SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) ૭ ગુરુ એટલે ગુણોનો ભંડાર ! રાજા -મહારાજાઓનો ધનકોશ જ્યાં છીછરો લાગે... 0 ગુરુ એટલે ગુણોનો વિસ્તાર! ચક્રવર્તીની સામ્રાજ્ય - સીમા જેઓની ગુણસૃષ્ટિ પાસે વામણી સાબિત થાય. © ગુરુ એટલે ગુણોનો ગુણાકાર ! વર્ગગણિત અને બીજગણિતની ગણના જયાં ગણનાપાત્ર ય નથી.. ગુરુ દીવો; જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે. ગુરુ દેવતા; જે દિવ્યતાનું પ્રદાન કરે છે. ગુરુ આધાર; જે નિરાધારને સ્થાન આપે છે. તે કડક બનીને માર્ગ ઉપર ચાલતા શીખવે છે, સરળ બનીને સ્થિરતા પ્રદાન કરે છે, વાત્સલ્યથી કુવિચારો વિલીન કરાવે છે, જ્ઞાન દ્વારા સુવિચારોનું આરોપણ કરે છે.. આવા અગણિત ગુણોના સ્વામી ગુરુદેવ જ્યારે સાધકના અંતરાત્મામાં પ્રતિષ્ઠિત બને છે, ત્યારે જીવનનો પાપકારી પૂર્વાર્ધ બધો જ ભુલાઈ જાય છે અને ઉત્તમતાનો ઉત્તરાર્ધ શરૂ થાય છે. ગુરુની લાલ આંખ શિષ્યને પ્રમાદસેવનથી બચાવતી રહે છે, તો ગુરુની અમી નજર શિષ્યને નિરાશાની ગર્તા તરફ ધકેલાઈ જતા બચાવતી રહે છે.. દવા વિના કદાચ આખી જિંદગી ખેંચી શકાય, ખોરાક વિના કદાચ કેટલાક અઠવાડિયાઓ ખેંચી શકાય, પાણી વિના કેટલાક દિવસો કાઢી શકાય. પણ, ઑક્સિજન વિના? એક મિનિટ પણ કાઢી શકાય નહીં.. ગુરુ ભગવંત ઑક્સિજનની ગરજ સારે છે. ઉત્સાહકે આનંદ, શક્તિ કે શુદ્ધિ, ઉન્નતિ કે પ્રગતિ.. એ બધું ગુરુ ભગવંત તરફથી જ મળતી રહેતી બહુમૂલ્ય શ્રીમંતાઈ છે. તેમના શિરછત્ર વિનાનું જીવન દરિદ્રતુલ્ય બની રહે, એમાં બિલકુલ અતિશયોક્તિ નથી. વાસ્તવમાં, સંયમજીવનમાં આગળ વધવા માટે, અહંકારાદિ દોષોથી છૂટકારો મેળવવા માટે અને લાગણીઓના જળને સાચા સરનામે ઢોળવા માટે ગુરુની જરૂર સહુ કોઈને રહે છે જ. એમાં કોઈ બેમત નથી. એ ગુરુ ભગવંત માટે આદર - અહોભાવની તરબતર લાગણીઓ સાથે એમ કહેવા દિલ લાલાયિત થઈ જાય છે કે, गुरु का ध्यान, गुरु का ज्ञान, गुरु बिन हर दिन रातसमान । गुरु की गरिमा, गुरु की महिमा, गुरु बिन हर पल धूलसमान । આવા ગુરુતત્ત્વનો અપરંપાર મહિમા સુસ્પષ્ટ હોવા છતાં પણ કાળની બલિહારી છે કે કેટલાક જીવો અહંકાર-ઈર્ષ્યા વગેરે તુચ્છ પરિણામના કારણે એ તારક પણ ગુરુતત્ત્વ પર શ્રદ્ધા ધરાવતા નથી.. રે ! આગળ વધીને એ ગુરુતત્ત્વને ગુરુ તરીકે કે સાધુ તરીકે પણ માનવા તૈયાર થતા નથી ! તેઓનું માનવું એ જ છે કે – હમણાં વિચરતા તમામ સાધુઓ શિથિલાચારી - પાસત્કાદિરૂપ છે.. તેઓની પાસે જવું નહીં – વંદનાદિ પણ ન કરવા.. !
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy