SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલાક કરવાની જરૂર છે. એ અખ્તરને ધારણ કરવાથી કામનાં ગમે તેટલાં પ્રચંડ ખાણા પણ આધાત કરી શકતાં નથી, જે મનુષ્યના મનેામ દિરમાં વૈરાગ્યરસને પ્રવાહ વહ્યા કરતા હાય, જેના હૃદયપ્રદેશમાં ઉંચી ઉંચી ભાવનાઓને વજ્રલેપની જેમ લેપ લાગેલે હાય, જેણે પોતાની ઈન્દ્રિયા ઉપર સમ્પૂર્ણ સત્તા મેળવેલી હોય, જેના અન્ત:કરણની વૃત્તિએ મેરુપર્વતની જેમ નિષ્પ્રકપ અનેલી હાય, જેને આત્મા, મહાસાગરની જેમ પૂર્ણ ગંભીરતા ઉપર પહોંચ્યા હાય, જેની દૃષ્ટિ આત્મસ્વરૂપના લક્ષ્ય ઉપર સ્થિર રહ્યા કરતી હૈાય, જેના વિચારા દુનિયાના તમામ જન્તુ તરફ કરૂણાથી પૂર્ણ હોય અને જેવુ ચૈતન્ય ત્યાં સુધી વિકાસમાં આવ્યું. હાય કે વિષયરૂપ અગ્નિને સયાગ થતે પણુ જેના શરીરના એક રામ પણ વિકૃત ન થાય, એવા મહર્ષિને, તપસ્વિ ઉપર પણ વિજય મેળવનાર કામદેવ કિચિત્ માત્ર પણ ઇજા કરવાને સમર્થ થઈ શકતા નથી; તેવા મહર્ષિના ચૈતન્યતેજથી ઉલટા તે ( કામદેવ ) ભસ્મીભૂત થાય છે. अध्यात्मधाराधरसन्निपाते मनोमरौ पुष्यति योगबीजम् । पुण्याकुरा निर्भरमुल्लसन्ति सर्वत्र शान्तिः प्रसरीसरीति ॥८॥ . अध्यात्मभानौ प्रसरतापे मनोनयी परिभासमान । कुतस्तमः ?, शुष्यति भोगपङ्कः, कषायचीरैः प्रपलायते च ॥९॥ आनन्दपूर्ण च सुधां समाधिं वितन्वतेऽध्यात्मसुधाकराय । स्पृहा यदीये हृदि नाविरासीत् पशुर्नृरूपेण स मोघजन्मा ॥ १० ॥ (8) With the pouring down of the shower of spiritual knowledge, the Seed of Yoga takes root in the barren mind, sprouts of merit, shoot forth in abundance and everywhere quietude reigns. 30
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy