SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता १११ (૧) “પાળ પુwi' ઇત્યાદિ લક્ષણવાળા જે દ્રવ્યલિંગી (=માત્ર વેષધારી સાધુઓ) છે, તેઓ અસંયત જ છે, તેઓમાં લેશમાત્ર પણ સંયમના પરિણામ નથી.. અને, (૨) “વીયામેણIો ન રવરવરૂ' એ બધા જે સ્થાનો બતાવ્યાં, તે પાર્થસ્થાદિનાં સ્થાનો છે.. તે સ્થાનોને વારંવાર સેવતો, લેશમાત્ર પણ પશ્ચાત્તાપ વગરનો અને પાછો ગુરુની પાસે તે સ્થાનોની આલોચના ન કરતો જીવ ધીમે-ધીમે કેટલાક કાળ પછી અસંયત =ચારિત્રપરિણામથી શૂન્ય) બને છે.. (તત્કાળ અસંયત બને એવું નથી. આલોચના-પશ્ચાત્તાપ-પુનઃઅકરણસંકલ્પ વગેરે હોય, તો ચારિત્ર રહે છે જ..). આ વાત અમે માત્ર પોતાની બુદ્ધિથી નથી કહી, પણ બૃહત્કલ્પમાં પણ જણાવી છે – એવું બતાવવા, ગ્રંથકારશ્રી કહે છે - न चायमर्थः स्वमनीषिकयोच्यते, यदुक्तं श्रीकल्पेऽपि तृतीयखण्डे - एसणदोसे सीयइ, अणाणुतावी ण चेव वियडेइ । णेव य करेइ सोथिं, ण य विरमति कालतो भस्से ॥४५२०।। अत्र वृत्तिः - एषणादोषेषु सीदति । तद्दोषदुष्टं भक्त-पानं गृह्णातीत्यर्थः, पुरःकर्मादिदोषदुष्टाहारग्रहणेऽपि न पश्चात्तापवान् । न चाशुद्धाहारग्रहणाद्विरमति । न विकटयति गुरूणां पुरतः स्वदोषं प्रकाशयति । विकटयति वा परं गुरुदत्तं प्रायश्चित्तं न करोति । एवं कुर्वन् कियताऽपि कालेन चारित्रात् परिभ्रश्येदिति । – ગુરુગુણરશ્મિ – * દોષસેવન + અપશ્ચાત્તાપ=ચાસ્ત્રિભ્રંશ ભાવાર્થ+વિવેચન - ઉપર કહેલી વાત ( દોષ સેવનારો તત્કાળ અસંયત ન બને, પણ પ્રાયશ્ચિત્તપશ્ચાત્તાપશૂન્ય કાળાંતરે અસંયત થાય – એ બધી વાતો અને પોતાની બુદ્ધિમાત્રથી નથી કહી, પણ બૃહત્કલ્પગ્રંથમાં પણ (ત્રીજા ભાગમાં) કહી છે. તે આ પ્રમાણે “એષણા દોષોને સેવે , પશ્ચાત્તાપ વગરનો, ગુરુ પાસે આલોચના ન લે, શુદ્ધિ ન કરે, અટકે નહીં - તે કાળાંતરે ભ્રષ્ટ થાય.” (શ્લોક-૪૫૨૦) વૃત્તિ-અર્થ:(૧) જે જીવ એષણાદોષોમાં સીદાય છે, અર્થાત્ તેવા દોષવાળા આહાર-પાણી લે છે.. (૨) અને તેવો પુર:કર્મ વગેરે દોષવાળો આહાર લીધા પછી પણ “અરે ! મારા વડે આ ખોટું કરાયું” એવા માનસિક સંતાપરૂપ પશ્ચાત્તાપને રાખતો નથી..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy