SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા માર્ગાનુસારિતાનો હેતુ બનવાની વ્યવસ્થા ૧૦૩ पारतन्त्र्याधानद्वारा स्वसमयाभिमतक्रियाया हेतुत्वे परसमयानभिमतत्वप्रवेशे प्रमाणाभावाच्च । भवाभिनन्दिदोषप्रतिपक्षा गुणा एव हि नियता मार्गानुसारिताहेतवः, क्रिया तु क्वचिदुभयाभिमता, क्वचिच्च स्वसमयाभिमतेत्यनियता हेतुः, परकीयसंमतेनिजमार्गदा हेतुत्वं चाऽव्युत्पन्नमभिनिविष्टं वा प्रति, न तु व्युत्पन्नमनभिनिविष्टं च प्रतीति । 'यत्तु निश्चयतः परसमयबाह्यानामेव संगम કહ્યું છે. બાકી તો મૂળથી “ક્રિયા જ માર્ગાનુસારિતાનો હેતુ છે” એવું પણ કહી શકાતું નથી તો “પરસમયઅનભિમત-સ્વસમયઅભિમત ક્રિયા જ તેનો હેતુ છે” એવું તો શી રીતે કહેવાય ? કેમ કે વ્યુત્પન્ન જીવોને માર્ગાનુસારી બનવામાં તો તત્ત્વજિજ્ઞાસા-મૂલક વિચાર જ હેતુ બને છે. અવ્યુત્પન્ન જીવો માર્ગાનુસારી બને તેમાં ગુરુપારતન્યદ્વારા સ્વસમયઅભિમતક્રિયા હેતુ બનતી હોવા છતાં એનું પરસમયઅનભિમત એવું વિશેષણ લગાડવામાં કોઈ પ્રમાણ નથી, કેમકે અસગ્રહશૂન્યજીવો (સગ્રહપ્રવૃત્ત જીવો) ઉભયઅભિમત ક્રિયાથી પણ માર્ગાનુસારી બને છે એ હમણાં જ દેખાડી ગયા છીએ. આમ અવ્યુત્પન્ન અને વ્યુત્પન્નજીવોની માર્ગાનુસારિતામાં જુદા જુદા હેતુ કહ્યા. એનો અનુગત હેતુ જાણવો હોય તો આ છે – ભવાભિનંદી જીવોના ક્ષુદ્રતા વગેરે દોષોના પ્રતિપક્ષભૂત ગુણો જ માગનુસારિતાના નિયત (અનુગત=સર્વત્ર અવશ્ય જોઈએ જ) હેતુ છે. જ્યારે ક્રિયા તો અનિયત હેતુ છે, કેમ કે ક્યારેક (કેટલાક જીવોને વિશે) ઉભય અભિમત ક્રિયા હેતુ બને છે અને ક્યારેક (બીજાઓને વિશે) માત્ર જૈનશાસ્ત્રમાન્ય ક્રિયા હેતુ બને છે. શંકાઃ આ રીતે અન્યમાર્ગાભિમત (ઉભયાભિમત) એવા પણ અકરણનિયમાદિને માર્ગાનુસારિતાનો હેતુ કહેવામાં ફલિત એ થશે કે તમને પણ એ અકરણનિયમ વગેરે સંમત છે. અને તો પછી એ અન્યમાર્ગમાં રહેલા જીવોને એ ક્રિયાથી અસગ્રહ દૂર થવાની વાત તો બાજુ પર રહેશે. પણ “અમારા દર્શનમાં કહેલ આ અકરણનિયમ વગેરે “પર' એવા જૈનોને પણ સંમત છે” એવું જાણીને પોતાના માર્ગની પકડ જ વધુ દઢ થશે જે અનિષ્ટ છે, માટે ઉભયાભિમત ક્રિયાને માગનુસારિતાનો હેતુ કહેવી યોગ્ય નથી. સમાધાનઃ તમારી વાત અયુક્ત છે, કારણ કે આ રીતે જૈનોની સંમતિથી પણ સ્વમાર્ગની દઢતા તો અવ્યુત્પન્ન કે અભિનિવિષ્ટ જીવોને જ થાય છે. વ્યુત્પન્ન કે અનભિનિવિષ્ટ જીવોને નહિ. કેમ કે વ્યુત્પન્ન જીવો તો “જૈનો પણ આને કેમ આવકારે છે?” એનું રહસ્ય વિચારી પરમાર્થને જ પકડે છે. અને અનભિનિવિષ્ટ જીવોને તો કોઈ કદાગ્રહ જ પકડાયો ન હોવાથી એની દઢતા થવાનો પ્રશ્ન જ હોતો નથી. વળી અભિનિવિષ્ટાદિ જીવોને પણ સ્વમાર્ગની જે દઢતા થાય છે તે પણ તેઓના અભિનિવેશાદિરૂપ દોષના જ કારણે, ઉભયાભિમત ક્રિયાને માર્ગાનુસારિતાનો હેતુ કહ્યો તે કારણે નહિ માટે તેને હેતુ કહેવામાં કોઈ આપત્તિ કે અયુક્તતા નથી. તેથી અમુક જીવોને ઉભયઅભિમત ક્રિયાથી પણ માર્ગોનુસારિતા પ્રાપ્ત થઈ જતી હોવાથી માત્ર જૈન અભિમત ક્રિયા નિયતહેતુરૂપ નથી.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy