SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૦ ૧૩૩૭ શુભાશુભરૂપ મિશ્ર કહેવાઈ નથી, અને ધ્યાન લેશ્યાત્મક ભાવયોગો છે, તે કારણથી તે પણ=ભાવયોગો પણ, એક કાળમાં શુભ અથવા અશુભ હોય છે, મિશ્ર=શુભાશુભ નહિ. તેથી=ભાવયોગ શુભયોગરૂપ અથવા અશુભયોગરૂપ છે મિશ્રયોગરૂપ નથી તેથી, ભાવયોગ નિમિત્તક કર્મ પણ એક કાળમાં પુણ્યસ્વરૂપ શુભ બંધાય છે અથવા પાપસ્વરૂપ અશુભ બંધાય છે, પરંતુ મિશ્ર પણ બંધાતું નથી. વિશેષાવશ્યક ગાથા-૧૯૩૭નો ભાવાર્થ : વિશેષાવશ્યક ગાથા-૧૯૩૬માં કહ્યું કે એક સમયમાં ભાવયોગ શુભયોગ અથવા અશુભયોગરૂપ છે, પરંતુ મિશ્રયોગ રૂપ નથી; અને કર્મબંધ ભાવયોગ પ્રમાણે થાય છે, તેથી એક સમયમાં કાં પુણ્ય બંધાય છે, કાં પાપ બંધાય છે, પરંતુ પુણ્ય-પાપરૂપ મિશ્ર કર્મ બંધાતું નથી. એ વાત એમ જ છે, તે બતાવવા માટે વિશેષાવશ્યક ગાથા-૧૯૩૭માં કહે છે શાસ્ત્રમાં ધ્યાન એક સમયમાં શુભ કે અશુભ એક જ કહેલ છે, પરંતુ શુભાશુભ ધ્યાન એક સમયમાં સ્વીકારેલ નથી; અને લેશ્યા પણ એક સમયમાં શુભ અથવા અશુભ સ્વીકારેલ છે, પરંતુ શુભાશુભરૂપ સ્વીકારેલ નથી; અને ભાવયોગો ધ્યાન-લેશ્યાત્મક છે, ધ્યાન અને લેશ્યાથી અતિરિક્ત કોઈ ભાવયોગો નથી. તેથી એ પ્રાપ્ત થાય કે ભાવયોગો એ જીવનો અધ્યવસાય છે, અને એ અધ્યવસાય ધ્યાનકાળમાં ધ્યાન-લેશ્યા ઉભયરૂપ છે, અને ધ્યાન ન હોય ત્યારે માત્ર લેશ્યારૂપ અધ્યવસાય છે; અને તે અધ્યવસાય પ્રમાણે કર્મબંધ થાય છે અને તે અધ્યવસાય એક કાળમાં શુભ હોય અથવા અશુભ હોય, પરંતુ મિશ્ર નથી. તેથી કર્મબંધ પણ કાં શુભ બંધાય છે, અશુભ બંધાય છે, પરંતુ એક કાળમાં મિશ્રકર્મ બંધાતુ નથી. અહીં વિશેષ એ છે કે કેવળ મનોયોગ વર્તતો હોય ત્યારે ભાવયોગ પણ મનોયોગનો શુભ કે અશુભ છે તેમ કહેવાય છે. જ્યારે વચનયોગ વર્તતો હોય ત્યારે મનોયોગ હોવા છતાં વચનને પ્રધાન કરીને તે વચનવ્યાપાકાળમાં ભાવયોગ પણ વચનનો શુભ કે અશુભ છે તેમ કહેવાય છે, પરંતુ મનોયોગ શુભ છે તેમ કહેવાતું નથી. તે પ્રમાણે કાયયોગમાં પણ જાણવું. આથી જ ધ્યાન પણ કાયિકધ્યાન અને વાચિકધ્યાન સ્વીકારેલ છે. કે ટીકા ઃ - अपि च, "पुव्वगहियं च (व) कम्मं परिणामवसेण मीसयं नेज्जा । इयरेयरभावं वा सम्मामिच्छाइ न उ गहणे" ।। [ विशेषावश्यक गा. १९३८ ] (पूर्वगृहीतं च कर्म परिणामवशेन मिश्रतां व्रजेत् । इतरेतरभावं वा सम्यग्मिथ्या न तु ग्रहणे ) । । 'वा' इति अथवा एतदद्यापि संभाव्यते यत्पूर्वं गृहीतं पूर्वं बद्धं मिथ्यात्वलक्षणं कर्म परिणामवशात् पुञ्जत्रयं कुर्वन् मिश्रतां सम्यग्मिथ्यात्वपुञ्जरूपतां नयेत्= प्रापयेदिति । इतरेतरभावं वा नयेत् सम्यक्त्वं मिथ्यात्वं चेति । इदमुक्तं भवति-पूर्वबद्धान् मिथ्यात्वपुद्गलान् विशुद्धपरिणामः सन् संशोध्य सम्यक्त्वरूपतां नयेत् अविशुद्धपरिणामस्तु
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy