SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૭ - अथ पूर्वभवकृतपापपरिज्ञानाऽभावात्कुतस्तदालोचनम् ? कुतस्तरां च तत्प्रायश्चित्तम् ? इति चेत् ?, न, एतद्भवकृतानामपि विस्मृतानामिव पूर्वभवकृतानामपि पापानां सामान्यज्ञानेनालोचनप्रायश्चित्तसम्भवात् । अत एव मिथ्यात्वहिंसादेः पारभविकस्यापि निन्दागर्हादिकम् - ૨૮ इहभवियमन्नभवियं मिच्छत्तपवत्तणं जमहिगरणं । जिणपवयणपडिकुट्टं दुट्टं गरिहामि तं पावं ।। (चतु० प्रकी० ५०) ‘ईह भवे अन्नेसु वा भवग्गहणेसु पाणाइवाओ कओ वा काराविओ वा कीरंतो वा परेहिं समगुण्णाओ तं निंदामि गरिहामि' इत्यादि चतुःशरणप्रकीर्णक-पाक्षिकसूत्रादावुक्तम् । पापप्रतिघातगुणबीजाधानसूत्रे हरिभद्रसूरिभिरप्येतद्भवसम्बन्धि भवान्तरसम्बन्धि वा पापं यत्तत्पदाभ्यां परामृश्य मिथ्यादुष्कृतप्रायश्चित्तेन विशोधनीयमित्युक्तम् । तथाहि - 'सरणमुवगओ अ एएसिं गरिहामि दुक्कडं । जण्णं अरहंतेसु वा सिद्धेसु वा आयरिएसु वा उवज्झाएसु वा साहूसु वा साहुणीसु वा अन्नेसु वा धम्मट्ठाणेसु माणणिज्जेसु पूअणिज्जेसु तहा माईसु वा पिईसु वा बन्धूसु वा मित्तेसु वा उवयारिसु वा ओहेण શંકા ઃ પૂર્વભવમાં કરેલા પાપોની ભવાન્તરમાં જાણકારી ન હોવાથી તેને આલોચના શી રીતે થાય ? (પરભવે પણ પ્રાયશ્ચિત્ત સંભવિત) સમાધાન ઃ જેમ આ ભવમાં કરેલાં પણ ભૂલાઈ ગયેલાં પાપોનું સામાન્ય જ્ઞાન હોવાથી પ્રાયશ્ચિત્ત થાય છે તેમ પૂર્વભવકૃત પાપોનું પણ થઈ શકે છે. તેથી પરભવમાં કરેલાં પણ મિથ્યાત્વ-હિંસાદિ પાપોની નિન્દા-ગર્હા વગેરે કરવાનાં કહ્યાં છે, માત્ર આ ભવના મિથ્યાત્વાદિ પાપોની નહિ. જેમકે ચઉસરણપયન્નામાં કહ્યું છે કે + “આ ભવમાં કે અન્યભવમાં જે મિથ્યાત્વપ્રવર્તન, અધિકરણ કે જિનપ્રવચન વિરુદ્ધ કાર્ય કર્યું હોય તે દુષ્ટ પાપને ગહું છું.” + પાક્ષિક સૂત્રમાં કહ્યું છે કે + “આ ભવમાં કે અન્ય ભવમાં પ્રાણાતિપાત (હિંસા) મારાથી કરાયો હોય, બીજા પાસે કરાવાયો હોય કે બીજાઓ વડે કરાતા તેની અનુમોદના કરાઈ હોય તેની હું નિંદા-ગર્હા કરું છું.” + શ્રીપંચસૂત્રના પાપપ્રતિઘાતગુણબીજાધાનસૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ ‘યત્ (જે) તત્ (તે) પદથી આ ભવનાં કે પરભવનાં પાપોનો પરામર્શ (ઉલ્લેખ) કરી ‘મિચ્છામિદુક્કડમ્' રૂપ પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ કરવાનું કહ્યું છે. તે એની વ્યાખ્યાને અનુસરીને આ રીતે + “શ્રી અરિહંતાદિના શરણે ગયેલો હું નીચેના વિષયોમાં થયેલા દુષ્કૃતને ગહું છું. અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, સાધ્વીઓ, અન્ય માનનીયપૂજનીય ધર્મસ્થાનો, તથા માતા, પિતા, બંધુઓ, મિત્રો, ઉપકારીઓ, અથવા સામાન્યથી માર્ગસ્થિત= १. इहभविकमन्यभविकं मिथ्यात्वप्रवर्त्तनं यदधिकरणम् । जिनप्रवचनप्रतिक्रुष्टं दुष्टं गर्हे तत्पापम् ॥ २. इहभवेऽन्येषु वा भवग्रहणेषु प्राणातिपातः कृतो वा कारितो वा क्रियमाणो वा परैः समनुज्ञातस्तं निन्दामि गर्हे ॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy