SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩૬ પ્રતિમાશતક | શ્લોક : ૯૦ છે અને જેનાથી અધ્યવસાય થાય છે, તે જીવનો વ્યાપારાત્મક મનોયોગ પણ દ્રવ્યમનોયોગ છે અને તે વ્યાપારકાળમાં પ્રારંભથી માંડીને જે અધ્યવસાય વર્તે છે તે અધ્યવસાય ભાવમનોયોગ છે. આ રીતે ભાષાવર્ગણાનાં પુદ્ગલ દ્રવ્યવચનયોગ છે, અને તે ભાષાવર્ગણાનાં પુગલોને અવલંબીને જીવ જે પરિસ્પંદરૂપ વ્યાપાર કરે છે તે પણ દ્રવ્યવચનયોગ છે, અને બોલવાના કારણભૂત એવો જીવનો જે અધ્યવસાય છે તે ભાવવચનયોગ છે=તદ્ સહવર્તી ભાવમનોયોગથી નિયંત્રિત ભાવવચનયોગ છે. વળી જીવની કાયાનાં પગલો તે કાયયોગ પ્રવર્તક દ્રવ્ય છે અને તે દ્રવ્ય કાયયોગ છે, અને તે કાયાને અવલંબીને જીવમાં પરિસ્પંદનાત્મક વ્યાપાર થાય છે તે પણ દ્રવ્ય કાયયોગ છે, અને કાયાનાં પુદ્ગલોને અવલંબીને કાયવ્યાપાર કરવામાં કારણભૂત એવો જીવનો જે અધ્યવસાય છે, તે ભાવકાયયોગ છે=કાયવ્યાપારકાળમાં વર્તતા ભાવમનોયોગથી નિયંત્રિત ભાવકાયયોગ છે. ટીકા :एतदेव समर्थयन् आह - "झाणं सुभमसुभं वा न उ मीसं जं च झाणविरमे वि। लेसा सुभाऽसुभा वा सुभमसुभं वा तओ कम्म" ।। [विशेषावश्यक गा. १९३७] ध्यानं यस्मादागमे एकदा धर्मशुक्ल ध्यानात्मकं शुभम्, आर्त्तरौद्रात्मकमशुभं वा निर्दिष्टं, न तु शुभाशुभात्मकं, यस्माच्च ध्यानोपरमेऽपि लेश्या तैजसीप्रमुखा शुभा कापोतीप्रमुखा वाशुभा एकदा प्रोक्ता, न तु शुभाशुभरूपा, ध्यानलेश्यात्मकाश्च भावयोगास्ततस्तेऽप्येकदा शुभा अशुभा वा भवन्ति, न तु मिश्राः । ततो भावयोगनिमित्त कर्माप्येकदा पुण्यात्मकं शुभं बध्यते, पापात्मकमशुभं वा बध्यते, न तु मिश्रमपि । વિશેષાવશ્યક ગાથા-૧૯૩૭નો અવતરણિકાર્ય - તવ સમર્થન ગાદ - આને જ=ભાવયોગ પ્રમાણે શુભ કે અશુભ કર્મ બંધાય છે, પરંતુ મિશ્ર કર્મ બંધાતું નથી એને જ, સમર્થન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – વિશેષાવશ્યક ગાથા-૧૯૩૭નો ગાથાર્થ : “સાપ ..ગં ” જે કારણથી ધ્યાન શુભ અથવા અશુભ છે, પરંતુ મિશ્ર નથી, અને ધ્યાનના વિરામમાં પણ લેશ્યા શુભ અથવા અશુભ છે, તે કારણથી કર્મ-કર્મબંધ, શુભ અથવા અશુભ છે. વિશેષાવશ્યક ગાથા-૧૯૩૭નો ટીકાર્ય : ધ્યાન ... ન તુ મિશ્રમપિ જે કારણથી આગમમાં ધ્યાન એક કાળમાં શુક્લ-ધર્મધ્યાનસ્વરૂપ શુભ અથવા આર્ત-રૌદ્રધ્યાનસ્વરૂપ અશુભ બતાવાયું છે, પરંતુ શુભાશુભરૂપ=મિશ્રરૂપ બતાવાયું નથી, અને જે કારણથી ધ્યાનના ઉપરમમાં પણ વેશ્યા, તેજો વગેરે શુભલેશ્યા અથવા કાપાત વગેરે અશુભ લેશ્યા એક કાળમાં એક કહેવાયેલ છે, પરંતુ
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy