SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/પ્રાફિકથન આવશ્યકતા, પૂજ્યતા અને શ્રેષ્ઠતા દર્શક આ કાવ્યો ભક્તિરસ અને અધ્યાત્મરસથી ભરપૂર હોવાથી કમનીય છે, જેનો એક નમૂનો આ રહ્યો. "त्वबिम्बे विधृते हृदि स्फुरति न प्रागेव रूपान्तरम्, त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेत्रो रूपमात्रप्रथा । तस्मात्त्वन्मदभेदबुद्ध्युदयतो नोयुष्मदस्मत्पदोल्लेखः किञ्चिदगोचरं तु लसति ज्योतिः परं चिन्मयम्" ।।१९।। અન્ય દેવોના દર્શન થતાં પૂર્વમાં જ તમારું બિંબ હૃદયમાં વિશેષથી ધારણ કરાયે છતે અન્ય દેવોના આકારો સ્કૂરણ થતા નથી દેવબુદ્ધિથી ઉપાસ્યરૂપે ઉપસ્થિત થતાં નથી. તમારા બિંબરૂપ આલંબનના ધ્યાન પછી, તમારું રૂપ સ્મરણ કરાયે છતે ભગવાનનું સર્વોત્કૃષ્ટ દેહસોંદર્યનું ધ્યાન કરાયે છતે, જગતમાં રૂપમાનની પ્રથા થતી નથી=જગતમાં અન્યનું સુંદર રૂપ છે, એવી વિચારણામાત્ર થતી નથી. આ રીતે તમારા રૂપના ધ્યાનથી તમારામાં અને મારામાં અભેદબુદ્ધિનો ઉદય થવાથી તમે અને હું જુદા છીએ એ પ્રકારના પદનો ઉલ્લેખ થતો નથી, પરંતુ કાંઈક અગોચર જ્ઞાનમય એવી પ્રકૃષ્ટ જ્યોતિ ઉલ્લસિત થાય છે”. આ રીતે શ્રેષ્ઠ પ્રતિમાની પૂજ્યતાની સિદ્ધિ પ્રતિમાશતક ગ્રંથરત્નમાં ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ અનેક આગમપાઠોની સાક્ષી આપવાપૂર્વક તર્ક-યુક્તિઓ દ્વારા કરેલ છે. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪માં નીચે મુજબના મુદ્દાઓની છણાવટ ગ્રંથકારશ્રીએ કરેલ છે. તે આ પ્રમાણે ૯ વિધિકારિત પ્રતિમાની જ પૂજ્યતા સ્વીકારનાર ધર્મસાગરમતની અઘટમાનતાનું વિવરણ શ્લોક૭૦થી ૭૮માં કરેલ છે. તેમાં * શ્લોક-૭૦માં વિધિકારિત પ્રતિમામાં જ પૂજ્યતા સ્વીકારનાર ધર્મસાગરજીના મતનું નિરાકરણ કરેલ છે. * શ્લોક-૭૧માં યોગ, આરાધના, બહુમાન અને અદ્વેષથી કરાયેલી ત્રુટિત ક્રિયાની પણ ઉચિતતા . બતાવી ગુરુકારિત, વિધિકારિત આદિ આગ્રહને છોડીને સર્વ પ્રતિમાની પૂજ્યતામાં યુક્તિ બતાવેલ છે. * શ્લોક-૭૨માં નિશ્રિતચૈત્ય અને અનિશ્રિતચૈત્યમાં વંદનની વિધિથી વિધિકારિત પ્રતિમાથી અન્યની પણ પૂજ્યતાનું સ્થાપન કરેલ છે. * શ્લોક-૭૩માં ગચ્છાંતરલિંગની અવંદનીયતાની જેમ ગચ્છાંતર ચૈત્યની અવંદનીયતા કહેનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ કરેલ છે.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy