SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) og માર્ગસર્વવમ ઃ ગુરુ ? છે. (વિવેચકીય વક્તવ્યમ) યોગાનન્દજી નામના એક સાધક યોગી, સાધના પ્રત્યેના અદમ્ય આકર્ષણથી ખેંચાઈને ગુરુ યુક્તશ્વરગિરિ પાસે આવી પહોંચ્યા.. ગુરુ ભગવંત તેમને પ્રારંભિક સાધનાના પાઠો શીખવી રહ્યા હતા.. કોણ જાણે કેમ, યોગાનન્દજીને લાગ્યું કે ગુરુજી બહુ જ ધીમી ગતિએ શીખવાડી રહ્યા છે. આ ગતિએ તો સાધનાના શિખર પર ક્યારે પહોંચાય? ભારતીય યોગીઓની વિદ્યુત પરંપરાથી અજ્ઞાત યોગાનન્દજીને એ ખ્યાલ નહોતો કે અહીં તો ગુરુ જ બધું છે.. પૂરી સાધનાપદ્ધતિ ગુરુના હાથમાં જ હોય છે.. અને તેઓ કો'ક અકળ સૂઝથી શિષ્યો પર કામ કરી રહ્યા હોય છે.. એક રાત્રે, આશ્રમને છોડી યોગાનન્દજી બીજા ગુરુના આશ્રમે ગયા. ત્યાં થોડા દિવસ રોકાયા પછી ત્યાંય સંતોષ ન થતાં અન્ય એક ગુરુના આશ્રમે ગયા. ચાર-પાંચ સ્થાન બદલ્યા પછી થયું કે આના કરતાં તો પોતે પોતાના ગુરુ પાસે હતાં તે જ બરાબર હતું. એક રાત્રે ગુપચૂપ આવીને તેમણે ગુરુના આશ્રમમાં સ્થાન લઈ લીધું. બીજા દિવસથી ગુરુ પાસે શિક્ષા પણ શરૂ થઈ ગઈ. બે-ત્રણ દિવસ થયા. ગુરુજી એ જ વાત્સલ્યથી યોગાનન્દજીને ભણાવે છે. યોગાનન્દજીની આંખોમાં આંસુ ભરાઈ ગયા. ડૂસકા સાથે એમણે કહ્યું: ‘ગુરુદેવ! આવો તમારો અપરાધ મેં કર્યો. તેમને કહ્યા વિના અહીંથી નીકળી ગયો.. ફરી ચૂપચાપ આવી ગયો, તો પણ તમે કેમ કાંઈ લડતાં નથી? એ વખતે ગુરુના શબ્દો બહુ જ પ્યારા હતાઃ “યોગાનન્દ ! ગુરુના વાત્સલ્યની નદીને કિનારા નથી હોતા! પ્રેમની એ નદી, અસીમરૂપે વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે.” શિષ્યની આંખોનાં હર્ષાશ્રુ ગુરુના એ અપરિમિત દાનને ઝીલી રહ્યા..! વાત આ છે - દુબુદ્ધિ વગેરેના કારણે શિષ્યના વિચારો બદલાય, વૃત્તિઓ બદલાય, પ્રવૃત્તિઓ બદલાય.. એ બને. પણ ગુરુનો વાત્સલ્યસ્રોત અવિરતપણે વહેતો રહે છે. એમાં કદીઅલના કે પ્રતિબંધ આવે નહીં. અહો ! જગતની તમામ કૂટનીતિના દાવપેચથી પર એવી આ ગુરુભગવંતની હૃદયધારા હોય છે. કયા શબ્દોમાં તેમનું ગુણવર્ણન કરાય? ખરેખર,
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy