SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯૮ પ્રતિમાશતક | શ્લોક : ૯૭ તકુવરં ચાલુક્કાનો - તે પરસમયના દૂષણપૂર્વક સ્વસમયનું સ્થાપન ભગવાનની ભક્તિમાં પર્યવસત્ર પામે છે તે, ભાયકુસુમાંજલિમાં કહેવાયું છે – ૦ તવં પ્રવરત્ર રવિવાસંસાર પ્રસિદ્ધ ગુમાવે ભવે માવતિ વિં નિરૂપીયમ્ ? - આ પ્રમાણે મુદ્રિત પુસ્તકમાં પાઠ છે ત્યાં ન્યાયકુસુમાંજલિમાં આ મુજબ પાઠ છે – तस्मिन्नेवं जातिगोत्रप्रवरचरणकुलधर्मादिवदासंसारं सुप्रसिद्धानुभावे भगवति भवे संदेह एव कुतः, किं निरूपणीयम् ? - આ પાઠને ગ્રહણ કરીને તે મુજબ અમે અર્થ કરેલ છે. (ન્યાયકુસુમાંજલિ શ્લોક-૩ની અવતરણિકા કરતાં ઉદયનાચાર્યે કહ્યું છે કે જોકે ઈશ્વરને તે તે દર્શનકારો પોતપોતાની માન્યતા સ્વરૂપે કહે છે.) તસ્મિત્રેવં ..... શ્રવUTનન્તરીતા" imતિ તે ઈશ્વરમાં આ રીતે જાતિ=બ્રાહ્મણત્વાદિ, ગોત્ર=કાશ્યપાદિ, પ્રવરો ચ્યવનાદિ, ચરણ=વેદની શાખા કઠાદિ, કુળધર્મ=દરેક કુળને આશ્રયીને વિભાગ કરાયેલ ચૂડાકર્માદિ સંસ્કારવાળા, આસંસાર સૃષ્ટિના આરંભથી માંડીને અથવા સંસારને અભિવ્યાપીને પ્રસિદ્ધ અનુભાવવાળા=પ્રસિદ્ધ સિત્યાદિ કાર્ય છે જેમને એવા ભગવાન પરમાત્મામાં વિચારના અંગભૂત=ભગવાન આવા છે કે અન્ય પ્રકારના છે એ પ્રકારના વિચારના અંગભૂત, સંદેહ જ નથી. આથી તે ઈશ્વરમાં શું નિરૂપણ કરવું જોઈએ ? અર્થાત્ નિરૂપણ કરવાની જરૂર નથી, તોપણ – “શ્રવણ અનંતર આવેલી મનાવ્યપદેશને ભજનારી આ ન્યાયચર્ચાથી ઈશની=ઈશ્વરની, ઉપાસના જ કરાય છે. ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ ગ્રંથકારશ્રીએ શંખેશ્વરનગરમાં રહેલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને સંબોધન કરીને આ ગ્રંથની રચના કરેલ છે, અને આ ગ્રંથની રચના કરતી વખતે વાદી એવા જૈનદર્શનમાં રહેલા વિપરીત માન્યતાવાળા મતોની સમાલોચના કરીને નિરાકરણ કરેલ છે. તેથી કોઈને ભ્રમ થાય કે ગ્રંથકારશ્રીને સ્વમાન્યતા પ્રત્યે પક્ષપાત છે અને પરમાન્યતા પ્રત્યે દ્વેષ છે, તેથી પરપક્ષનું નિરાકરણ કરીને સ્વપક્ષનું સ્થાપન, કરેલ છે. તે ભ્રમને દૂર કરવા માટે ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં કહે છે – શંખેશ્વરનગરમાં રહેલ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને સંબોધન કરીને પોતે વ્યવહારનયથી ભક્તિ કરી છે અને નિશ્ચયનયથી ભક્તિ કરી છે, જેથી ઉભયનયના આશ્રયણરૂપ ભગવાનની ભક્તિ દ્વારા આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય. ગ્રંથકારશ્રીએ વ્યવહારભક્તિ શાના માટે કરી છે ? તે બતાવતાં કહે છે – જે દુર્વાદીઓનો સમૂહ છે, તેમને દૂષણ આપવા દ્વારા પોતાના હૈયામાં ભગવાનના વચનમાં શંકામળનું ક્ષાલન થાય=ગ્રંથકારને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે, છતાં ભગવાનના વચનના તાત્પર્યમાં પણ શંકા ન રહે તે પ્રકારના શંકામલનું ક્ષાલન થાય, તે વ્યવહારભક્તિ છે. - આશય એ છે કે (૧) કેટલાક દુર્વાદીઓ ભગવાનની પ્રતિમાને અપૂજ્ય માને છે, (૨) કેટલાક દુર્વાદીઓ ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા છે અને ભગવાનની ભક્તિ છે, માટે દ્રવ્યસ્તવને ધર્માધર્મરૂપ
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy