમ્મુખ જોઇ તે મૂર્ત્તિ જેટલા દેશમાં ( લાંખી, પહેાળી, ઉંચી ) દેખાય છે, તેટલાજ દેશમાં ચિત્તને ખાંધી દેવુ–તદાકાર કરી દેવું, એનું નામ ધારણા છે. જ્યારે એ મૂર્તિના આકાર છેડી તમારૂ મન અત્યંત ચપળ થઇ જ્યાં—જે વિષય ઉપર જઇ ખેસે, ત્યારે ત્યાંથી ચિત્તને ખેંચી પુનઃ તે મૂર્તિ ઉપર જોડી દેવું. આમ અભ્યાસ કરવાથી ચિત્તની ચંચળતા ટળી જાય છે. જાય કે આલંબનભૂત દેશ ઉપર ચિત્ત જ્યારે એવી રીતે સ્થપાઇ તમારૂ અન્તઃકરણ વચ્ચે અન્ય વિષયેા ઉપર લગારે જવું ન જાય, એજ આલખનભૂત દેશ તમારા ચિત્તના વિષય રહે, ત્યારેજ તે ધારણા સિદ્ધ થઇ સમજવી; અને પેાતાને ધ્યાન-સમાધિના અધિકારી માનવે. આવી ધારણા ધ્યાનનું સાક્ષાત્ અને મુખ્ય અંગ છે. ધ્યાનને આધારભૂત દેશ, કે જેમાં ચિત્તને સ્થાપન કરવાનું છે, તે એ વિભાગામાં વ્હેચાય છે—બાહ્ય અને આભ્યન્તર. ખાદ્યના વળી એ ભેદો પડે છે–આધિભાતિક અને આધિદૈવિક, દીપ, વૃક્ષ, પર્વતનું શિખર, પ્રભુભૂતિ વગેરેના આધિભાતિકમાં સમાવેશ થાય છે. ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરેને આધિદૈવિકમાં અન્તર્ભાવ થાય છે. ભ્રક્રુતિ, હૃદયકમળ, કંઠસ્થાન, નાસિકાનેા અગ્રભાગ, તાલુસ્થાન, નેત્ર વગેરે શરીરના વિભાગ આધ્યાત્મિક અથવા આભ્યન્તર દેશ કહેવાય છે. ધારાના અભ્યાસીએ પ્રથમતઃ બાહ્ય-ભાતિક પદાર્થોમાં ચિત્તવૃત્તિ સ્થાપવાના પ્રયત્ન કરવા. આણવિદ્યા શિખનાર જેમ પ્રથમ સ્થૂલ પદાર્થોને વિધવાના પ્રયત્ન કરે છે, તેમ યાગના ઉમેદવારે શરૂઆતમાં બહારના સ્થૂલ 519
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy