SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૮૨-૮૩ અહીં અશુભભાવદ્વારકત્વરૂપ ૨જોહેતુનું સ્વરૂપ એમ કહ્યું, તેનો ભાવ એ છે કે ક્રિયા અશુભ ભાવ દ્વારા કર્મબંધનું કારણ છે, તેથી ક્રિયા અશુભ ભાવદ્વાર છે જેને તેવી છે=અશુભભાવદ્વારક છે. તેથી ક્રિયામાં અશુભભાવદ્વારકત્વ છે, અને ક્રિયામાં વર્તતું અશુભભાવદ્વારકત્વ કર્મબંધના હેતુનું સ્વરૂપ છે=ક્રિયામાં વર્તતું કર્મબંધનું હેતુત્વ છે. આથી સંસારની ક્રિયામાં અશુભભાવદ્વારકત્વ છે, માટે કર્મબંધ થાય છે; અને ભગવાનની પૂજામાં જે આરંભ-સમારંભ છે, તેમાં રહેલું અશુભભાવદ્વારકત્વરૂપ સ્વરૂપ શુભભાવથી નાશ પામે છે, માટે ભગવાનની પૂજા અનારંભરૂપ છે. ૮૨ા ૧૨૭૨ અવતરણિકા : द्वितीयपक्षाभ्युपगम एव वादिनोऽनिष्टापत्तिमाह અવતરણિકાર્ય : બીજા પક્ષના સ્વીકારમાં જ=ભાવ ધર્મગત અને ક્રિયા અધર્મગત એ રૂપ બીજા વિકલ્પના સ્વીકારમાં જ વાદીને અનિષ્ટાપત્તિ ગ્રંથકારશ્રી કહે છે=વાદીને પ્રાપ્ત થનારી અનિષ્ટની પ્રાપ્તિને ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક ઃ શ્લોકાર્થ : वाहिन्युत्तरणादिके परपदे चारित्रिणामन्यथा, स्यान्मिश्रत्वमपापभावमिलितां पापक्रियां तन्वताम् । किञ्चाऽऽकेवलिनं विचार्य समये द्रव्याश्रवं भाषितं, शुद्धं धर्ममपश्यतस्तनुधियः शोकः कथं गच्छति ।। ८३ ।। અન્યથા=શ્લોક-૮૨માં કહ્યું કે ક્રિયા અશુભ ભાવ દ્વારા અધર્મનો હેતુ છે અને શુભ ભાવ દ્વારા ધર્મનો હેતુ છે, પણ સ્વરૂપથી નહિ, એ ન સ્વીકારો તો, અપાપભાવથી મિલિત એવી પાપક્રિયાને કરતા એવા ચારિત્રીને નદી ઊતરવા વગેરે પરપદમાં=અપવાદમાર્ગમાં, મિશ્રપણું થાય, વળી કેવલીપર્યન્ત=કેવળી સુધી, સિદ્ધાંતમાં ભાષિત=કહેવાયેલ, એવા દ્રવ્યાશ્રવનો વિચાર કરીને શુદ્ધ ધર્મને નહિ જોતા એવા તનુબુદ્ધિવાળાનો=તુચ્છબુદ્ધિવાળાનો, શોક કેવી રીતે જાય ? અર્થાત્ ન જાય. II૮૩]] ટીકા ઃ ‘વાહિની' રૂત્યાદ્રિ :- અન્યથા=ઝાનયુપામે-સ્વરૂપત વાશ્રવસ્ત્વામિમતસ્વાધર્મોહો, वाहिन्युत्तरणादिके=नद्युत्तारप्रमुखे, परपदे = अपवादमार्गे, चारित्रिणां = भावसाधूनाम् अपापो= धर्मैकस्वभावो
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy