SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. તે પછી તે બને સુનિ આઠ કલાદિના અતિચારને નિરંતર ત્યાગ કરીને અપ્રમત્તપણાથી સમ્યરીતે સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા. સમ્યકત્વ મેહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય એ ત્રણ પ્રકા૨ના કમપેજને ક્ષય થવાથી તેઓ આઠ પ્રકારને દશનાચાર સમ્યપ્રકારે આચરવા લાગ્યા. દુષ્ટ એવા ચારિત્રાવરણીય કર્મના ક્ષયપશમથી તેઓ શુભ આશયવાળા થઈ નિરતિચાર ચારિત્ર પાળવા લાગ્યા. આ લેક સંબંધી અને પરલેક સંબંધી આશંસાની અપેક્ષા રાખ્યા વિના છઠ્ઠ અમ વિગેરે દુષ્કર તપ તેઓ કરવા લાગ્યા. મુકિત સાધવાના હેતુભૂત પ્રીજિનેશ્વર ભગવતે પ્રરૂપિત યોગેને વિષે પિતાના મન, વચન અને કાયના બળને તેઓ યથાવિધિ જોડવા લાગ્યા. એ પ્રમાણે પોતપોતાના અભિગ્રહને સાવધાન રીતે પાળતાં શુભ ધ્યાનરૂપે અગ્નિવડે તેમનાં ઘણું કમરૂપ ઇંધન બળી ગયાં, તેથી જીવન વીય વિસેષના અતિશય સામર્થ્યવર્ડ અને કમરના પરિણામની વિચિત્રતાવડે મુકિતમાર્ગને સાધવામાં તૈયાર થયેલા એવા તેમને કેટલેક દિવસે ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.” હવે કુણાલે પ્રભુને પ્રશ્ન કર્યો કે –“હે તાત! પ્રથમ તે તે બંને મુનિ તેવા પ્રકારના કષાયવાળા હતા અને પછીથી તરતમાં જે તેમને શી રીતે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું?” ભગવાન કહેવા લાગ્યા - “હે વત્સ! જીવનું સામર્થ્ય અદ્દભુત છે અને કર્મનું પરિણામ પણ વિચિત્ર હોય છે. તેજ તેને હેતુ છે, કહ્યું છે કે – "जीवाण गई कम्माण परिणई पुग्गलाण परिय; मुत्तण जिणे जिणवरमयं च को जाणिउं तरइ." । બની ગતિ, કર્મોની પરિણતિ, પુદ્ગલેનું પરિવર્તનએ જિનકે જિનેશ્વરનાં મત શિવાય કેઇ પણ જાણવાને સમર્થ નથી. ? ૧ પ્રભુના ૯ર પુત્ર પૈકી એકે. ૨ જિનેશ્વરના મતને જાણનારા સમજવા.
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy