SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ गुरुतत्त्वसिद्धिः (૩) અને (તેવો પશ્ચાત્તાપ ન હોવાનું કારણ એ જ કે -) તે ગુરુની આગળ જઈ પોતાના દોષોને કહેતો નથી.. (૪) અથવા દોષોને કહે, પણ પછી ગુરુએ આપેલાં પ્રાયશ્ચિત્તને તે કરતો નથી (ઉપવાસાદિ દ્વારા તેને વાળતો નથી.) (૫) અશુદ્ધ આહાર લેવા વગેરેથી અટકતો નથી.. આવા પ્રકારનો જીવ કેટલાક કાળ પછી નિષ્ફરપરિણામી થઈ ચારિત્રથી ભ્રષ્ટ થાય છે.. અને જે મૂળગુણોની વિરાધના કરે છે, તે તરત જ ભ્રષ્ટ થાય છે.. આ પરથી સ્પષ્ટ જણાય છે કે, પાર્થસ્થાદિના સ્થાનોને સેવનારો પણ જો પશ્ચાત્તાપાદિના પરિણામવાળો હોય, તો તેઓમાં પણ ચારિત્ર રહે છે જ. (તત્કાળ તેઓ અસંયત ન બને.) એટલે વર્તમાનકાલીન બકુશ-કુશીલ નિગ્રંથો, કેટલાક પાર્શ્વસ્થસ્થાનોને સેવતા હોવા છતાં પણ, પશ્ચાત્તાપાદિના પરિણામવાળા હોઈ અને શક્તિ-સામર્થ્ય મુજબ યત્ન કરતાં હોઈ વંદનીય જ છે - એવું જણાવવા કહે છે - તતો – "गुणाहिए वंदणयं छउमत्थो गुणागुणे अयाणंतो । વંરિષ્ના ગુનાહીને દિવં વાવિ વંલાવે ?૪૭ના” इति आवश्यकवचनप्रामाण्यात् कालोचितयतनया यतमाना यतयो गुणाधिकत्वात् श्राद्धानां वन्द्या एव । —- ગુરગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચનઃ - તેથી આવશ્યકમાં કહ્યું છે કે - “ઉત્સર્ગે ગુણાધિક સાધુઓને વંદન કરવાના છે. (પણ આ મહાત્મા ગુણાવિક છે કે ગુણહીન? એવું સ્પષ્ટ જણાય નહીં. એટલે તો) બીજા આત્મામાં રહેલા ગુણ કે અવગુણને નહીં જાણતો છvસ્થ શું કરવાનો? – એ જ કે પોતાનાથી ગુણહીનને વંદન કરશે અને ગુણાધિક પાસેથી વંદન લેશે.” (અને આ બંને રીતે દોષ લાગે - ગુણહીનને વંદન કરવામાં, તેનામાં રહેલા અવગુણોની=દોષોની અનુજ્ઞા થાય અને ગુણાધિક પાસેથી વંદન લેવામાં વિનય છોડાયેલો થાય.. એટલે તો આ વિષયમાં મૌન રહેવું જ શ્રેષ્ઠ છે, વંદન કરવાથી સર્યું..) એવી શિષ્યની આશંકા શમાવવા, વ્યવહારનયને અનુસરી ગુણાધિકપણું જાણવાનું કારણ બતાવતાં આવશ્યકમાં આગળ કહ્યું છે કે - “આલય, વિહાર, સ્થાન, ગમન, ભાષા અને વિનય -આ બધા પરથી ‘આ સુવિહિત છે એવું જાણવું શક્ય જ છે..” (આવશ્યકનિયુક્તિ શ્લોક-૧૧૪૮,૧૧૪૯)
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy