SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદેિશના. ૨ વખતે ત્યાં જઇએ છીએ.” તે સાંભળી કાંઇક સર્વાંગસુ દરીઉપરના માસ થી તે કહેવા લાગ્યા:- હૈ મુગ્ધ ! ત્યાં તમારે જવુ નહિ, કારણ કે તે સારી નથી.” એ રીતે અદેખાઇપૂર્વક ભર્તાએ વાર વાર તે તેને અટકાવી, એટલેશ્રદ્ધાળુ હૃદયપણાથી તે પ્રતિ નીને કહેવા લાગી:–“ હે ભગવતિ ! નિર'તર ધરને શૂન્ય મૂકીને આવવાથી અમારા ભર્નાર્ ખેઢ પામે છે અને તે મિથ્યાદ્રષ્ટિ હોવાથી અમારી ઉપર દ્વેષ કરે છે, તેા સર્વાંગસુંદરીને અમારે ઘેર ભગાવવા માકલા, કે જેથી બધી શ્રાવકની ક્રિયા અમને બરાબર આવડી જાય. ” તેમને આ પ્રમાણે કહેવાથી તેમને વિધિ શિખવવા માટે પ્રતિનીની અનુજ્ઞાથી સર્વાંગસુ દરી દરરોજ તેમને ઘેર જવા લાગી, એટલે તેમના પતિએ તેને જોઇને માતાની પ્રિયાને કહ્યું:–“ હે મુગ્ધા ! સામાન્યપ્રકૃતિવાળી એવી આ સર્વાંગસુંદરીના અંત વિચય તમને પિરણામે લાભદાયક નહિ થાય. ” આ પ્રમાણે કહીને તેમના સત્ત્તાએ નિષેધ કર્યા છતાં ધર્મીની આસ્તિકતાથી તથા પૂર્વજન્મના સ્નેહથી તે બને તે સાધ્વીના નિત્ય પરિચયથી લેશ પણ વિરામ પામી નહીં. એક દિવસે ઉનાળામાં શ્રીમતી પેાતાના રહેવાના મધ્ય ઘરમાં માતીના હાર કડથી ઉતારી પાતાની પડખે મૂકીને સર્વીસુંદરીની સાથે ધર્માંગાણી કરતી કાંઈક કામની ઉતાવળથી તરત એમને એમ ક્યાંક ચાલી ગઇ. સ્વૈન્યસૂચક છદ્મવચનથીર સર્વાંગસુંદરીએ પૂર્વજન્મમાં જે કર્મ બાંધ્યું હતુ, તે દુષ્ટ તે વખતે ઉદ્દય આવ્યું. તેના ઉદયથી ચિત્રમાં રહેલા માર અકસ્માત્ ભીંતથી નીચે ઉતરીને તે હારે તરતજ ગળી જઈ પાછૅ ભીંતમાંજ જઇને સ્થિર થઇ ગયા. અસ’ભાવ્ય એવુ. આ વૃત્તાંત જોઇને તે સાધ્વી મનમાં બહુ આશ્ચ` પામી અને આથી મને ચારીના અપવાદ આવશે એવા ભયથી તે વિષાદ પામી. “ અહીં મે‘મારો હાર મૂકયા હતા તે કયાં ગયા, અહીં ૧ ચારપણાને સુચવનારૂં. ૨ કપટવચનથી,
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy