SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૫ पायं अभिन्नगंठी तमाउ तह दुक्करंपि कुव्वंता । बज्झा व ण ते साहू धंखाहरणेण विनेया ।। त्ति । तथाऽपि न सर्वेषां सदृशः परिणाम इति यस्यैकाकिनो विहारिणो नातिक्रूरः परिणामः, किन्तु मृगपर्षदन्तर्गतस्य साधोरपवादादिभीरुतयैव तथाविधकर्मवशाद् गच्छवासभीरुतयैवैकाकित्वं संपन्नं, सूत्ररुचिश्च न निवृत्ता, तस्य स्वमत्यनुसारेण सदाप्रवृत्तेर्बवज्ञानकष्टे पतति । किञ्चित्तु कदाનથી, સ્વકીય કદાગ્રહના કારણે ક્રિયામાં રત છે. શાસનહીલનાના હેતુભૂત છે, છે, તેઓ પ્રાયઃ અભિન્નગ્રન્થિક હોય છે. તેઓ અજ્ઞાનથી દુષ્કર તપ વગેરે કરતાં હોવા છતાં બાહ્ય કુતીર્થિકોની જેમ સાધુ નથી એ ધ્વાંક્ષના=કાગડાના ઉદાહરણથી જાણવું, (કેવો એકાકી દેશઆરાધક સંભવે?) આમ એકલવિહારી તો પ્રાયઃ સાધુ કે સમ્યક્ત્વી જ હોતા નથી, છતાં પણ બધા એકાકીઓનો પરિણામ એકસરખો હોતો નથી. મૃગપર્ષમાં રહેલ કોઈ સાધુ (કોઈ અગીતાર્થ સાધુ) ગુરુ પરનો દ્વેષ વગેરે રૂપ તેવા અતિક્રૂર પરિણામના કારણે નહિ કિન્તુ અપવાદ વગેરેનો ભય હોવાના કારણે એકલવિહારી બન્યા હોય છે. કોઈ વસ્તુના ઉત્સર્ગપદે કરેલા નિષેધને તે સૂત્રથી જાણતો હોય છે. પણ અર્થપત્તિથી અપવાદપદે તેની જે અનુજ્ઞા હોય છે, તેને તે જાણતો હોતો નથી. તેથી અપવાદપદે અનુજ્ઞાત એવી તે વસ્તુને નિષિદ્ધ જ માનતો એ પોતાનાથી તે સેવાઈ ન જાય એવા ભયવાળો હોય છે. આજ કારણે તે ગચ્છવાસથી પણ ભીરુ હોય છે. કેમકે ગચ્છવાસમાં આવી ઉત્સર્ગનિષિદ્ધ અનેક વસ્તુનું અવારનવાર સેવન સંભવિત છે.) આ ગચ્છવાસભીરુતાના કારણે જ વિચિત્રકર્મોદયવશાત્ જે એકાકી બન્યો હોય છે અને છતાં સૂત્રરુચિ (સૂત્રને અનુસરીને વર્તવાની રુચિ) ખસી ન હોવાથી સૂત્રના સ્વમતિ મુજબ અર્થ કરી એ પ્રમાણે “હું શાસ્ત્રને અનુસરીને વર્તુ .” એવા આશ્વાસન સાથે હંમેશા પ્રવૃત્તિ કરે છે. તેની १. प्रायोऽभिन्नग्रन्थयस्तमसस्तथा दुष्करमपि कुर्वन्तः । बाह्या इव न ते साधवः ध्वांक्षोदाहरणेन विज्ञेयाः ।। ૨. સુસ્વાદુ, શીતળ, સ્વચ્છ અને કમળોની રજકણોથી સુગંધી બનેલાં એવા જળવાળી કોઈક મનોહર વાવડી હતી. તેના કિનારે ઘણા કાગડાઓ હતા એમાંથી થોડા તૃષાતુર બન્યા હતા. પાણીને શોધતાં એવા પણ તેઓએ વાવડીમાં જતાં નહોતા. તેથી પછી જળાર્થી એવા તેઓ પોતાની આગળ મૃગજળના સરોવરો જોઈને વાવડીને છોડીને તે તરફ ઉપડ્યા. એ વખતે કોકે તેઓને સલાહ આપી કે “આ તમે જે આગળ જુઓ છો એ તો મૃગજળ છે, જો તમે ખરેખર જળાર્થી છો તો વાવડી તરફ જ જાવ.” આ સાંભળીને કેટલાંક કાગડાઓ વાવડીએ જ પાછા ફર્યા. બાકીના ઘણા કાગડાઓ આ વચનને અવગણીને મૃગજળ તરફ ગયા. તેથી જળને ન પામવાથી તેઓ વિનાશ પામ્યા. જેઓ વાવડીએ પાછા ફર્યા તેઓ પાણી પીને કૃતાર્થ બન્યા. આમાં ગુણાલય એવો ગુરુગચ્છ એ વાવડી છે, ધર્માર્થીઓ એ કાગડા છે અને ચારિત્ર એ પાણી છે. ગુરુગચ્છની બહાર રહેવું એ મૃગજળનું સરોવર છે. પેલી સલાહ આપનાર એ તે ધર્માર્થી જીવોની કૃપામાં તત્પર ગીતાર્થ જાણવો. કદાગ્રહના કારણે જે રાંકડાં ગુરુગચ્છથી બહાર નીકળી ગયા, તેઓ મૃગજળ તરફ જનારા કાગડાઓની જેમ ચારિત્રનું ભોજન ન બની શક્યા. જે થોડા ધન્ય જીવો સબોધ થવાથી ગુરગચ્છમાં પાછા ફર્યા તેઓ વાવડીએ પાછા ફરેલા કાગડાઓની જેમ ચારિત્રનું ભાજન બન્યા.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy