SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जर विवेचनसमन्विता આસેવન શિક્ષા માટે શ્રાવકો પાર્શ્વસ્થાદિ પાસે જાય, તેમને વંદન-નમસ્કારાદિ કરે – એવું શાસ્ત્રવચન પૂર્વે જ બતાવ્યું છે.) પ્રશ્ન:- પણ આવું કરવામાં પેલો દોષ તો ઉભો જ રહેશે ને ? કે પાર્શ્વસ્થાદિના કુસંગના પ્રભાવે તેઓનો પણ આત્મા મલિન થઈ જશે વગેરે.. ५३ ઉત્તર ઃ- હા, જો તે વ્યક્તિ શાસ્ત્રસાપેક્ષ વિધિને ન અનુસરે, તો જરૂર તેવા દોષો રહે ! પણ (૧) માત્ર બહારથી જ ભક્તિનો દેખાવ કરવો, (૨) મનથી લેશમાત્ર પણ તેમના અસદ્ આચારોની અનુમોદના ન કરવી, (૩) ભાવથી સુવિહિતોનો જ પક્ષપાત રાખવો, (૪) પાર્શ્વસ્થાદિમાં રહેલા જ્ઞાનાદિ ગુણો મારા માટે પૂજનીય છે - એટલા માત્ર ઉદ્દેશથી જ તેમને વંદન-નમસ્કારાદિ કરવા.. આવી બધી શાસ્ત્રવિધિનું પાલન કરવામાં, પાર્શ્વસ્થાદિના સંગથી મલિન દોષો પણ ન આવે અને પોતાનાં જ્ઞાનાદિના પ્રયોજનો પણ સિદ્ધ થતા જાય.. આ પ્રમાણે અવસ્થાવિશેષમાં પાર્શ્વસ્થાદિ પાસે પણ જ્ઞાન લેવા વગેરેનું વિધાન છે જ.. એટલે એકાંતે તેઓ પાસે જ્ઞાનાદિ ન જ લઈ શકાય - એવું નથી. આ જ વાતની સાબિતી વધુ એક તર્કથી કરે છે - હવે શાસ્ત્રસાપેક્ષ પોતાની શક્તિ-સામર્થ્યને અનુસારે જીવનવ્યવહારકુશળ એવા સારા સુવિહિત મહાત્માઓ મળતા હોય, છતાં પણ આશંસાઓ સાથે જો પાર્શ્વસ્થાદિ પાસે જઇને તેમની ભક્તિ વગેરે કરવાનો વ્યવહાર કરે, તો તે પણ અપવાદ ન રહેતાં ઉન્માર્ગ બને છે. હવે જો તેવી મલિન આશંસા ન હોય, છતાં સુવિહિત સાધુઓને છોડીને અસમજના કારણે (બાહ્ય વેષાદિને દેખીને પાર્શ્વસ્થાદિને પણ ઊંચા માની લેવાના કારણે) પાર્શ્વસ્થાદિની પાસે ભણવા વગેરેનો વ્યવહાર કરે, તો તે પણ પરંપરાએ આત્મહિતકારક નથી, કારણ કે તેવું કરવામાં ભણવાદિનું થોડું થાય, પણ તેઓના સંગના પ્રભાવે અનેક મલિન દોષો અંતઃપ્રવેશ થવા લાગે. એટલે સુવિહિત સાધુઓ હોય, ત્યારે પાર્શ્વસ્થાદિ પાસે ભણવું વગેરે હિતાવહ માર્ગ નથી. બીજી વાત, સુવિહિત સાધુઓના અભાવમાં ભણવા વગેરે આત્મહિત માટે જે પાર્શ્વસ્થાદિ પાસે જવાનું વિધાન છે, તે માત્ર ગીતાર્થ પાર્શ્વસ્થાદિ માટે જ સમજવું, અગીતાર્થ પાર્શ્વસ્થાદિ માટે નહીં. (તેવા અગીતાર્થો પાસે તો માત્ર તે તે કાર્યોના નિર્વાહ પૂરતું જવાનું હોય છે, આત્મહિત લેવા માટે નહીં.) આ વાત વ્યવહારસૂત્રના આલોચનાધિકાર પરથી ફલિત થાય છે. ત્યાં પૂર્વક્રમવાળા સાધુઓ ન મળે, ત્યારે ઉત્તરક્રમવાળા ગીતાર્થ એવા જ પાર્શ્વસ્થાદિ પાસે આલોચન લેવાનું વિધાન કર્યું છે.. અને આ વાત ઉચિત પણ છે જ, કારણ કે અગીતાર્થ પાર્શ્વસ્થાદિ પાસે જવામાં આત્મહિતનો યથાર્થ માર્ગ તો ન મળે, ઊલટું તેમનું ખોટું વર્તન, પાસે આવનારી વ્યક્તિના વિચારરૂપ બની જાય. . અને તેથી સારું વર્તન કરનારાઓ પણ તે વ્યક્તિને ‘વેદીયા’ તરીકે જણાવા લાગે.. આ વિષય ખૂબ ગંભીર છે, સુવિહિત ગીતાર્થોની સલાહ લઈને પ્રવર્તવું. (ટૂંકમાં (૧) ઉત્સર્ગથી સુવિહિત પાસે, અને (૨) અપવાદે પાર્શ્વસ્થ ગીતાર્થ પાસે, અગીતાર્થ પાસે નહીં.) * આ વાત સુવિહિત સાધુઓના અભાવ વખતે જ છે, તે સિવાયના વખતે નહીં - એ વાત હૃદયમાં ખાસ કોતરી દેવી.. અને પાર્શ્વસ્થાદિની પાસે ભણતી વખતે, તેમના સંપર્કથી તેઓમાં રહેલા દોષો આપણામાં આવી જાય એવું તો ન જ બનવું જોઈએ – એની ખાસ કાળજી રાખવી..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy