SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता अङ्कुराद्यवस्थाः सम्भवन्ति । तथाहि - प्रथमं तावत् सर्वश्रेयोमूलकल्पो गुरुः अन्वेषणीयः, ततः तन्मुखविनिर्गतदेशनाश्रवणात् सञ्जातशुभपरिणामः समुच्छलितजीववीर्यः समुदितसम्यक्त्वगुणादिग्रहणबुद्धिः समागत्य गुरोः समीपे, नमस्कृत्य परमभक्त्या गुरोः पादपङ्कजम्, सम्यक्त्वसामायिकादि प्रतिपद्यते ।। – ગુરુગુણરશ્મિ – * શાસન શ્રાવકોથી ન ચાલે * ભાવાર્થ+વિવેચન -પૂર્વપક્ષ - વર્તમાનકાળમાં સાધુઓ ભલે ન હોય, પણ સંવિગ્ન સાધુઓના પક્ષપાતવાળા, જ્ઞાન-દર્શન-ચરિત્રનું પાલન કરનાર એવા શ્રાવકો છે જ અને આવા શ્રાવકોથી જ તીર્થ ચાલી જશે (માટે શાસન-ઉચ્છેદની આપત્તિ નહીં આવે..) ઉત્તરપક્ષ - આવું જ કેટલાકો દ્વારા બોલાય છે, તે પણ ગુરુની ઉપાસના ન કરેલાનું વચન છે, કારણ કે ગુરુઓ- સાધુઓ એ તો મૂળ બીજ છે. અને મૂળ બીજ વિના, ઉત્તરકાળમાં થનારી (=પછીના સમયમાં આવનારી) અંકુર વગેરે અવસ્થાઓ સંભવી શકે નહીં. (તથાદિક) તે આ પ્રમાણે - સૌ પ્રથમ સર્વ કલ્યાણના મૂળ સમાન ગુરુની શોધ કરવી જોઈએ.. (ગુરુથી જ યથાર્થ માર્ગ પામવા દ્વારા કલ્યાણ થવું સંભવિત છે. તે જણાવે છે.) ગુરુ શોધ્યા પછી, ગુરુના મુખકમળથી નીકળેલી દેશના સાંભળે.. ગુરુદેશનાનું માહામ્ય * તે દેશના સાંભળવાથી (૧) શુભ પરિણામો (રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પોના હ્રાસથી નિર્મળતમ અધ્યવસાયધારાઓ) ઉત્પન્ન થાય છે, (૨) આત્મવીર્ય (=જિનશાસનના યોગોને આત્મસાત્ કરવાનો ઉલ્લાસ) ઊછળે છે, અને (૩) સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, શ્રુતજ્ઞાન વગેરે ગુણોના સમુદાયને લેવાની (=પોતાના જીવનમાં તે ગુણો ઊતારવાની) બુદ્ધિ જાગે છે.. એટલે આવો (=ઉત્પન્ન થયેલા શુભપરિણામવાળો, ઊછળેલા જીવવીર્યવાળો અને સમ્યક્વાદિ ગુણોને લેવાની બુદ્ધિવાળો એવો) જીવ, ગુરુની પાસે આવીને, પરમ ભક્તિથી ગુરુના ચરણકમળને નમીને સમ્યક્તસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક વગેરે સ્વીકારે છે.. તો અહીં બધા ગુણોને પામવાનું મૂળ બીજ ગુરુ જ કહ્યું છે.. હવે જો વર્તમાનકાળમાં કોઈ નિગ્રંથ ગુરુ માનો જ નહીં, તો – મૂળ બીજ વિના તેનાથી આગળ થનારા અંકુરારિરૂપ - સમ્યક્તાદિ ગુણો આવી શકે જ નહીં. જ અહીં ચારિત્ર તરીકે દેશચારિત્ર લેવું , કારણ કે પૂર્વપક્ષની માન્યતાનુસાર સર્વચારિત્ર હાલ રહ્યું જ નથી..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy