SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૭ गुणश्रेण्यभ्युपगमप्रसङ्गः, न चैतदिष्टं, सम्यक्त्वप्रतिपत्तिमारभ्यैव कर्मग्रन्थादौ गुणश्रेण्यभिधानाद्” इति, तेषामृजुबुद्धीनां हरिभद्राचार्योपदर्शिताऽन्वर्थगुणस्थानपदप्रवृत्तिरेव मिथ्यात्वेऽपि गुणसद्भावसाक्षिणी, गुणश्रेणी च धर्मपृच्छादौ मिथ्यादृशामपि सम्यक्त्वोत्पत्त्याद्युपलक्षितैव द्रष्टव्या । यदाहाचारवृत्तिकृद् - ( अ. ४) 'इह मिथ्यादृष्टयो देशोनकोटीकोटिकर्मस्थितिकाश्च ग्रन्थिकसत्त्वास्ते कर्मनिर्जरामाश्रित्य तुल्याः, धर्मप्रच्छनोत्पन्नसंज्ञास्तेभ्योऽसंख्येयगुणनिर्जरकाः, ततोऽपि पिपृच्छिषुः सन्साधुसमीपं जिगमिषुः, तस्मादपि क्रियाऽऽविष्टः पृच्छन्, ततोऽपि धर्मं प्रतिपित्सुः, तस्मादपि क्रियाविष्टः प्रतिपद्यमानः, तस्मादपि पूर्वप्रतिपन्नोSसंख्येयगुणनिर्जरकः इति सम्यक्त्वोत्पत्तिर्व्याख्यातेति ।' यदि चैतद्वचनबलादेव चारित्रादाविव सम्यक्त्वेऽप्यभिमुखप्रतिपद्यमानप्रतिपन्नत्रयस्यैव गुणश्रेणीसद्भावात् सम्यक्त्वानभिमुखमिथ्यादृष्टेर्न मार्गानुसारित्वमित्याग्रहस्तदा संगमनयसारादेरपि मार्गानुसारित्वं न स्याद् । न हि भवान्तरव्यवधाने ऽपि गुणश्रेण्यनुकूलमाभिमुख्यं संभवति, इति सम्यक्त्वादिनियतगुणश्रेणीं विनाऽपि मिथ्यादृशामप्यल्प ૧૨૮ <0 જ પડતાં હોવાથી મિથ્યાત્વે હોવા છતાં ગુણશ્રેણી પણ માનવી પડશે જે તમને પણ ઇષ્ટ નથી કેમકે કર્મગ્રન્થ વગેરે આપણા ગ્રન્થોમાં સમ્યક્ત્વપ્રાપ્તિથી માંડીને જ ગુણશ્રેણી હોવી કહી છે” તે ભોળા જીવોને તો શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ‘ગુણસ્થાન' શબ્દ મિથ્યાત્વગુણસ્થાને પણ યથાર્થ છે, એવું જે દેખાડ્યું છે તે જ મિથ્યાત્વીઓ પણ ગુણવાન છે, એ બાબતની સાક્ષી તરીકે દેખાડવું. તેમજ તેઓને પણ ધર્મપૃચ્છા વગેરે વખતે ગુણશ્રેણી હોય છે. જેને કર્મગ્રંથ વગેરેમાં સમ્યક્ત્વઉત્પત્તિ વગેરે ગુણશ્રેણીના ઉપલક્ષણથી જણાવેલી જ હોવી માનવી. માટે તો આચારાંગના વૃત્તિકારે પણ કહ્યું છે કે “મિથ્યાત્વીઓ અને દેશોન કોડાકોડી કર્મસ્થિતિવાળા ગ્રંથિકજીવો કર્મનિર્જરાની અપેક્ષાએ તુલ્ય હોય છે. (અર્થાત્ સમાન કનિર્જરા કરે છે.) તેઓ કરતાં અહીં આગળ લખેલા જીવો ક્રમશઃ ઉત્તરોત્તર અસંખ્યગુણ અસંખ્યગુણ કર્મનિર્જરા કરે છે - ધર્મ પૂછવાની જેઓને ઇચ્છા થઈ છે તેઓ - પૂછવા માટે સાધુ પાસે જવાની ઇચ્છાવાળા ક્રિયાયુક્ત થઈ વિનયપૂર્વક ધર્મ પૂછતાં-ધર્મ સ્વીકારવાની ઇચ્છાવાળા ક્રિયાયુક્ત થઈ ધર્મ સ્વીકારતાં જીવો-ધર્મને પહેલાં પામી ગયેલ જીવ. આમ સમ્યક્ત્વની ઉત્પત્તિની વ્યાખ્યા કરી.” વળી જો આ વચનને પકડીને જ તમારે આગ્રહ રાખવો હશે કે ~ અરે ! આ વચન પરથી જ જણાય છે કે સમ્યક્ત્વને અભિમુખ થયેલ જીવો, પામતાં જીવો અને પામી ગયેલા જીવોને જ ગુણશ્રેણી હોય છે અને તેથી સમ્યક્ત્વને અનભિમુખ મિથ્યાત્વીને તો ગુણશ્રેણી ન હોવાથી માર્ગાનુસારિતા પણ હોતી નથી’’ ~ તો સંગમ, નયસા૨ વગેરેમાં પણ તમે માર્ગાનુસારિતા માની શકશો નહિ, કેમ કે સંગમને એ ભવમાં નહિ પણ ભવાંતરમાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે જે ભવાન્તરવ્યવહિત હોઈ સંગમ તરીકેના ભવમાં પણ ગુણશ્રેણી લાવી આપે એવું સમ્યક્ત્વનું આભિમુખ્ય હતું એવું માની શકાતું નથી. તેથી સમ્યક્ત્વાદિ સાથે સંકળાયેલ નિયત ગુણશ્રેણિ ન હોવા છતાં પણ, મોહમલ જેઓનો અલ્પ થયો છે તેવા મિથ્યાદૃષ્ટિ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy