SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता સ્થાનોમાં રહેતા સાધુઓ પણ અપૂજ્ય છે.” શ્રી ઉપદેશમાલામાં પણ કહ્યું છે કે - “પાર્થસ્થ, અવસાન્ન, કુશીલ, નિત્ય, સંસક્ત અને યથાસ્કંદ - આ છને જાણીને, સુવિહિતોએ તેઓને બધા પ્રયત્નથી વર્જવા.” વિવેચનઃ- જેમ વિષ્ટાથી ભરેલા સ્થાનમાં પડેલી ચંપાના ફૂલોની માળા, સ્વરૂપથી દેખાવમાં, સારી હોવા છતાં પણ, અશુચિસ્થાનના સંસર્ગને કારણે ગળે પહેરાતી નથી, એ જ રીતે પાર્થસ્થાદિના સ્થાનમાં રહેનારા (=એમના ઉપાશ્રયમાં, એમની સાથે સ્થગિલ જવા વગેરે વખતે સાથે રહેનારા) સુસાધુઓ પણ ખરાબ સંગના કારણે વંદન કરાતા નથી. અહીં ચંપકમાલાનું ઉદાહરણ આ પ્રમાણે છે – જેને ચંપકના ફૂલો બહુ ગમે છે, તેવો એક કુમાર ચંપકપુષ્પોની માળાને ગળે પહેરીને ઘોડે સવારી કરે છે.. ઘોડા વડે ઉછાળાયેલા કુમારના ગળામાંથી માળા નીકળીને ઉકરડામાં પડી. ‘પાછી લઈ આવું એવું વિચારીને જ્યાં તે પાછો લેવા જાય છે, તેટલામાં ત્યાં ઉકરડો જોઈને તેણે માળા લીધી નહી.. અલબતુ, એ માળા વિના કુમારને ચેન પડતું નથી, છતાં સ્થાનના દોષથી તેણે તે માળા છોડી દીધી.. આ જ પ્રમાણે ચંપકમાળાના સ્થાને સાધુઓ જાણવા, ઉકરડાના સ્થાને પાર્થસ્થાદિ જાણવા જે વિશુદ્ધ સાધુઓ તેઓ સાથે પરિચય કરે છે અથવા સાથે રહે છે, તે સાધુઓ પણ પરિહરણીય (અર્થાત્ અવંદનીય) જાણવા.. (આવશેકનિયુક્તિ-૧૧૧૨). આ જ વાત આવશ્યકનિર્યુક્તિમાં દષ્ટાંત સાથે જૈણાવી છે કે “ચૌદ વિદ્યાના પારને પામેલો પણ બ્રાહ્મણ, ગર્વિતકુળમાં રહેતો છતો ગહિત થાય છે. એ જ રીતે સુવિહિત સાધુઓ પણ કુશીલોની વચ્ચે રહેતા ગહિત થાય છે.” (શ્લોક ૧૧૧૩) આ જ વાતનું સમર્થન ઉપદેશમાલામાં પણ કર્યું છે કે – “(૧) પાર્થસ્થ જ્ઞાનાદિની માત્ર પાસે રહે એટલું જ, પણ આરાધે નહીં, (૨) અવસન્ન= આવશ્યકાદિમાં શિથિલાચારી, (૩)કુશીલ=ખરાબ શીલવાળો, (૪) નિત્યનિત્ય એક જ સ્થાને રહેનારો, (૫) સંસક્ત=બીજાના ગુણ-દોષમાં ખેંચાઈ જનારો, અને (૬) યથાશ્ચંદ=આગમનિરપેક્ષ સ્વાભિપ્રાયથી ચાલનારો આ છને ઓળખીને સુવિહિત સાધુઓએ એમના સંગનો સર્વપ્રયત્ન ત્યાગ કરવો. (કેમ કે અસતુનો સંગ અનર્થહેતુ છે..)” (શ્લોક. ૩૫૩) નિષ્કર્ષ - આ પ્રમાણે શાસ્ત્રપાઠો મુજબ પાસત્યાદિને વંદન સર્વથા નિષિદ્ધ જણાય છે અને એટલે વર્તમાનકાળમાં દેખાતા સાધુઓ પણ પાસત્કાદિરૂપ હોઈ તેઓને પણ વંદન કરવા જોઈએ નહીં- એવું ફલિત થાય છે.. | આ પ્રમાણે હમણાંના કાળમાં દેખાતા સાધુઓ સાચા સાધુ નથી, માટે તેઓને વંદન ન કરવા એવી માન્યતા ધરાવનારાઓનો પૂર્વપક્ષ પૂર્ણ થયો. | | કૃતિ પૂર્વપક્ષસ્થ:// –––––––– *"पक्कणकुले वसंतो सउणीपारोऽवि गरहिओ होइ । इय गरहिया सुविहिया मज्झि वसंता कुसीलाणं ॥१११३॥"
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy