SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૧ ૧૩૬૫ વળી અન્યથા બહુપ્રકારવાળા અધાર્મિકપદને કહેવાની ઇચ્છાથી કહે છે – તે આ પ્રમાણે - સંભાવના કરાય છે કે (આ વિચિત્ર સંસારમાં કેટલાક પુરુષો કલમ, મસૂર, યાવત્ તિલ, મગ આદિમાં પચન-પાચનાદિક ક્રિયાથી ક્રૂર એવા તેઓ મિથ્યાદંડને પ્રયુંજે છે. આ પ્રકારે જ=પ્રયોજન વિના જ, પૂર્વોક્ત સ્વભાવવાળા પુરુષો સ્ત્રીકામનાથી મૂછિત, વૃદ્ધ, ગ્રથિત, અધ્યાપન્ન થાવત્ ચાર, પાંચ, છ, દશ આદિ વર્ષ અલ્પતરકાળ કે ઘણો કાળ ભોગભોગોને=ઈન્દ્રિયોને અનુકૂળ ભોગોને, ભોગવતા વૈરાયતનોને-વૈરના અનુબંધોને, ઉત્પન્ન કરીને બહુ પાપકર્મોને એકઠા કરીને એકઠા કરાયેલા કર્મ વડે તેઓ નરકમાં જાય છે. આ પ્રમાણે ટીકામાં યોજન છે. આ જ અર્થમાં સર્વલોકમાં પ્રતીત દૃષ્ટાંત બતાવે છે – સે નહીMIH... ઘરણિતત્રપાળે મતિ, તે આ પ્રમાણે સંભાવના છે કે કોઈ અયોગોલક અથવા શૈલગોલ=પથ્થરનો ગોળો પાણીમાં નંખાયે છતે પાણીના તળને ઓળંગીને ધરણીતલમાં પ્રતિષ્ઠાન થાય છે–પૃથ્વીમાં નીચે ડૂબે છે. હવે દાષ્ટ્રતિકને યોજે છે – વિમેવ ..... મવત્તિ . એ રીતે તેવા પ્રકારના પુરુષો-ઘણા કર્મથી ભારે થયેલા પુરુષોનો સમુદાય, તેને જ લેશથી બતાવે છે – વજબહુલ વજની જેમ ગુરુકબધ્યમાન કર્મથી ગુરુ, ધૂત બહુલકઝામ્બદ્ધ કર્મથી પ્રચુર, પંકબહુલ=પંકઃપાપ તેનાથી બહુલ, વૈરબહુલ=વૈરાનુબંધથી પ્રચુર, અપત્તિયબહુલ=મનનું દુષ્મણિધાન તેનાથી બહુલ, દંભ બહુલ-માયાથી બહુલ, નિકૃતિબહુલ, સાતિશય બહુલ ભેળસેળ કરવામાં બહુલ, અયસબહુલ, નિમગ્નતાપૂર્વક ત્રસજીવોના પ્રાણનો ઘાત કરનારા, સ્વઆયુષ્યના ક્ષયે કાળ કરીને ધરણિતલને ઓળંગીને નીચે નરકતલમાં પ્રતિષ્ઠાન થાય છે. પૂર્વે અધર્મવાળા જીવો કેવા છે અને કેવા પાપો કરે છે અને તે પાપો કરીને નરકમાં જાય છે તે બતાવ્યું. હવે તે જીવો નરકમાં જાય છે, તે નરકો કેવી છે તે બતાવે છે – તે પર ..... નોસપી, તે સીમંતકાદિ નરકો=ારકાવાસો, અંતમાં મધ્યમાં વૃત્ત છે. બહાર ચાર ખૂણાવાળા છે. નીચે સુરપ્ર આકારવાળા છે. હંમેશા ગાઢ અંધકારવાળા ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, જ્યોતિષના પથથી=માર્ગથી રહિત છે. વળી તે નરકાવાસોનું સ્થાન અનિષ્ટ છે તે બતાવવા માટે કહે છે – મેયવસા ... વિદાંતિ ! મેદ, વસા-ચરબી, માંસ, રુધિર=લોહી, પૂય-પરુ વગેરેના સમુદાયથી કિચડથી લિપ્ત અનુલેપન તલવાળા, અશુચિવાળા આથી કરીને વિશ્ર–ખરાબ પદાર્થોથી લેવાયેલા છે. એ રીતે પરમ દુર્ગધવાળા કૃષ્ણ, અગ્નિના વર્ણ જેવા, કર્કશ સ્પર્શવાળા, દુઃખે કરીને સહન થઈ શકે તેવા છે. જેથી તે અશુભ નરકાવાસો છે. તે નરકાવાસોમાં અશુભ વેદના છે. નરકમાં નારકીઓ નિદ્રા પામતા જ નથી. બેઠેલા પણ પ્રચલા પામતા નથી. શ્રુતિને કે રતિને કે વૃતિને કે મતિને પામતા નથી. તે નારકો ત્યાં=નરકાવાસમાં, ઉજ્જવલ, વિપુલ, પ્રગાઢ, કટુક, કર્કશ, ચંડ એવું દુઃખ, દુર્ગ, તીવ્ર, દુઃખેથી સહન થઈ શકે તેવું વેદન પ્રત્યક્ષ અનુભવતા નારકો વિહરે છે. અયોગોલક અને શૈલગોલકના દૃષ્ટાંતથી ભારેકર્મી જીવો નરકમાં પડે છે તે બતાવ્યું. હવે પર્વતના અગ્રભાગમાં રહેલા મૂળથી છેદાયેલા વૃક્ષના દૃષ્ટાંતથી તેવા પાપી જીવો નરકમાં પડે છે તે બતાવે છે –
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy