SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૧૬ न्तिकत्वमात्यन्तिकत्वं वा, तथा च जैनक्रियां विनापि भावजैनानां परेषां मार्गानुसारित्वादाज्ञासम्भवोऽविरुद्ध इति । युक्तं चैतद्, न चेदेवं तदा जैनक्रियां विना भावलिङ्गबीजाभावाद् भावलिङ्गस्यापि परेषामनुपपत्तावन्यलिङ्गसिद्धादिभेदानुपपत्तेः । ૧૦૨ यः पुनराह (सर्वज्ञशतक - ६८ ) - 'परसमयानभिमतस्वसमयाभिमतक्रियैव असद्ग्रहविनाशद्वारा मार्गानुसारिताहेतुः' इति तदसत् उभयाभिमताकरणनियमादिनैव पतञ्जल्यादीनां मार्गानुसारिताऽभिधानात्, व्युत्पन्नस्य मार्गानुसारितायां तत्त्वजिज्ञासामूलविचारस्यैव हेतुत्वात्, अव्युत्पन्नस्य तस्यां गुरुઅભિમત પણ જે ક્રિયાઓ કરે છે તેમાં પણ ‘આ તો આપણા શાસ્ત્રો (ઇતરશાસ્ત્રો)માં કહી છે માટે કરીએ છીએ' એવો તેમનો અભિપ્રાય-અસગ્રહ ખસતો નથી અને તેથી ‘આ પરમાર્થથી ઉપાદેય છે માટે કરીએ છીએ’ કે ‘વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ કહી છે, માટે કરીએ છીએ' આવો અભિપ્રાય (પક્ષપાત) તેઓને ઊભો થતો જ નથી તેથી માર્ગાનુસારિતા માટે તેઓને તો સૌ પ્રથમ અસદ્ગહ દૂર કરવો જરૂરી હોઈ જે પરમાર્થિક દેવ-ગુરુ-ધર્મ છે તેને જ વિશે ‘આ જ ખરેખર આદરણીય છે' ઇત્યાદિ માન્યતારૂપ દ્રવ્યસમ્યક્ત્વના (હજુ માર્ગાનુસારિતા પણ પ્રાપ્ત કરવાની બાકી છે તેથી ભાવસમ્યક્ત્વ હોતું નથી.) આરોપણ યુક્ત જૈન અભિમત ક્રિયા જ આવશ્યક બને છે, કેમ કે એ જ તેઓના અસદ્ગહને દૂર કરી શકે છે. જ્યારે સગ્રહપ્રવૃત્ત જીવોને તો તાદેશ અસહ ન હોઈ ઉભયસંમત એવી પણ યમનિયમાદિ ક્રિયાથી પારમાર્થિક ઉપાદેય અંગેનો ‘આ પરમાર્થથી ઉપાદેય છે’ ઇત્યાદિ પક્ષપાત ઊભો થઈ શકે છે અને માર્ગાનુસારિતા પ્રાપ્ત થઈ શકે છે. આમ માત્ર જૈન અભિમત ક્રિયા રૂપ નિયતક્રિયા માર્ગાનુસારી ભાવ પેદા કરવામાં અનૈકાન્તિક=વ્યભિચારી છે. (અભવ્યાદિને આ ભાવ લાવી આપતી ન હોવાથી) અને અનાત્યન્તિક છે (=અવશ્ય આવશ્યક એવી નહિ, કેમ કે સગ્રહપ્રવૃત્ત જીવોને એ વિના પણ એ ભાવ પ્રાપ્ત થઈ જાય છે) એ જાણવું. તેથી જૈન ક્રિયા વિના પણ ઇતરમાર્ગસ્થ જૈનોને માર્ગાનુસારિતાના કારણે આજ્ઞાનો સંભવ અસંગત નથી. આ વાત યોગ્ય પણ છે જ, કેમકે નહીંતર તો અન્યલિંગીને તો જૈન ક્રિયા જ ન હોવાના કારણે ભાવલિંગના બીજભૂત માર્ગાનુસારિતા, સમ્યગ્દર્શન વગેરેનો પણ અભાવ જ રહેવાના કારણે ભાવલિંગનો પણ અભાવ જ રહેશે. અને તો પછી કેવલજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિ પણ અસંભવિત બની જવાના કા૨ણે સિદ્ધોના અન્યલિંગસિદ્ધ વગેરે ભેદો અસંગત થઈ જાય. (માર્ગાનુસારિતાનો અનુગત હેતુ) વળી ~“ઇતરદર્શનોને અનભિમત એવી સ્વસમયઅભિમત ક્રિયા જ અસગ્રહનો નાશ કરવા દ્વારા માર્ગાનુસારિતાનું કારણ બને છે” ~ એવું જે (સર્વજ્ઞ શ. શ્લોક ૬૮) કહ્યું છે, તે અયોગ્ય છે, કેમકે પતંજલિ વગરે અકરણનિયમાદિરૂપ ઉભયઅભિમત ક્રિયાથી જ માર્ગાનુસારી બન્યા હોવાનું પૂર્વાચાર્યોએ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy