SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. કરવાની પ્રથમથી જ મારી ઈચ્છા હતી. પરંતુ તેમાં પતિની અનુમતિની જરૂર હતી, તે નૃત્ય કરનારને તબલાના અવાજની જેમ મને આટલેથી જ મળી ગઈ માટે હે તાત! મને અનુજ્ઞા આપો અને આજ સુધી થયેલા મારા અપરાધ ક્ષમા કરો. હવે સર્વ સંગથી રહિત થઈ હું દીક્ષા અંગીકાર કરીશ.” પ્રસંગને જાણનાર શ્રેણીએ પણ સર્વ વજનની સમક્ષ હર્ષિત થઇને શુભ આશયવાળી એવી તેણુને રજા (અનુમતિ) આપી એટલે શુદ્ધ થયેલી એવી તેણીએ સાત ક્ષેત્રમાં પિતાનું વિત્ત વાપરીને સુવ્રતા નામની આર્યાની પાસે મહાઉત્સવપૂર્વક પ્રવજ્યા અંગીકાર કરી. શુદ્ધાચારમાં પ્રવર્તતી, પાપકર્મથી રહિત, સ્વાધ્યાય અને અધ્યયનમાં તત્પર, મુક્તાસમાન નિર્મળ ગુણોથી યુક્ત, અભિમાનરહિત, ક્રોધ વિના અધિક તપને તપતી અને અપ્રમત્ત એવી તે નિરંતર સમ્યગ રીતે સંયમનું આરાધન કરવા લાગી. એક દિવસે સાધ્વીઓની સાથે વસુંધરા૫ર વિહાર કરતી સાધી સર્વાંગસુંદરી અનુક્રમે સાકેતપુર નગરે આવી. ત્યાં વસતી શ્રીમતી અને કાંતિમતીએ ત્યાં આવીને પ્રવત્તિનીને તથા અનુક્રમે બીજી સાધ્વીઓને પણ વંદના કરી. કંઈક ઐહિક સંબંધથી અને પૂર્વ જન્મના સ્નેહથી સર્વાંગસુંદરી ઉપર તેમની વિશેષ પ્રીતિ થઈ. જ્ઞાનનિધિ એવી પ્રવત્તિનીએ તેમની પાસે મેક્ષને આપવાવાળી અને પાપનો નાશ કરનારી ધર્મદેશના આપી. તે સાંભળતાં ભદ્રપ્રકૃતિવાળી તે બંને મિથ્યાદર્શનની વાસનાનો ત્યાગ કરી શ્રાવકધામ પામી અને સર્વાંગસુંદરી પાસે પ્રતિકમણાદિ સુને સમ્યગ્રીતે અભ્યાસ કરવા તત્પર થઈ સતી ઉપાશ્રયે ઘણે વખત રહેવા લાગી. એક દિવસે તેમના બંને ભર્તાએ તેમને પૂછયું કે “હે સુધાઓ! તમે રોજ ઘરને શૂન્ય મૂકીને ક્યાં જાઓ છો ? ” તે બોલી કે-“હે સ્વામિન! અહીં સુવ્રતા આર્યાની સાથે સવાંગસુંદરી નામે સાધ્વી આવેલ છે, તેમને વંદન વિગેરે કરવાને માટે અમે વખતે
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy