SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता ७३ અહીં પ્રમાદ કરનારનું પણ સાધુપણું તો કહ્યું છે જૈ.. (ભલે પ્રમત્તગુણઠાણું, પણ અચારિત્રીપણું તો નથી જ કહ્યું ને?) હવે તમે લેશમાત્ર પણ પ્રમાદ કરનારને “અસાધુ” કહો, તો ઉપરોક્ત શાસ્ત્રોનો (=પ્રમાદ કરનારને પણ “સાધુ” કહેનારા શાસ્ત્રોનો) વિરોધ આવે જ. એટલે મહાનિશીથસૂત્રમાં લેશમાત્ર પણ પ્રમાદ કરનારનું જે કુશીલપણું કહ્યું છે, તે ભયવાક્યરૂપ સમજવું. (નિયમવાક્યરૂપનહીં.) અને જો નિયમવાક્યરૂપમાનો, તો પણ તેવો કુશીલ સર્વથા અચારિત્રી ( ચારિત્ર વગરનો) જ છે – એવું ન કહેવું. તે જણાવે છે – यदि च कुशीलादीनामेकान्तेनाचारित्रित्वं सम्मतं स्यात्, तदा तत्रैव महानिशीथे गणाधिपत्ययोग्यगुरुगुणानुक्त्वा ___ 'से भयवं! उड्डे पुच्छा । गोयमा! तओ परेण उड्डं हायमाणे काल-समए तत्थ णं जे केई छक्काय-समारंभ-विवज्जी से णं धण्णे पुण्णे वंदे पूए नमंसणिज्जे ।' (अ0 લ, સૂ૦ ૨૭૨) इति पञ्चमाध्ययने षट्कायसमारम्भविवर्जिनामपि कथं पूज्यत्वमवादि ? – ગુરગુણરશ્મિ - ભાવાર્થ - જો કુશીલ વગેરેનું એકાંતે અચારિત્રપણું સમ્મત હોય, તો ત્યાં મહાનિશીથસૂત્રમાં જ ગણાધિપતિને અયોગ્ય એવા ગુરુના ગુણોને કહીને માત્રછકાયનો આરંભ વર્જનારાઓને પણ પૂજ્ય કેમ કહ્યા? (મહાનિશીથનાં સૂત્રનો ભાવાર્થ વિવેચન મુજબ સમજવો.) વિવેચનઃ-મહાનિશીથમાં કયો ગુરુ ગણના અધિપતિ બનવા અયોગ્ય છે? તેવા ગુરુના ગુણોને ( લક્ષણોને) કહીને પછી જણાવ્યું છે કે – આ હીન કાળ-સમયમાં જે માત્ર છકાયના સમારંભનું વર્જન આ વિધાન પરથી એટલું નિશ્ચિત કરવું કે લેશમાત્ર પણ બીજામાં ભૂલ દેખાય તેટલા માત્રથી તેને “અચારિત્રી છે, સંયમના પરિણામ જ નથી, સાધુપણું જ નથી રહ્યું એવું માની લેવાની ગંભીર ભૂલ ન કરવી.. બીજું, આ વિધાન પરથી - હું પ્રમાદ કરીશ, તો પણ સાધુપણું તો રહેશે જ એવું માનીને નિર્ભય થવાની ચેષ્ટા બિલકુલ ન કરવી. કારણ કે પ્રમાદ થયા પછી તીવ્રપશ્ચાત્તાપ - ફરી તેને ન કરવાનો સંકલ્પ - તેના પ્રત્યે લેશમાત્ર પણ લગાવ ન હોવો. એવા બધા પરિણામો થાય, તો જ તેનું સાધુપણું ટકે, નહીં તો પતન થાય જ.. (પ્રમત્તગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્તનો છે.. અંતમુહૂર્ત પછી વિશુદ્ધ પરિણામ ન આવે, તો તે અપ્રમત્તગુણઠાણે ન જઈ શકે અને પ્રમત્તગુણઠાણાનો કાળ પૂરો થઈ ગયો હોવાથી ત્યાં પણ ન રહી શકે. ફલતઃ તે નીચે પડે.) અને પ્રમાદસેવન પછી વિશુદ્ધપરિણામ આવવો અત્યંત દુષ્કર છે.. ઊલટું પ્રમાદના સંસ્કારો, તે તરફનું ઢલાણ, તેના પર અનુરાગ - એ બધું થવાનો વધુ સંભવ છે, જેનાથી પાપનો પક્ષપાત ઊભો થવા દ્વારા પરંપરાએ મિથ્યાત્વનું સર્જન થાય ! એટલે કાદવથી ખરડાઈને સ્નાન કરવા કરતાં બહેતર છે કે કાદવમાં ખરડાવવું જ નહીં. તેથી જીવનમાં લેશમાત્ર પણ પ્રમાદ ન આવે - એની ખાસ કાળજી રાખવા પ્રયત્ન કરવો..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy