SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ - गुर्जर विवेचनसमन्विता ४९ * જ્ઞાન આપનારને સર્વસ્વ અર્પણ * વિવેચન :- રાગાદિનો નિગ્રહ સમ્યજ્ઞાનથી થાય છે, માટે તેને આપનાર અત્યંત પૂજનીય છે – એવું જણાવવા કહે છે.. મોક્ષનો સાચો માર્ગ બતાવે તેવું જ્ઞાન આપનારને આપણું જીવન આપી દઈએ, તો પણ ઓછું છે, અર્થાત્ તેઓ મહાન ઉપકારી છે.. જેમ કે શિવના ભક્ત એક ભિલે, શિવની મૂર્તિનું એક નેત્ર ઊખડી ગયેલું જોઈને તરત જ પોતાનું નેત્ર ઉખેડીને તે મૂર્તિ પર લગાવી દીધું. . તેની કથા આ પ્રમાણે છે * ભિલ્લની વિનયપૂર્ણ ભક્તિ * એક અટવીમાં પર્વતની ગુફામાં વ્યતંરદેવથી અધિષ્ઠિત શિવની પ્રતિમા હતી.. તેનો પૂજારી દ૨૨ોજ સ્નાન-વિલેપનથી પૂજા કરીને પોતાના ગામમાં પાછો આવતો હતો.. કોઈક દિવસે સવારે પૂજારી પૂજા કરવા આવ્યો, ત્યારે પોતે આગલા દિવસે કરેલી પૂજાના પુષ્પ વગેરે જમીન પર પડેલા જોઈ વિચારવા લાગ્યો કે – “મારી કરેલી પૂજા જમીન ૫૨ કોણે નાંખી ? !” બે-ત્રણ દિવસ સુધી તેવી જ ઘટના બનતી રહી. તેથી તેનું કારણ જાણવા તે આજુબાજુમાં ક્યાંક છૂપાઇને ઊભો રહ્યો.. એટલામાં જમણા હાથમાં ધનુષ-બાણ રાખી, ડાભા હાથમાં આકડાનાં પુષ્પોવાળો, મુખમાં પાણીનો કોગળો સ્થાપીને, ધૂળવાળા પગ ધોયા વગર એક મોટો ભિલ્લ ત્યાં આવી પહોંચ્યો.. તેણે પૂજારીએ કરેલી શિવની પૂજા પગથી ઘસેડી દૂર કરી દીધી.. અને મુખના કોગળાથી પ્રતિમાને સ્નાન કરાવી પૂજા કરી, પુષ્પો ચડાવ્યાં, અને હર્ષથી તેની સાથે વાતો કરવા લાગ્યો.. - બીજા દિવસે પૂજારીએ તે શિવપ્રતિમાને ઠપકો આપતા કહ્યું કે – “હું હંમેશાં મહાશુદ્ધિપૂર્વક પ્રયત્નથી તમારી પૂજા કરું છું, છતાં મારા પર તમે પ્રસન્ન થતા નથી.. જ્યારે પેલો તદ્દન અશુચિથી તમારી પૂજા કરે છે, તેવા અધમ ભિલ્લની સાથે તમે વાતચીત કરો છો ? નક્કી જેવો ભિલ્લ છે, તેવો તું પણ કૃતપૂતન-હલકો દેવ છે..’’ ત્યારે વ્યંતરે તેને કહ્યું કે – હકીકતને ન જાણનાર હે પૂજારી ! સવારે તારામાં અને ભિલ્લમાં જે તફાવત છે, તે આપોઆપ જણાશે.. બીજા દિવસે અધિષ્ઠાયક દેવે પોતાની માયાથી શિવનું એક નેત્ર ઉખેડી નાંખ્યું. . તે પૂજારીએ જોયું અને શોક કરતો તે ત્યાં જ તે પ્રમાણે બેસી રહ્યો. તે જ સમયે ત્યાં ભિલ્લ આવ્યો. શિવનું નેત્ર ઉખડી ગયેલું જોઈને બાણથી પોતાનું નેત્ર ઉખાડીને તરત જ ત્યાં સ્થાપન કરી દીધું.. આ હતી ભિલ્લની અત્યંત ભક્તિ ! તેની જેમ બધાએ જ્ઞાન આપનારને સર્વસ્વ સોંપી દેવું જોઈએ.. (શ્લોક-૨૬૫) શ્રુત આપનાર વિશે કેવો વિનય કરવો ? તે માટે ઉપદેશમાલામાં Öણાવ્યું છે કે – * ‘સિદાસળે નિસળ, સોવાળું સેળિઓ નાવરિંવો । વિખ્ખું મારૂ પયો, રૂમ સાદુનળસ્સ સુગવિળઓ રદ્દદ્દા. - ૩૫વેશમાનાપ્રવામ્ ।
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy