SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જણાય છે કે જે મિથ્યાત્વીઓની પ્રવૃત્તિઓ અસુંદર ન હોય પણ સુંદર હોય તેવા મિથ્યાત્વી તરીકે ગ્રંથકારને અંતમુહૂર્તમાં જ જેઓ સમ્યકત્વ પામવાના છે તેવા મિથ્યાત્વીઓ અભિપ્રેત છે. માગનુસારિતાનો કાલ જો ચરમાવતું હોય તો દેશોન અધપુગલપરાવર્ત કરતાં અધિક સંસારવાળા માગનુસાર જીવોની પ્રવૃત્તિને પણ અસુંદર માનવી પડે. આ આપત્તિ ન આવે એ માટે માગનુસારિતાનો કાલ પણ દેશોન અધપુગલપરાવર્ત જ માનવો યોગ્ય છે. ઉ.૦ જો તે કાલ આટલો માનીએ તો વચનૌષધ પ્રયોગના અધિકારી તરીકે પણ એટલા સંસારવાળા જ અપુનબંધકાદિને માનવા પડે. અને તો પછી અપુનબંધકકાળ કરતાં ગ્રંથિભેદકાળની જે પ્રધાનતા દેખાડી છે તે ઘટે નહિ, કારણ કે બન્ને કાળ સમાન જ થઈ ગયા છે. વળી, ચરમાવર્તવર્તી અપુનબંધકાદિની પ્રવૃત્તિ અસુંદર બની જવાની પણ આપત્તિ આવે છે. આ આપત્તિઓ ન આવે એ માટે “યથાપ્રવૃત્તકરણચરમવિભાગ' શબ્દનો “અપૂર્વકરણાદિ પમાડનાર યથાપ્રવૃત્તકરણ' એવો અર્થ ન કરતાં “ચરમાવતમાં થયેલ યથાપ્રવૃત્તકરણ” એવો અર્થ કરવો યોગ્ય લાગે છે. વળી, સંનિહિતગ્રંથિભેદ એવું વિશેષણ “અંતમુહૂર્તમાં જ ગ્રંથિભેદ કરનાર' એવા જ અર્થમાં પ્રયુક્ત હોય એવું નથી, કેમ કે યોગબિંદુમાં (૧૭૬) “ચરમાવત' જીવોને આસન્નસિદ્ધિક કહ્યા છે, એટલે કે ત્યાં “આસન્ન” શબ્દથી જેમ “અંતમુહૂર્ત ની વાત નથી કિન્તુ યાવત ચરમાવતની વાત છે તેમ પ્રસ્તુતમાં “સંનિહિત” શબ્દ માટે જાણવું. વળી ચરમાવતમાં જ (દશોનઅધપુદગલાવતમાં જ એમ નહિ) માગનુસારિતા અને દ્રવ્યઆજ્ઞાની પ્રાપ્તિ થતી હોવાથી ચરમાવર્તભાવી અનુષ્ઠાનોને અન્યઆવર્તભાવી અનુષ્ઠાનો કરતાં વિલક્ષણ હોવા યોગબિંદુ માં (૧૫૨) કહ્યા છે, પણ “ચરમ અર્ધપુગલપરાવર્તભાવી અનુષ્ઠાનોને જ વિલક્ષણ કહ્યા છે આવું નહિ, વળી બીજાદિની પ્રાપ્તિ ચરમાવર્તમાં હોય છે, તેના પછી ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્ત જ સંસાર શેષ હોય છે, તેમજ તે બીજ અંકુર વગેરેની પ્રાપ્તિ કાલના આંતરા સાથે કે તે વિના પણ થાય છે. આવા બધા પ્રતિપાદનો પણ જણાવે છે કે માગનુસારિતાનો કાલ ચરમાવર્ત છે. તેમજ ચરમાવર્તી મિથ્યાત્વીની પ્રવૃત્તિ સુંદર સંભવે છે. પૂ. ૦જે અપુનબંધકાદિને શુદ્ધ વંદના હોય છે, તેઓનો સંસારકાલ દેશોન અધપુલપરાવર્ત કરતાં વધુ હોતો નથી' એવું પંચાશકમાં કહ્યું છે. ઉ.૦એ જે કહ્યું છે તે વિશુદ્ધજૈનક્રિયાના આરાધક અપુનબંધક માટે કહ્યું છે, સર્વઅપુનબંધકો માટે નહિ. (આરાધકવિરાધક ચતુર્ભગી-પૃ૧૨૯-૧૫૪) ભગવતીજી માં દેશઆરાધક, દેશવિરાધક, સર્વઆરાધક અને સર્વવિરાધકની ચતુર્ભગી પ્રરૂપાયેલી છે. એની વૃત્તિમાં જ્ઞાન-દર્શનશૂન્ય અને ક્રિયાતત્પર એવા દેશઆરાધક તરીકે બાળ
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy