SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ જીર્યાત્મવાદ દુ:ખેાનું કારણ શરીર છે, એ વાત ઉધાડી છે. માથું દુખવું, આંખ આવવી, દાંતામાં પીડા થવી, ગળામાં દુખાવા ઉપજવા, છાતીમાં દર્દ થવું, પેટમાં સ્થૂળ આવવું, ખદ, ભગંદર, પ્રમેહ થવા, દમ ચઢવા અને એ ઉપરાંત ક્ષયરાગ, તાવ, કાલેરા, મરકી, તેમાનિયા ઇન્ફ્લુએન્જા વગેરે રામાનાં અપાર દુ:ખાક્ત શરીર ઉપર આધાર રાખે છે. શરીર ગમે તેવું સુન્દર અને મજબૂત હોય, પણ તે રાગાનું ઘર છે, એમાં શક નથી. વજ્ર જેવા મજબૂત શરીરવાળા, કે જેઓની હાક મેધની પ્રતિધ્વનિની જેમ ગાજતી હતી, તેવા પણ વ્યાધિઓથી બચવા પામ્યા ન્હાતા. તેઓનાં પહાડ જેવાં શરીર પણ રોગના હુમલાઓથી છિન્નભિન્ન થઇ જતાં હતાં. ગર્ભાવસ્થા, જન્મ, જરા અને મરણ એ ધાર ઉપદ્રવા શરીરને અંગે રહેલા છે. શાસ્ત્રકારા ગર્ભાવસ્થામાં જે દુઃખ હાવાનું બતાવે છે, તે દુ:ખ, શરીરની તમામ રામરાજી ઉપર ગરમ ગરમ તપાવેલી સાય ભાંકી દેવાથી થતા દુઃખથી પણ ક્યાંઇ અધિક છે. અને એથી પણ કાંઇ અધિક દુ:ખ, જન્મ સમયે હાવાનુ ખતાવ્યું છે. જન્મના દુઃખથી મરણુ અવસ્થાનું દુ:ખ અનન્ત ગણું છે. જ્યારે આમ હકીકત છે, તો પછી કાણુ સહૃદય, સંસારને દુઃખપૂર્ણ ન માની શકે ? કાણુ ડાહ્યા મનુષ્ય સ ંસારને સુખપૂર્ણ સમજી શકે ?. આજ હેતુથી પ્રાચીન મહર્ષિએ સંસારને અસાર કહેતા આવ્યા છે. પરન્તુ સંસારને અસાર સમજીને સુઢ મુંઢ એસી રહેવાનું નથી. સંસારને અસાર સમજનારાઓએ પાતાના જીવનને સુસ્તી અને પ્રમાદમાં ફેંકવાનુ નથી. યાદ રાખવું જોઇએ કે—સંસારમાં આનન્દ માનનારાઓને જેટલા પુરૂષાર્થ ફારવવાના છે, તેથી ક્યાંઈ અધિક પુરૂષા, સંસારને અસાર સમજનારાઓએ ફારવવાના છે. હૃદયબલની ખીલવણી અને શારીરિકીય સ્ફુરણમાં સંસારને અસાર સમજનારાએ જેટલા આગળ વધે છે, તેટલા આગળ વધવાને, સંસારને સારપૂર્ણ સમજનારા અશક્ત છે. આવું કંઇ કારણુ ?, હા, એજ કે સંસારનાં વિષયસુખા તરફ તૃષ્ણારહિત થયેલાઓને કાઇ પ્રકારના અંગત તુચ્છ સ્વાર્થ રહેતા નહિ હાવાથી વિશ્વની સેવા કરવામાં જેટલા આત્મભાગ તે આપી શકે છે, તેટલા આત્મભાગ સંસારમાં રમનારાઓ આપી શકે નહિ, જેમને પાતાના શરીની 19
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy