SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ @ અવસ્થાભેદે ભેદવાળી છે. જેમ કે સાધુ માટે દોષરૂપ એવી જિનપૂજા શ્રાવકને ગુણકર છે. અનાભિગ્રહિક મિથ્યાત્વ ગુણકર હોવાથી જ મિત્રાદિ દૃષ્ટિ પામેલા જીવોને યથાર્થપણે ગુણસ્થાનક હોવું કહ્યું છે. એ જીવો અવેઘસંવેદ્યપદસ્થિત હોવા છતાં કદાગ્રહશૂન્ય હોઈ સર્વજ્ઞના સેવકપણાના કારણે ભાવથી જૈનપણું પામે છે. ઈતરદર્શનસ્થ આવા જીવો પણ મુખ્ય સર્વજ્ઞના સેવક છે એની પ્રરૂપણા યોગદૃષ્ટિ સમુચ્ચય (૧૦૪) માં છે. અન્યદર્શનોક્ત અનુષ્ઠાન કરનારા આવા જીવોમાં દ્રવ્યઆજ્ઞા વિદ્યમાન હોય છે. કારણકે અપુનબંધકમાં અનેકવિધ અનુષ્ઠાન હોવું કહ્યું છે. પૂ.૦-શ્રીજિન વિશે કુશળચિત્ત, શાસ્ત્રલેખન વગેરે ધર્મના બીજો છે. બીજાધાન એ અપુનબંધકતાનું લિંગ છે. ઈતરમાર્ગસ્થમાં આ બીજો જ ન હોઈ અપુનબંધકતા જ હોતી નથી, તો દ્રવ્યઆજ્ઞા શી રીતે હોય ? ઉ.૦-આદિધાર્મિક જીવો માટે શ્રી જિનવિશે કુશળચિત્ત વગેરે જે જે કહ્યું છે તે બધું બધા અપુનબંધક માટે આવશ્યક છે એવું નથી, એ વિના પણ સ્વભૂમિકાને ઉચિત અન્ય અનુષ્ઠાનોથી અપુનબંધકતા સંભવિત છે. આ વાત · અપુનબંધક અનેક પ્રકારના હોય છે.' એવા શાસ્ત્રવચન પરથી જણાય છે. (માર્ગાનુસારિતા વિચાર પૃ ૧૦૪-૧૨૯) માર્ગાનુસારીભાવ એ આજ્ઞાનું લક્ષણ છે. ‘સ્વશાસ્ત્રોક્ત ક્રિયા જ એ ભાવનો હેતુ છે.’ એવું કહી શકાતું નથી. કેમ કે મેઘકુમારના જીવ હાથી વગેરેમાં એ ક્રિયા વગર પણ એ ભાવ હતો. ભવાભિનંદીઓમાં ક્ષુદ્રતા વગેરે જે દોષ હોય છે તેનાથી પ્રતિપક્ષીભૂત ગુણો જ માર્ગાનુસારિતાના નિયત હેતુરૂપ છે જે કદાગ્રહશૂન્ય ઈતર માર્ગસ્થપતંજલિ વગેરે જીવમાં વિદ્યમાન હતા. ચરમાવર્તમાં આ માર્ગનુસારિતા, ક્ષુદ્રતા વગેરેનો નાશ થયે પેદા થાય છે. માટે વચનૌષધપ્રયોગકાળ પણ વ્યવહારથી ચરમાવર્ત કહ્યો છે. અને નિશ્ચયથી ગ્રંથિભેદકાળ કહ્યો છે. એમાં પણ ગ્રંથિભેદકાળને મુખ્ય કરવામાં આવ્યો છે. પૂ.૦ ઉપદેશપદની ૪૩૨મી ગાથાની વૃત્તિમાં ચરમયથાપ્રવૃત્તિકરણવિભાગે રહેલા અપુનબંધકાદિને જ વચનૌષધપ્રયોગના અધિકારી કહ્યા છે. આ વિભાગ પછી જીવ અંતર્મુહૂર્તમાં અપૂર્વકરણાદિ ક્રમે ગ્રંથિભેદ દ્વારા સમ્યક્ત્વ પામે છે. એટલે જણાય છે કે જેઓનો સંસાર દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત કરતા અધિક હોતો નથી તેઓ જ વચનૌષધપ્રયોગના અધિકારી છે. એટલે માર્ગાનુસારિતાનો કાલ પણ ચરમાવર્ત નહિ, કિન્તુ દેશોન અર્ધ પુદ્ગલરપરાવર્ત છે. તેથી જ ઉપદેશ પદની ૪૪૬મી ગાથામાં મિથ્યાત્વીઓની બધી પ્રવૃત્તિઓને અસુંદર કહીને તેના અપવાદ તરીકે યથાપ્રવૃત્તકરણચરમવિભાગે રહેલા, સંનિહિતગ્રંથિભેદવાળા (ગ્રંથિભેદની નજીક રહેલા) અને અત્યંતજીર્ણ મિથ્યાત્વજ્વરવાળા મિથ્યાત્વીઓને જ જણાવ્યા છે. આ ત્રણે વિશેષણો પરથી
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy