SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ ज्यन्ते, पशूनां मध्यमेऽहनि' इत्यादिप्रवादानामपि जैनागममूलकत्वापत्त्या संयतानां सावधभाषाप्रवृत्तिप्रसक्तेः । तस्मात्सर्वांशक्षयोपशमसमुत्थद्वादशाङ्गलक्षणसमुद्रस्य पुरस्तादन्यतीर्थिकाभिमतप्रवादाः समुदिता अपि बिन्दूपमा इत्यर्थो युक्तः, अन्यथा 'बिन्दुभावं भजन्ते' इति प्रयोगानुपपत्तिः स्यात्, अवयवाऽवयविनोरुपमानोपमेयभावेन वर्णने निजावयवापेक्षया महत्त्वेऽप्यवयविनो गौरवाभावाद, न ह्यङ्गुष्ठो हस्तावयवभावं भजन्ते इति हस्तस्य स्तुतिः संभवति । किञ्च समुद्रस्य बिन्दव इति भणनमप्यसङ्गतं, समुद्रप्रभवा हि वेलाकल्लोलोादयो भवन्ति, न पुनर्बिन्दवः, तेषां चोत्पत्तिमेघाद् हस्तवस्त्रादिव्यापाराद्वा स्यादिति सर्वानुभवसिद्धम् । अन्यथा समुद्रानिर्गतबिन्दुभिः समुद्रस्य न्यूनत्वापत्त्या तस्य गांभीर्यहानिः स्याद्, इत्येवं स्थिते वृत्तिव्याख्यानसङ्गतिरियम् છસો પશુઓ હોમવા” ઇત્યાદિ પ્રવાદો પણ જૈનાગમમૂલક થવાથી તે આગમ બોલનાર સુધર્માસ્વામી વગેરે સાધુઓ સાવદ્યભાષા બોલ્યા કહેવાશે. તેથી “બિન્દુભાવે ભજત્તે એવું પણ જે કહ્યું છે તેનો “સર્વાશયોપશમથી ઉત્પન્ન થયેલ દ્વાદશાંગરૂપ સમુદ્રની આગળ અન્યતીર્થિક અભિમત પ્રવાદો ભેગા થાય તો પણ બિન્દુ જેવા છે” એવો જ અર્થ યુક્ત છે. “જૈનાગમસમુદ્રના બિન્દુઓ છે.” એવો અર્થ કરવામાં તો “વિન્દુમાવં મનને એવો પ્રયોગ જ અસંગત થઈ જશે, કેમકે આવો પ્રયોગ કરીને જૈનાગમની જે સ્તુતિ કરવી છે તે થતી નથી. તે આ રીતે- “સમુદ્રના બિન્દુઓ છે એવું હોવાનો ફલિતાર્થ એ થાય કે સમુદ્ર અવયવી છે અને બિન્દુઓ અવયવ છે. હવે અવયવ - અવયવીને ઉપમાન - ઉપમેય તરીકે વર્ણન કરવામાં આવે તો અવયવીની પોતાના અવયવની અપેક્ષાએ વિશાળતા જણાતી હોવા છતાં ગૌરવ કાંઈ દેખાતું નથી કે જેથી એની સ્તુતિ થઈ જાય - જેમ કે “અંગુઠો હાથનું અવયવપણું ધરાવે છે.” એમ કહેવામાં હાથ અંગુઠા કરતાં મોટો હોવો જણાવા છતાં હાથની કોઈ સ્તુતિ થતી નથી. તેમ પ્રસ્તુતમાં પણ જૈનાગમસમુદ્રરૂપ અવયવી અને અન્ય પ્રવાદોરૂપ અવયવનું ઉપમેય - ઉપમાન તરીકે વર્ણન કરવામાં જૈનાગમની સ્તુતિ થતી નથી. વળી “સમુદ્રના બિંદુઓ છે” એવું તો કહેવું પણ અસંગત છે, કેમ કે સમુદ્રમાંથી તો મોજા-તરંગ લહરીઓ વગેરે ઉત્પન્ન થાય છે, બિંદુઓ નહિ, બિંદુઓ તો વાદળામાંથી કે પાણીમાં હાથ, વસ્ત્ર વગેરેથી ઝપાટ લગાવવાથી ઉત્પન્ન થાય છે એ વાત બધાને અનુભવસિદ્ધ છે. તેથી અન્ય શાક્યાદિકવાદો જૈનાગમમાંથી નીકળ્યા છે એવી માન્યતા રાખી પછી જૈનાગમસમુદ્રના તે બિંદુઓ છે એવું કહેવું તો શી રીતે સંગત થાય ? તેમજ સમુદ્રમાંથી તે બિંદુઓ નીકળતા હોવામાં તો સમુદ્ર એટલા બિંદુઓ નીકળ્યા હોવાથી એના જેટલો નાનો થવાથી તેની ગંભીરતા જ હણાઈ જાય. આમ અધિકૃત શ્લોકના વૃત્તિકારે કરેલા વિવેચનમાં આવી અસંગતિઓ હોઈ સંગત વિવેચન આવું જાણવું :
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy