SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છાકાર સામાચારી ત્રણ-ચાર અને પાંચ વિશેષણવાળાને પણ સામાચારી કહે તો એ પ્રસ્થકના દૃષ્ટાન્ત પ્રમાણે યોગ્ય જ છે. આમ સંગ્રહના મતે આત્મા, વ્યવહારના મતે ઈચ્છામિચ્છાદિ આચારવાળો આત્મા, ઋજુસૂત્રના મતે ઉપયુક્તતાદેશ આચારવાન્ આત્મા, શબ્દના મતે સુસંયત+ઉપયુક્ત+ઈચ્છાદિ-આચારવાન્ આત્મા, સમભિરૂઢના મતે ત્રિગુપ્ત+ઉપયુક્ત+ઈચ્છાદિ-આચારવાન્ આત્મા અને એવંભૂતના મતે પાંચ વિશેષણવાળો આત્મા સામાચારી છે. એ એક મત જોયો. यशो. - अन्ये त्वाहुः - आत्मा सामाचारीति संग्रहः । सावद्ययोगविरत इति व्यवहारः । परिज्ञातसावद्ययोगोऽपि चतुर्थगुणस्थानवर्त्ती न तथेति त्रिगुप्तस्तादृशस्तथा इति ऋजुसूत्रः । देशविरतिसामाचारीमनिच्छन् शब्दस्तु 'सुसंयत' इत्यपि देयमित्याह । प्रमत्तादारभ्य सूक्ष्मसंपरायं यावत्तामनिच्छन् समभिरूढस्तु 'उपयुक्त' इत्यपि विशेषयति । एवंभूतस्त्वाकेवलिनं न तामिच्छति । तत्रापि योगनिरोधाद्यख्यमहाप्रयत्नविरहकाले न तामिच्छतीति समाचरन्नित्यप्याह । तादृशश्च विशिष्टकेवली इति पश्चानुपूर्वी पूर्वानुपूर्वीभ्यां व्याख्यातेयं गाथा | વન્દ્ર. प्रकारान्तरेण नयभेदेन सामाचारीपदार्थं विवृण्वन्नाह अन्ये त्वाहुः इति । अत्र व्यवहारतः संसारत्याग्यपि सावद्ययोगविरतः कथ्यते । पञ्चमगुणस्थानादारभ्य आत्मा त्रिगुप्तो भवति । षष्ठगुणस्थानादरभ्य सुसंयतो भवति । एकादशगुणस्थानादारभ्य उपयुक्तो भवति । निष्कषायो जीवपरिणाम एवात्र उपयोगो भण्यते । दशमगुणस्थानं यावत् सकषायपरिणामसद्भावात् एकादशगुणस्थानादारभ्यैवोपयुक्तो भवति । एतत्सर्वं मनसिकृत्य प्रतिपादिताः नयाभिप्रायाः स्वयमेव विभावनीयाः । - पश्चानुपूर्वी - पूर्वानुपूर्वीभ्यां व्याख्यातेयं गाथा । प्रथमव्याख्याने " समाचरन्, उपयुक्तः, सुसंयतः, त्रिगुप्तः, सावद्ययोगविरतः " इति क्रमेण विशेषणानि प्रतिपादितानि । द्वितीयव्याख्याने तु "सावद्ययोगविरतः, त्रिगुप्तः, सुसंयतः, उपयुक्तः, समाचरन्" इति पश्चानुपूर्व्या विशेषणानि प्रतिपादितानीति भावः । આ અંગે કેટલાંકો આ પ્રમાણે કહે છે કે ‘આત્મા સામાચારી છે' એ સંગ્રહનય છે. વ્યવહારના મતે સાવઘયોગવિરત એવો આત્મા સામાચારી છે. અહીં હિંસા વગેરે પાપકાર્યોને છોડી દેનારો આત્મા સાવઘયોગવિરત ગણવાનો છે. હવે ચોથા ગુણઠાણે રહેલો કોઈક આત્મા હિંસાદિ પાપકાર્યોનો ત્યાગ કરીને સાધુ બનેલો હોય તો એ પણ સાવઘયોગવિરત હોવાથી સામાચા૨ી માનવો પડે. એ ઋજુસૂત્રને માન્ય નથી. એટલે ઋજુસૂત્ર કહે છે કે ત્રિગુપ્ત એવો સાવઘયોગવિરત આત્મા સામાચારી કહેવાય. અવિરતસમ્યક્ત્વી પાસે વ્યવહા૨થી સાવદ્યયોગોનો ત્યાગ હોવા છતાં ત્રિગુપ્તિ નથી. એટલે એ સામાચારીવાળો નહિ ગણાય. શબ્દનય કહે છે કે દેશવિરતિધર આત્મા ત્રિગુપ્તિવાળો હોવાથી ઋજુસૂત્ર પ્રમાણે તો એને ય સામાચારી માનવો પડે. એ મને ઈષ્ટ નથી. એટલે એ દેશવિરતિધરોની બાદબાકી કરવા ‘સુસંયત’ વિશેષણ મૂકવું. શ્રાવકો તો સુસંયત ન હોવાથી તેઓને સામાચારી માનવાની આપત્તિ નહિ આવે. સમભિરૂઢ કહે છે કે છથી દશ ગુણસ્થાનક સુધીના આત્માઓ સુસંયત હોવાથી શબ્દનયના મતે તો એમને મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૬
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy