SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૮૩ यो भावः=पुष्टालम्बनाध्यवसायस्तन्मिलितां पापक्रियां नद्युत्तारादिरूपां कुर्वतां मिश्रत्वं मिश्रपक्षाश्रयणं, स्यात्, नचैतदिष्टं, परस्यापि साधूनां धर्मैकपक्षाभ्युपगमात्, तस्मान्न धर्मभावे स्वरूपतः सावद्यक्रियाया मिश्रणं द्रव्यस्तव इति गर्भार्थः । ટીકાર્ય : अन्यथा નર્માર્થ:। અન્યથા=ઉક્તનો અનબ્યુપગમ કરાયે છતે=સ્વરૂપથી જ આશ્રવપણારૂપે અભિમત એવા કૃત્યની અર્ધમપણાની ઉક્તિ હોતે છતે=જે ક્રિયા શુભ અધ્યવસાયનું કારણ હોવા છતાં સ્વરૂપથી જ આરંભ-સમારંભરૂપ અભિમત છે તેવી ક્રિયાને અધર્મપણારૂપે કહેવાયે છતે, નદીઉત્તરણાદિક પરપદમાં=નદી ઊતરવા વગેરે અપવાદમાર્ગમાં, અપાપ=ધર્મ એકસ્વભાવ, જે ભાવ= પુષ્ટાલંબન અધ્યવસાય, તેનાથી મિલિત એવી નદી ઊતરવાદિરૂપ પાપક્રિયાને કરતા ચારિત્રીઓને= ભાવસાધુઓને, મિશ્રપણું=મિશ્રપક્ષનું આશ્રયણ થાય, અને આ=ભાવસાધુને મિશ્ર પક્ષનું આશ્રયણ, ઇષ્ટ નથી; કેમ કે પરને પણ=પૂજામાં મિશ્રપક્ષનો સ્વીકાર કરનાર પાર્શ્વચંદ્રને પણ, સાધુઓને ધર્મ એકપક્ષનો અભ્યપગમ છે. તે કારણથી=અપવાદથી નદી ઊતરનાર સાધુને મિશ્ર પક્ષ ઇષ્ટ નથી તે કારણથી, ધર્મભાવ હોતે છતે=ભગવાનની પૂજા કરતી વખતે ધર્મ કરવાનો પરિણામ હોતે છતે, દ્રવ્યસ્તવમાં સ્વરૂપથી સાવધ ક્રિયાનું મિશ્રણ નથી=ધર્માધર્મરૂપે મિશ્રણ નથી, એ પ્રમાણે ગર્ભાર્થ છે= પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધનો તાત્પર્યાર્થ છે. ભાવાર્થ : ૧૨૭૩ શ્લોક-૮૨માં ભાવ ધર્મગત અને ક્રિયા અધર્મગત એ પ્રકારનો બીજો વિકલ્પ ભગવાનની પૂજામાં સંગત નથી, તેમ યુક્તિથી સ્થાપન કર્યું. તે વાતને દૃઢ ક૨વા માટે ગ્રંથકા૨શ્રી કહે છે જો પૂર્વ શ્લોક-૮૨માં કહ્યું તેમ સ્વીકા૨વામાં ન આવે અને એમ કહેવામાં આવે કે સ્વરૂપથી આશ્રવરૂપ હોય તેવી પ્રવૃત્તિ અધર્મરૂપ છે, તો સાધુ અપવાદથી નદી ઊતરે છે, ત્યારે નદી ઊતરવાની ક્રિયા સ્વરૂપથી આશ્રવરૂપ છે, માટે સાધુને મિશ્રપક્ષનું આશ્રયણ ક૨વાની આપત્તિ આવે; કેમ કે સાધુ જ્યારે નદી ઊતરે છે ત્યારે પુષ્ટાલંબનનો અધ્યવસાય છે અર્થાત્ ભગવાને પુષ્ટાલંબનથી નદી ઊતરવાની આજ્ઞા કરી છે, તે આજ્ઞાપાલનનો અધ્યવસાય છે; અને તે આજ્ઞાપાલન વખતે નદી ઊતરવાની ક્રિયા સ્વરૂપથી આશ્રવરૂપ છે; કેમ કે જળના જીવોને કિલામણા થાય છે. તેથી તે સ્થાનમાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ માનવો પડે. વસ્તુતઃ જે સાધુને પુષ્ટાલંબનથી નદી ઊતરવાનો અધ્યવસાય છે અને વિધિશુદ્ધ નદી ઊતરવાની ક્રિયા કરતા હોય તે સાધુને લેશ પણ અધર્મની પ્રાપ્તિ નથી, પરંતુ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ તેમની ક્રિયા છે. તે રીતે ભગવાનની આજ્ઞાના પાલનના અધ્યવસાયથી ભગવાનની ભક્તિ કરીને હું સંસારસાગરથી તરું, એવા પરિણામવાળા યતનાપરાયણ શ્રાવકને પુષ્પાદિના ઉપમર્ધનરૂપ ક્રિયાને આશ્રયીને ધર્મધર્મરૂપ મિશ્રપણું નથી. તેથી ચાર વિકલ્પોમાંથી ભાવ ધર્મગત છે અને ક્રિયા અધર્મગત છે, એ પ્રકારનો બીજો
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy