SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ गुरुतत्त्वसिद्धिः -> છે, એટલે આમના વિશે કરાતી વિનય-વૈયાવચ્ચ વગેરે રૂપ ભક્તિ મહાનિર્જરાનું કારણ છે. તેથી તમે આમની ખૂબ ભક્તિ કરો.” આ પ્રમાણે સમજાવવા છતાં, જો તે સાધુવૃન્દ પાર્થસ્થગુરુની ભક્તિ ન કરે તો પાર્શ્વસ્થ ગુરુ સદાય અને તેઓ સદાય તો પોતાનું આલોચના લેવાનું કાર્ય સિદ્ધ ન થાય તો પછી તે સુવિહિત સાધુ પોતે જ તેમના માટે ( પાર્થસ્થ માટે) આહાર વગેરે લાવી આપે છે. તેમાં વિધિ આ પ્રમાણે છે – જો તે ( આલોચના લેવા માટે આવેલો સાધુ) પોતે શુદ્ધ અને પાર્થસ્થને પ્રાયોગ્ય (પાર્થને અનુકૂળ આવે એવો) આહાર વગેરે ઘરોમાંથી ન મેળવી શકે, તો તે ત્યાંના શ્રાવકો પાસેથી અકલ્પિક (=આધાકર્માદિ દોષવાળો) પણ આહાર વગેરે ચૈતનાથી લાવી આપે છે. પૂર્વપક્ષ:- આ પ્રમાણે તમે પાર્થસ્થ માટે દોષિત આહારાદિ લાવો, તો તમને દોષ ન લાગે? સાધુ:-ના, કારણ કે જેમ કારણોસર તમે (પૂર્વપક્ષીઓ) જ્યારે અવિચ્છેદ કરનાર પાર્થસ્થાદિની પાસે સૂત્ર અને અર્થને લો છો, ત્યારે તેઓના માટે તમે અકથ્ય પણ આહાર વગેરે યતનાથી લાવી આપો છો અને છતાં તમે શુદ્ધ કહેવાઓ છો.. તેમાં કારણ એ જ કે, તેઓની પાસે ગ્રહણશિક્ષા કરાઈ રહી છે.. તેમ આમની (=આ પાર્થસ્થની) પાસે આલોચના લેવા આવેલો વ્યક્તિ પણ તેમના માટે અકથ્ય પણ આહાર વગેરે લાવી આપે, તો તે ઉચિત જ છે.. અને છતાં તે નિર્દોષ જ રહે. (વ્યવહારસૂત્ર શ્લોક૯૬૦, નિશીથસૂત્ર શ્લોક-૬ર૭૦) અહીં જણાવ્યું છે કે – પાર્થસ્થાદિ ગ્રહણ-આસેવનશિક્ષામાં નિષ્ણાત હોય, તો એમની ભક્તિ મહાનિર્જરાનું કારણ છે.. એટલે જયારે સુવિહિત સાધુઓ મળે જ નહીં, ત્યારે શ્રાવકો ગ્રહણઆસેવનશિક્ષાના પ્રયોજન ગ્રહણ-આસેવનશિક્ષામાં નિષ્ણાત એવા પાસત્યાદિ પાસે જાય, વંદનભક્તિ વગેરે કરે, તો એ અનુચિત નથી... આ વિશે ઉપદેશમાલામાં પણ કહ્યું છે કે - उपदेशमालायामपि - सुगइमग्गपईवं, नाणं दितस्स हुज्ज किमदेयं ? । जह तं पुलिंदएणं, दिनं सिवगस्स नियगच्छिं ।।१।। इति । – ગુરગુણરશ્મિ – ભાવાર્થ - (રાગનિગ્રહ સમ્યજ્ઞાનથી થાય, માટે) શ્રેષ્ઠગતિ મોક્ષના માર્ગને દીપકની જેમ પ્રકાશનારા સમ્યજ્ઞાનને આપનારા ગુરુને બદલામાં શું આપવા યોગ્ય નથી? જેમ કે એક ભિલ્લે શિવને પોતાની આંખ આપી દીધી. જ કેવી યતના રાખવી ? તેની વિધિ અન્ય ગ્રંથોમાંથી સમજવી.
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy