SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः એટલે મહાનિશીથસૂત્રનું આ વાક્ય (=ઉપધાન વિના શ્રુત ભણનાર વગેરે મહાપાપી છે – એવું જણાવનારું વાક્ય) ભયવાક્ય જ માનવું રહ્યું, નિયમવાક્ય નહીં. આના પરથી ફલિત થાય કે, મહાનિશીથના મોટા ભાગના સૂત્રો ભયવાક્યરૂપ છે અને તો પાર્શ્વસ્થોનાં દર્શનમાત્રનો નિષેધ કરનારું વાક્ય પણ ભયવાક્ય જ સમજવું, નિયમવાક્ય નહીં.. એટલે અપવાદે પાર્શ્વસ્થાદિની પાસે જ્ઞાનગ્રહણ કરવામાં દોષ આવે નહીં. . ७२ હવે ગ્રંથકારશ્રી, મહાનિશીથસૂત્રનું બીજું એવું વાક્ય બતાવે છે કે જેને પણ ભયવાક્યરૂપ જ માનવું રહ્યું, અન્યથા શાસ્ત્રવિરોધ થાય. જુઓ – 00 किञ्च श्रीमहानिशीथे स्वल्पेऽपि प्रमादे साधोः कुशीलत्वोक्तेस्तस्य च त्वदभिसन्धिनाऽचारित्रित्वात् सर्वागमोक्तं साधोः प्रमत्ताप्रमत्तस्वरूपं गुणस्थानकद्वयं कथं सङ्गच्छते ? - ગુરુગુણરશ્મિ -- ભાવાર્થ :- વળી શ્રી મહાનિશીથસૂત્રમાં થોડો પણ પ્રમાદ થયે સાધુનું કુશીલપણું કહ્યું છે અને તો તમારી મુજબ । તેઓ અચારિત્રી થવાથી, બધા આગમમાં કહેલું સાધુનું પ્રમત્ત-અપ્રમત્તરૂપ બે ગુણઠાણું કેવી વિચારણા રીતે સંગત થાય ? વિવેચન :- બીજી વાત, શ્રીમહાનિશીથસૂત્રમાં તો એવું પણ જણાવ્યું છે કે – જો સાધુ લેશમાત્ર પણ પ્રમાદ કરે, તો તે કુશીલ થઈ જાય છે ! જુઓ તેનું વચન : “અઢાર હજાર શીલાંગરથમાંથી, જે સાધુ જે પદમાં પ્રમાદી થાય, તે સાધુ તે તે પ્રમાદના દોષથી કુશીલ સમજવો..” (સૂત્ર-૩/૪૧) એટલે લેશમાત્ર પણ પ્રમાદ કરનાર સાધુ કુશીલ થઈ જાય !.. હવે પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ.. એ બધાને તો તમે અચારિત્રી (ચારિત્ર વગરના) જ માનો છો અને તો આવો કુશીલ પણ અચારિત્રી જ માનવો પડશે ! એનો મતલબ એ થયો કે, જે સાધુ લેશમાત્ર પણ પ્રમાદ કરે, તે સાધુ જ ન રહે, અચારિત્રી થઈ જાય. પણ આવું માનવામાં બધા આગમોમાં સાધુનાં જે પ્રમત્ત-અપ્રમત્તરૂપ બે ગુણઠાણાં કહ્યાં છે, તેનો વિરોધ આવે.. તાત્પર્ય : સાધુ (૧) સંયમયોગોમાં અપ્રમાદી રહે, તો તેનું ‘અપ્રમત્તગુણઠાણું’ હોય, અને (૨) સંયમયોગોમાં પ્રમાદવાળો થાય, તો તેનું ‘પ્રમત્તગુણઠાણું' આવે. આવું બધા શાસ્ત્રોમાં કહ્યું છે.. તો ♦ નિયમવાક્ય માનવામાં આવશ્યક વગેરે ગ્રંથોનો વિરોધ આવે.. ત્યાં જે ઉપધાન વિના પણ શ્રુત ભણનારાઓની સદ્ગતિ કહી છે – તે અસંગત થાય. * "एवं अट्ठारसहं सीलंगसहस्साणं जं जत्थ पए पमत्ते भवेज्जा से णं तेणं तेणं पमायदोसेणं कुसीले ए ॥" ( મહાનિશીથસૂત્રમ્-૩/૪૬)
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy