SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્તી-મિથ્યાત્વીના અકરણનિયમમાં ફળતઃ શુભાશુભતા - પૂર્વપક્ષ ૧૫૯ यद्-यस्मात् कारणाद् द्वादशाङ्गं रत्नाकरोपमया शुभाशुभसर्वप्रवादमूलं, तस्मात्कारणात्स्वरूपतः फलतश्च यावत्सुन्दरमात्मनिष्ठाकरणनियमादिवाच्यवाचकं वाक्यादिकं तत्तस्मिन् द्वादशाङ्गे, एवकारो गम्यः, द्वादशाङ्ग एव समवतारणीयं, तत्र वर्त्तत एवेत्यर्थः, द्वादशाङ्गस्य सर्वोत्कृष्टश्रुतत्वेन तद्व्यापकभूतस्य सर्वसुन्दरात्मकत्वस्यावश्यंभावात्, परं सम्यग्दृशां यावत्सुन्दरं तावत्सर्वमपि द्वादशाङ्गमूलकमुदितं भवति, फलतोऽपि शुभत्वात्, तदाराधनविधिपरिज्ञानाच्च । तच्च सानुबन्धपुण्यप्रकृतिहेतुः । मिथ्यादृशां तु स्वरूपतः क्वचिदंशे शुभत्वेऽपि फलतोऽशुभत्वमेव इति विरुद्धस्वरूपपरिणतयोरुभयोः सम्यग्मिथ्यादृशोरकरणनियमयोरभेदेन भणनमुदितस्याकरणनियम | (સવપ્લવાયમૂલ શ્લોકની પૂર્વપક્ષીકૃત વ્યાખ્યા) દ્વાદશાંગી રત્નાકરની ઉપમાથી શુભ-અશુભ સર્વપ્રવાદોના મૂળભૂત હોવાથી આત્મામાં રહેલા અકરણનિયમ વગેરે ચીજોના વાચક જે કોઈ સ્વરૂપે અને પરિણામે પણ સુંદર એવા વાક્ય વગેરે હોય તે બધાનો દ્વાદશાંગમાં જ સમવતાર કરવાનો હોય છે. અર્થાત્ તે બધું દ્વાદશાંગમાં રહેલું જ હોય છે, કેમ કે દ્વાદશાંગી સર્વોત્કૃષ્ણુતરૂપ હોઈ તેનું વ્યાપક સર્વ સુંદરાત્મકત્વ તો ત્યાં અવશ્ય રહ્યું જ હોય છે. અહીં વિશેષતા એ છે કે સમ્યગ્દષ્ટિનું જે કંઈ સુંદર અકરણનિયમાદિ હોય તે બધું દ્વાદશાંગમૂલક ઉદિત થયું હોય છે. (અર્થાત્ દ્વાદશાંગીમાંથી પ્રાપ્ત થયું હોય છે,) કેમ કે ફલતઃ (પરિણામે) પણ શુભ હોય છે. તે પણ એટલા માટે કે - તે દ્વાદશાંગી વગેરે શ્રુતમાંથી જ તેની આરાધનાવિધિનું પણ તેને સમ્યકજ્ઞાન થાય છે. જે આરાધનાવિધિયુક્ત એવું આ અકરણનિયમાદિ સાનુબંધપુણ્યપ્રકૃતિબંધના હેતુભૂત હોવાથી પરિણામે પણ સુંદર એવા ફળને આપે છે. માટે એ ફલતઃ પણ સુંદર હોય છે.) જ્યારે મિથ્યાષ્ટિના અકરણનિયમ વગેરે જે કંઈ સ્વરૂપે અમુક અંશમાં સુંદર હોય છે તે પણ ફળતઃ તો અશુભ જ હોય છે, કેમ કે તેણે તેની આરાધનાવિધિનું તે આરાધનાવિધિપ્રાયોગ્ય ક્ષયોપશમ ન હોવાથી જ્ઞાન થયું હોતું નથી તેથી તેના અકરણનિયમ વગેરે તો નિરનુબંધ પુણ્યપ્રકૃતિબંધના હેતુ બનતા હોઈ પરિણામે દુર્ગતિમાં જ લઈ જાય છે. (એટલે કે તે અકરણનિયમાદિ ફળતઃ અશુભ હોય છે.) અહી આ તાત્પર્ય છે – સુગતિહેતુભૂત હોવાથી સ્વરૂપત શુભ એવો અકરણનિયમ સમ્યકત્વી જીવોને સંયમહેતુ બનતો હોઈ ફળતઃ પણ શુભ જ બને છે, કેમકે પુણ્યાનુબંધીપુણ્યજનક હોઈ સુગતિ હેતુ બને છે. મિથ્યાત્વથી હણાયેલો એ જ અકરણનિયમ મિથ્યાત્વી જીવોને ફળતઃ અશુભ બને છે, કેમ કે જીવાદિવસ્તુતત્ત્વનું પરિજ્ઞાન ન હોઈ અસંયમનો હેતુ બનવા દ્વારા તે દુર્ગતિજનક જ બને છે. તેથી મિથ્યાત્વોપહત અકરણનિયમ આશ્રવસમાન જ છે, જેમ કે મૃત્યુના કારણભૂત વિષની જેમ વિષમિશ્રિત અન્ન પણ વિષસમાન જ છે. આમ સમ્યગ્દષ્ટિનો અકરણનિયમ શુભફળજનક હોવાના કારણે ઉદિત (=પ્રશસ્ત) બને છે જ્યારે મિથ્યાત્વીનો તે અશુભફળજનક હોવાના કારણે અનુદિત (=અપ્રશસ્ત) બને છે. આમ તે બે અકરણનિયમો વિરુદ્ધ સ્વરૂપે પરિણત થાય છે. અને તેથી તે બેનો પરસ્પર અભેદ કહેવો એ (સમ્યક્ત્વના) ઉદિત અકરણ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy