SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः सच्छंदमइविगप्पिय किंची सुहसायविगइपडिबद्धो । तिहि गारवेहिं मज्जइ तं जाणाही अहाछंदं ।।३।। (૩) આગમથી નિરપેક્ષ સ્વછંદ બુદ્ધિથી જે સ્વાધ્યાયાદિ કોઈકનું આલંબન લઈને સુખનો સ્વાદ માનનાર (અર્થાત્ સુખના સાધનોને સેવાનાર) અને એવું જ કો'ક આલંબન લઈને જે વિગઈમાં રાગ ધરાવનાર અને ત્રણ ગારોમાં આનંદ માનનાર છે તેવા સાધુને યથાશ્ચંદ' જાણવો. આ પ્રમાણે પાર્થસ્થાદિ પાંચેનું સ્વરૂપ જોયું. હવે મૂળ વાત એ કે, આ પાંચ પ્રકારના સાધુઓને અરિહંતશાસનમાં અવંદનીય કહ્યા છે. (અર્થાત્ તેઓને વંદન કરી શકાય નહીં.) અને આવશ્યકનિર્યુક્તિમાં તો છેક ત્યાં સુધી જણાવ્યું છે કે “જે પાર્થસ્થાદિને વંદન કરે, તેની કીર્તિ થાય નહીં અને લેશમાત્ર નિર્જરા પણ થાય નહીં. ઊલટાનું આવું કરવાથી તે જીવ કાયક્લેશ અને કર્મબંધનું સર્જન કરે છે..” (શ્લોક-૧૧૦૯) હવે વર્તમાન કાળમાં વિચરતા જે સાધુઓ દેખાય છે, તેઓમાં પાસત્યાદિનું કોકને કો'ક લક્ષણ તો આવી જ જાય છે અને એ રીતે જો તેઓ પાસત્યાદિ હોય, તો તેઓને વંદન કરવામાં શાસ્ત્રજ્ઞાનો ભંગ થાય. એટલે જ અમે કહીએ છીએ કે – વર્તમાનકાળમાં વિચરતા કોઈપણ સાધુઓ વંદન કરવા યોગ્ય નથી. વળી આવશ્યકનિયુક્તિમાં જ બીજું કહ્યું છે કે - तथा तत्रैव - असुइठाणे पडिआ चंपकमाला न कीरइ सीसे । पासत्थाइठाणेसु वट्टमाणा तह अपुज्जा ।।२।। श्रीउपदेशमालायामपि - पासत्थो १ सन्न २ कुसील ३ णीय ४ संसत्तजण ५ महाछंदं ६ । नाऊण तं सुविहिया, सव्वपयत्तेण वज्जति ।।३५३।। १. उपदेशमालासम्बन्धिनी एषा गाथा पूर्वमुद्रिते उत्तरपक्षरूपेण निर्दिष्टा, अत्र A-B-C-प्रतानुसारेण । – ગુરુગુણરશ્મિ - ભાવાર્થ -વળી ત્યાં જ - “જેમ અશુચિસ્થાનમાં પડેલી ચંપકમાળા ગળે પહેરાતી નથી, તેમ પાર્થસ્થાદિ • = = = = - - - - - "पासत्थाई वंदमाणस्स नेव कित्ती न निज्जरा होइ। कायकिलेसं एमेव कुणई तह कम्मबंधं च ॥११०९॥" (आवश्यकनियुक्ति) ને અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે - આ પૂર્વપક્ષીનું વિધાન છે. પણ તે વિધાન કેવી રીતે ખોટું છે? અને તે શાસ્ત્ર પંક્તિનું તાત્પર્ય શું? એ બધી વાતોનો સતર્ક ખુલાસો આગળ ઉત્તરપક્ષમાં થશે.
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy