SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) ગુરુતત્ત્વસિદ્ધિ સુંદર પદાર્થ-રસાસ્વાદ... → ઘણી વાર શાસ્ત્રાધ્યયનથી જ વિપર્યાસ થવો સંભવિત છે... (પૃ. ૩) → વિદ્યમાન ગુણોને ઢાંકવાથી (૧) પરનિંદા, (૨) અલીકવાદ, (૩) ધર્મ પર અબહુમાન, અને (૪) સાધુ પર દ્વેષ કરાયેલો થાય... અને તેવું થતાં (૫) સંસાર વધારાયેલો થાય... (પૃ. ૨૪) → મોક્ષાર્થી જીવે માત્સર્યને છોડીને પરમાર્થ વિચારવો જોઈએ... (પૃ. ૨૫) → છ કાયના રક્ષાપરિણામમાં પણ નિગ્રંથપણું ..... (પૃ. ૪૧) → જ્ઞાન આપનારને સંપૂર્ણપણે સમર્પિત રહેવું જોઈએ... (પૃ. ૪૮) → ખરાબ સંગના પ્રભાવમાં બે પોપટની કથા... (પૃ. ૫૦) → ઉત્સૂત્ર બોલનારાનું દર્શન કરવામાં પણ પ્રાયશ્ચિત્ત... (પૃ. ૬૨) → જે બીજામાં વિચારાય, એ પોતામાં આવી પડે... (પૃ. ૬૭) → સૌ પ્રથમ ગુરુની શોધ કરવી.. મૂળ બીજ વિના અંકુર વગેરે અવસ્થાઓ ન થાય... → સમ્યક્ત્વ, ગુણવાન પ્રત્યેના પ્રમોદથી સાધ્ય છે... (પૃ. ૯૦) → અસત્નો સંગ અનર્થહેતુ છે, ચારિત્રઘાતક છે. (પૃ. ૯૦) → ગુરુસંબંધી બધું ભોગ્ય નહીં, પણ વંદનીય હોય છે. (પૃ. ૯૮) → સર્વે ગુણો ગુણી પ્રત્યેની પરતંત્રતાથી જ સાધ્ય છે.. (પૃ. ૯૯) → દોષસેવન + અપશ્ચાત્તાપ = ચારિત્રભ્રંશ... (પૃ. ૧૧૧) → વંદન ન કરવામાં ૬ દોષો : (૧) અહંકાર, (૨) અવિનય, (૩) હીલના, (૪) નીચગોત્રકર્મનો બંધ, (૫) અબોધિ, (૬) ભવપરંપરાવૃદ્ધિ... (પૃ. ૧૧૪) .. (પૃ. ૭૮) → સંઘે પ્રમાણ કરેલા માર્ગને અવગણીને કુમતિવાળાએ વિચારેલા વચનો પર કાન ન આપવા... (પૃ. ૧૧૪) → સ્વચ્છંદ બુદ્ધિવાળાનું પારલૌકિક હિત ન જ થઈ શકે... (પૃ. ૧૧૫) → સંઘવ્યવહારને જે દૂષિત કરે તે હકીકતમાં પોતાના આત્માને ઠગે છે... (પૃ. ૧૧૬) → જે સંઘની હીલના કરે, તે ભવોભવ હીલના પામે. (પૃ. ૧૧૭) → વ્યવહારનયને અનુસરવાથી જ ક્રમશઃ નિશ્ચયશુદ્ધિની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે ... (પૃ. ૧૩૮)
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy