SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ रिति एतदन्यभावं कल्पयति-द्वादशाङ्गं हि सर्वोत्कृष्टं श्रुतज्ञानं केवलज्ञानदिवाकरस्य प्रकाशभूतं केवलज्ञानमिव प्रत्यात्मवर्तित्वादधिकरणभेदेन भिन्नमपि स्वरूपतो न भिन्नं, किन्तु केवलज्ञानमिवैकमेव, तुल्यविषयकत्वात् तुल्यसंबन्धित्वाच्च, उदयमधिकृत्य तु स्वरूपतोऽपि भिन्नमेव, तत्कारणस्य क्षयोपशमस्य प्रत्यात्मभिन्नत्वात्, श्रुतज्ञानोदयस्य च क्षायोपशमिकत्वात्। ते च प्रवादा निजनिजद्वादशाङ्गमूलका अपि सामान्यतो द्वादशाङ्गमूलका एवोच्यन्ते, यथा नानाजलसंभूतान्यपि कमलानि सामान्यतो जलजान्येव। अत एव सर्वप्रवादानां मूलं द्वादशाङ्गमेवेति सामान्यतोऽभिहितं, सर्वस्यापि द्वादशाङ्गस्य सर्वोत्कृष्टश्रुतत्वेन सर्वाक्षरसंनिपातात्मकत्वात्, प्रवादा अप्यक्षरात्मका एव, પ્રત્યક્ષબાધિત થાય છે. વળી આ શ્લોકની વૃત્તિમાં જે અભિપ્રાય દેખાડ્યો છે કે “આ બધા નયવાદોની (આ બધામાંથી કોઈપણ નયવાદની) અવજ્ઞા કરવામાં જિન વચનની અવજ્ઞા દ્વારા શ્રીજિનેશ્વરદેવની અવજ્ઞા થાય છે.” તેને જો યથાર્થ માની લેવાનો હોય તો તો “જીવનો વધ કરવો” ઇત્યાદિ વચનરૂપ નયપ્રવાહનું પણ ખંડન વગેરે રૂપ અવજ્ઞા કરી શકાશે નહિ. કેમ કે એમ કરવામાં શ્રીજિનની અવજ્ઞા થવાની આપત્તિ આવે છે. માટે વૃત્તિકારે ઉક્તશ્લોકની કરેલી વ્યાખ્યા બરાબર નથી. એની વ્યાખ્યા આવી હોવી જોઈએ. (ઉપદેશપદના ઉક્ત શ્લોકની પૂર્વપક્ષી આવી નવી વ્યાખ્યાની કલ્પના કરે છે.) (કાદશાંગી અંગે પૂર્વપક્ષીની કલ્પના) દ્વાદશાંગ સર્વોત્કૃષ્ટ શ્રુતજ્ઞાન રૂપ છે. જે કેવલજ્ઞાનાત્મક સૂર્યના પ્રકાશભૂત હોય છે અને કેવલજ્ઞાનની જેમ દરેક આત્મામાં સત્તા ધરાવતું હોઈ છદ્મસ્થજીવોને કેવલજ્ઞાનની સાથે સહચરિત જ હોય છે. જુદા જુદા જીવ રૂપ અધિકરણ જુદા જુદા હોવાના કારણે જુદું જુદું એવું પણ તે સ્વરૂપથી જુદું જુદું નથી, પણ કેવલજ્ઞાનની જેમ એક જ હોય છે, કેમ કે તે દરેકના વિષયો અને સંબંધીઓ તુલ્ય હોય છે. (સત્તામાં રહેલા સર્વોત્કૃષ્ટ કૃતજ્ઞાનમાંથી જેવો ઓછોવત્તો ક્ષયોપશમ હોય તેવું ઓછુવતું શ્રુતજ્ઞાન પ્રકટ થાય છે અને જીવ એ પ્રમાણે શ્રુતજ્ઞાની બને છે. આ પ્રકટ થયેલું જ્ઞાન ઉદય પામેલું શ્રુતજ્ઞાન કહેવાય છે. આવા) ઉદયને આશ્રયીને વિચારીએ તો તો એ દ્વાદશાંગ સ્વરૂપથી પણ ભિન્ન જ હોય છે, કેમ કે તેના કારણભૂત ક્ષયોપશમ દરેક આત્મામાં જુદો જુદો હોય છે અને શ્રુતજ્ઞાનનો ઉદય (પ્રાપ્તિ) લાયોપથમિક હોય છે. તે તે વ્યક્તિએ પ્રવર્તાવેલ તે તે નયવાદો પોતપોતાના પ્રવર્તક આત્માના તે તે દ્વાદશાંગમૂલક હોવા છતાં સામાન્યથી દ્વાદશાંગમૂલક કહેવાય છે. જેમ જુદા જુદા પાણીમાં ઉત્પન્ન થયેલા કમલો સામાન્યથી જલજ (પાણીમાં ઉત્પન્ન થયેલા) કહેવાય છે. તેથી સર્વપ્રવાદોનું મૂલ દ્વાદશાંગ છે એ સામાન્યથી જ કહ્યું છે. કેમકે દરેક દ્વાદશાંગી સર્વોત્કૃષ્ટ કૃતરૂપ હોઈ સર્વાક્ષરસંનિપાતાત્મક હોય છે. અને પ્રવાદો પણ અક્ષરાત્મક જ હોય છે. અર્થાત અક્ષરોના જે કોઈ જુદા જુદા સંયોગોથી જુદા જુદા શબ્દો - વાક્યો વગેરે બનવા સંભવિત હોય તે બધા રૂપ જ દ્વાદશાંગ હોય છે. તેથી તે તે નયપ્રવાદરૂપ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy