SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૫ ૧૪૭૯ વીતરાગનું સ્મરણ કરીને વીતરાગભાવમાં વિશ્રાંતિ પામતો જીવનો ઉપયોગ છે, તે જેમ ધર્મ છે, તેમ વીતરાગના ગુણોનું અવલંબન લઈને વીતરાગની પૂજાકાળમાં વર્તતો શ્રાવકનો વીતરાગભાવમાં વિશ્રાંતિ પામતો ઉપયોગ પણ ધર્મરૂપ છે. તેથી નિશ્ચયશુદ્ધ ધર્મ પૂજાકાળમાં કેમ નથી ? અર્થાત્ પૂજાકાળમાં નિશ્ચયશુદ્ધ ધર્મ છે. અહીં પૂર્વપક્ષી કહે કે ઋજુસૂત્રનયથી પૂજામાં સ્વકીય અાગંતુક-અનુપાધિભાવરૂપ ધર્મ પ્રાપ્ત થાય છે, તોપણ ગૃહમાં પ્રતિબંધવાળા શ્રાવકમાં શબ્દનય તે ભાવ સ્વીકારતો નથી; પરંતુ જે મુનિ જગતના સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળા છે, તેવા છઠ્ઠા આદિ ગુણસ્થાનકમાં રહેલા મુનિઓમાં સ્વકીય અનાગંતુક અનુપાધિકરૂપ ધર્મ પ્રાપ્ત થાય છે, કેમ કે તેઓને વીતરાગભાવ સિવાય અન્યત્ર ક્યાંય રાગ નથી, તેથી વીતરાગનું અવલંબન લઈને આત્મભાવમાં વિશ્રાંત થવા યત્ન કરે છે. તેને ગ્રંથકાર કહે છે – સમભિરૂઢના છઠ્ઠા ગુણસ્થાનકમાં પણ શુદ્ધ ધર્મ સ્વીકારતો નથી, પરંતુ જે સાધુ નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તે છે તેમનામાં ધર્મ છે તેમ સ્વીકારે છે; કેમ કે વિકલ્પો એ આત્માનો સ્વભાવ નથી, પરંતુ અનાત્મસ્વભાવ છે. માટે કોઈ સાધુ વીતરાગનું સ્મરણ કરીને વીતરાગના વચનાનુસાર ઉચિત ક્રિયાઓ કરતા હોય, વીતરાગભાવમાં જવા માટે યત્ન કરતા હોય, આમ છતાં જ્યાં સુધી સવિકલ્પ દશા છે, ત્યાં સુધી ધર્મ નથી. તેથી સમભિરૂઢ નયથી અપ્રમત્ત મુનિ સિવાય પૂર્વમાં કોઈને ધર્મ નથી. માટે ઉત્તર ઉત્તરના નયોનું અવલંબન લઈને ભગવાનની પૂજામાં ધર્મ નથી, તેમ એકાંતે કહેવું ઉચિત નથી. •ઋજુસૂત્રનયથી નિર્વિકલ્પદશાવાળા મુનિમાં, સવિકલ્પદશાવાળા મુનિમાં, દેશવિરતમાં, સામાયિકમાં અને જિનપૂજામાં શુદ્ધ ધર્મ છે. •શબ્દનયથી નિર્વિકલ્પદશાવાળા મુનિમાં અને સવિકલ્પ દશાવાળા મુનિમાં શુદ્ધ ધર્મ છે. સમભિરૂઢનયથી નિર્વિકલ્પદશાવાળા અપ્રમત્ત મુનિમાં શુદ્ધ ધર્મ છે. ઉત્થાન : પૂર્વે આત્મસ્વભાવને ધર્મ સ્વીકારનાર ઋજુસૂત્રનયને અવલંબીને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી જિનપૂજામાં પણ ધર્મ છે, તેમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. હવે દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી દ્રવ્યસ્તવમાં ધર્મ છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ટીકા - वह्निपरिणतोऽयस्पिण्डो वह्निरितिवत् तद्भावपरिणत आत्मैव धर्मः, स्वभावपदप्रवृत्तिरपि तत्रैव, स्वो भावः पदार्थ इति व्युत्पत्तेः । आह च “परिणमदि जेण दव्वं तक्कालं तम्मयंति पण्णत्तं । तम्हा धम्मपरिणदो आदा धम्मो मुणेअव्वो" [परिणमति येन द्रव्यं तत्कालं तन्मयमिति प्रज्ञप्तम् । तस्माद्धर्मपरिणत आत्मा धर्मो मन्तव्यः । छाया ।] [प्रवचनसार-१, गा.-८] एतदप्यधिकृते सम्बद्धमेव ।
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy