SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 39 આરાધક-વિરાધક ચતુર્ભગી चित्परिणामविशेषवशादागमानुपात्यपि स्यात् । तदुक्तमुपदेशमालायां (४२५) "अपरिणिच्छियसुयणिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स । सव्वुज्जमेण वि कयं अन्नाणतवे बहुं पडइ ।।" રૂતિ ! एतद्वृत्तिर्यथा-'अपरिनिश्चितः सम्यगपरिच्छिन्नः, श्रुतनिकषः आगमसद्भावो येन स तथा तस्य, केवलमभिन्नम् अविवृतार्थं यत्सूत्रं विशिष्टव्याख्यानरहितं सूत्रमात्रमित्यर्थः, तेन चरितुं तदनुसारेणानुष्ठानं कर्तुं धर्मो यस्य सोऽभिन्नसूत्रचारी तस्य, सर्वोद्यमेनापि समस्तयत्नेनापि कृतमनुष्ठानं अज्ञानतपसि पञ्चाग्निसेवनादिरूपे बहु पतति-स्वल्पमेवागमानुसारि भवति, विषयविभागविज्ञानशून्यत्वादिति ।।' यद्यपि स्वमत्या प्रवर्त्तमानानां घुणाक्षरन्यायात्समागतं किञ्चिच्छुद्धमपि कृत्यं नागमानुपाति, अन्यथा निह्नवानामपि तदापत्तेः, तथाऽपि शुद्धक्रियाजन्यनिर्जराप्रतिबन्धकस्वमतिविकल्पे 'यत्किञ्चिदागमानुपाति शिष्टसंमतं च तत्प्रमाणं न तु मन्मतानुसारित्वेनैवागमः प्रमाणं' इत्येवंविधोऽनभिनिवेशविकल्प उत्तेजक इति न दोषः । तदेवं આ પ્રવૃત્તિઓ મોટા ભાગે તો અજ્ઞાનકષ્ટ રૂપે જ પરિણમે છે. તેમ છતાં તેના વિશેષ પ્રકારના પરિણામના કારણે ક્યારેક ક્યાંક આગમાનુસારી કૃત્યરૂપે પણ એ પરિણમે છે. ઉપદેશમાળા (૪૨૫)માં કહ્યું છે કે આગમમાં કહેલા યથાર્થભાવને જેણે સમ્યફ જાણ્યો નથી, કિન્તુ સૂત્રની વિશિષ્ટ વ્યાખ્યાને જાણ્યા વગર અભિન્ન અવિવૃત સૂત્રમાત્રને અનુસરીને અનુષ્ઠાન કરવાના સ્વભાવવાળો જે છે તેણે સમસ્ત પુરુષાર્થ ફોરવીને કરેલું અનુષ્ઠાન મોટાભાગે ઇતર તાપસાદિના પંચાગ્નિસેવન વગેરે રૂપ અજ્ઞાનકષ્ટમાં જ ગણતરી પામે છે, કેમ કે તાપસાદિની જેમ તે પણ વિષયોના હેય-ઉપાદેયાદિ વિભાગને જાણતો હતો નથી.” (વિશિષ્ટ નિર્જરા પ્રત્યે પ્રતિબંધક અને ઉત્તેજક) જો કે સ્વમતિ મુજબ પ્રવર્તતા જીવોનું ઘુણાક્ષર ન્યાયે થઈ ગયેલ કોઈક શુદ્ધ કાર્ય પણ આગમાનુસારી કૃત્ય બનતું નથી, કેમ કે નહીંતર તો નિહ્નવોના પણ ગોચરીમાં દોષપરિહાર વગેરે રૂપ સ્વરૂપતઃ શુદ્ધ એવા અનુષ્ઠાન આગમાનુસારી બની જવાની આપત્તિ આવે. (આના પરથી ફલિત એ થાય છે કે સ્વમતિવિકલ્પ શુદ્ધક્રિયાજ નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે.) તેમ છતાં “મારાં જે કોઈ અભિપ્રાય વગેરે આગમને અનુસરનારા હોય અને શિષ્ટસંમત હોય તે જ પ્રમાણ છે. આગમ મારા અભિપ્રાયને અનુસરનારા હોવાથી પ્રમાણ છે એવું નથી.” એવો અનભિનિવેશવિકલ્પ નિર્જરા પ્રત્યે ઉત્તેજક છે. (“મારી બુદ્ધિમાં જે બેસે તે જ સાચું અને તેને અનુસરનાર હોય તે જ આગમ પ્રમાણ છે” એવો વિકલ્પ અભિનિવેશરૂપ છે. ઉક્તવિકલ્પ આનાથી વિપરીત હોઈ અનભિનિવેશવિકલ્પ છે) તેથી ઉક્ત (સૂત્રરુચિવગેરેવાળા) એકલવિહારી સાધુને સ્વમતિવિકલ્પરૂપ નિર્જરા પ્રતિબંધક હાજર હોવા છતાં આવો અનભિનિવેશવિકલ્પ — — १. अपरिनिश्चितश्रुतनिकषस्य केवलमभिन्न श्रुतचारिणः । सर्वोद्यमेनापि कृतमज्ञानतपसि बहु पतति ॥ — — — — — — — —
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy