SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬૪ પ્રતિમાશતક | શ્લોક : ૯૧ ટીકાર્ય : તૃતીયસ્થાની . નિતમ, ત્રીજા સ્થાનરૂપ મિશ્રકનો આ વિભંગ=વિભાગ=વિભાગનું સ્વરૂપ કહેવાયું. એથી અધર્મ, ધર્મ અને મિશ્રસ્થાનો કહેવાયાં. હવે તેને આશ્રિત સ્થાનીઓ-અધર્મ, ધર્મ અને મિશ્રસ્થાનને આશ્રિત એવા પુરુષો, કહેવાય છે. જોકે પૂર્વે કહેલ જ પૂર્વે કહેલ અધર્મ, ધર્મ અને મિશ્રપક્ષરૂપ સ્થાનો જ, અન્ય પ્રકારે વિશેષિતતર=અતિશય વિશેષિત કહેવાય છે, એ પ્રકારની સંગતિથી આગળના=હવે કહેવાશે એ, ત્રણ આલાપક યોજિત છે. તથ્રેવું - તે આ પ્રમાણે – મહાવરે ..... રાતત્તમપટ્ટાને અવન્તિ ! હવે પ્રથમ સ્થાનરૂપ અધર્મપક્ષના વિભાગને આ પ્રમાણે કહે છે – અહીં=સંસારમાં, પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં, ઉત્તર દિશામાં અને દક્ષિણ દિશામાં વિદ્યમાન કેટલાક મનુષ્યો છે. ગૃહસ્થો એવા તેઓ મોટી ઈચ્છાવાળા, મહારંભવાળા, મહાપરિગ્રહવાળા, અધર્મવાળા, અધર્મમાં અનુજ્ઞાવાળાઅધર્મનું અનુમોદન કરનારા, અધર્મિષ્ઠો, અધર્મનું કથન કરનારા, અધર્મને સારરૂપે જોનારા, અધર્મપ્રાય જીવનારા, અધર્મમાં અત્યંત રક્ત, અધર્મના શીલ-આચારવાળા, અધર્મ વડે જ વૃત્તિને આજીવિકાને, કરતા વિહરે છે. ઉપરોક્ત પ્રકારના જીવોના પાપાનુષ્ઠાનને લેશથી બતાવતાં કહે છે – હણનારા, છેદનારા, ભેદનારા, વિકર્તકો=ચામડી ઉતારવી વગેરે ક્રિયા કરે છે. આથી કરીને લોહીથી ખરડાયેલા હાથવાળા છે. ચંડ=પ્રચંડ, રૌદ્ર સુદ્ર, સાહસિક અવિચારીને કાર્ય કરનારા છે. ઉલ્લંચન=ઊર્ધ્વપુંચનઃશૂલાદિ આરોપણ માટે શૂળી ઉપર નાંખનારા, વંચન, માયા, નિકૃતિ, કૂડકપટાદિ વડે સહાતિસંપ્રયોગ=ગાર્થથી પ્રચુર છે અથવા સાતિશય દ્રવ્યકસ્તુરિકાદિ સાથે અપર દ્રવ્યનો સંપ્રયોગ તબહુલ છે. દુઃશીલવાળા, દુર્ઘતવાળા, દુઃખેથી આનંદ આપી શકાય એવા, અસાધુ છે. સર્વથા પ્રાણાતિપાતથી માવજીવ અપ્રતિવિરત છે યાવત્ સર્વ પરિગ્રહથી માવજીવ અપ્રતિવિરત છે. સર્વથા ક્રોધથી યાવત્ મિથ્યાદર્શનશલ્યથી અપ્રતિવિરત છે. સર્વથા સ્નાન, ઉન્મર્દન, વર્ણ, ગંધ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, માલ્ય અને અલંકારોથી માવજીવ અપ્રતિવિરત, સર્વથા શકટ=ગાડું, રથ, યાન, યુગ્ય=પુરુષથી ઉપાડાયેલ આકાશયાન, ગિલ્લી=બે પુરુષથી ઉપાડાયેલ ઝોલ્લિકાગડોળી, થિલ્લિ=બે ખચ્ચર વગેરેથી લઈ જવાય તેવું યાનવિશેષ, શય્યા, સંદભાણિય=શિબિકાવિશેષ, શયન, આસન, યાન, વાહન, ભોગ, ભોજનરૂપ પ્રવિસ્તર વિધિથી માવજીવ અપ્રતિવિરત, સર્વથા ક્રય, વિક્રય વડે જે ભાષક, અર્ધમાષક, રૂપકાદિ વડે પગ્યવિનિમય સ્વરૂપ સંવ્યવહારથી માવજીવ અપ્રતિવિરત, સર્વથા હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, મણિ, મૌક્તિક, શંખ, શિલા, પ્રવાલથી માવજીવ અપ્રતિવિરત, સર્વથા કૂટ તોલ, ફૂટ માપથી માવજીવ અપ્રતિવિરત, સર્વથા આરંભ, સમારંભથી માવજીવ અપ્રતિવિરત, સર્વથા કરણ, કરાવણથી માવજીવ અપ્રતિવિરત, સર્વથા પચન, પાચનથી માવજીવ અપ્રતિવિરત, સર્વથા કૂટવું, પીટવું, તર્જન, તાડન, વધ, બંધથી થતા પરિફ્લેશથી માવજીવ અપ્રતિવિરત છે. હવે ઉપરોક્ત કથનનો ઉપસંહાર કરતાં કહે છે – ને આવ રે વાચે જે અન્ય તેવા પ્રકારે સાવધ કર્મવાળા, બોધિના અભાવને કરનારા, કર્મ કરનારા, પરપ્રાણનો પરિતાપ કરનારા જે અનાર્ય વડે ક્રૂર કર્મવાળા વડે કરાય છે. તેનાથી માવજીવ અપ્રતિવિરત છે.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy