SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/પ્રાકકથન તૃષા છિપાવવા શીતળ જળનું પાન મળે અને જે તૃપ્તિનો, આલાદનો અનુભવ થાય એનાથી પણ વિશેષ તૃપ્તિનો-આલ્લાદનો અનુભવ થયો છે. આ ગ્રંથરત્નના વિવેચન લખવાની ક્ષણોમાં એકાગ્રતાની અનુભૂતિ થઈ છે અને આંશિક સંવેગના માધુર્યનો રસાસ્વાદ ચાખવા મળ્યો છે તેના કારણે અશાતા વેદનીયકૃત શરીરની પીડામાં કાંઈક હળવાશનો અનુભવ થયો છે. અન્યથા શરીરવિષયક આર્તધ્યાનથી નવા અનેક કર્મોની હારમાળા સર્જાતી રહેત. પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ ગ્રંથવાચન કરાવતા તે વખતે રોજેરોજના પાઠની સંકલના સ્વસ્વાધ્યાય માટે નોટરૂપે તૈયાર કરેલ. ત્યારપછી અનેક જ્ઞાનપિપાસુ, તત્ત્વજિજ્ઞાસુ વર્ગની ભાવના-ઇચ્છા-માંગણીને અનુરૂપ એ વિવેચનની પુનઃ સુવાચ્ય અક્ષરરૂપે ટીકા-ટીકાર્થ-વિવેચન સહ ગોઠવણી કરી, પ્રેસકોપી કરી. તેમાંથી શ્લોક-૧થી શ્લોક-૨૯ની સંકલના પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ અને શ્લોક-૩૦થી શ્લોક-૧૦ની સંકલના પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ તથા શ્લોક-૧૧થી શ્લોક-૧૯ની સંકલના પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ રૂપે પ્રકાશિત થયેલ છે. હવે શ્લોક-૭૦થી શ્લોક-૧૦૪ની સંકલના તૈયાર કરી છે તે પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪રૂપે પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં પૂ. ધર્મસાગરજી મહારાજના મતની અઘટમાનતાનું વિવરણ, દ્રવ્યસ્તવમાં ભક્તિરૂપ ધર્મ અને હિંસારૂપ અધર્મ માનનાર પાર્જચંદ્રમતનું નિરાકરણ, દ્રવ્યસ્તવમાં માત્ર પુણ્યરૂપતા સિદ્ધ કરવાપૂર્વક . દ્રવ્યસ્તવને અકરણીય બતાવનાર મતનું નિરાકરણ કરી દ્રવ્યસ્તવનું ગાંભીર્ય બતાવી જિનપ્રતિમાની વિશિષ્ટરૂપે સ્તુતિ કરેલ છે અને અંતે પ્રતિમાશતક ગ્રંથકર્તાની પ્રશસ્તિ અને પ્રતિમાશતક ગ્રંથના ટીકાકારની પ્રશસ્તિ કરેલ છે. તબિયત વધુ નાદુરસ્ત રહેતી હોવાથી જ્યારે જ્યારે કાર્ય કરવાનો ઉત્સાહ મંદ પડી જતો ત્યારે ત્યારે પ્રવચનપ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ ખીમજીભાઈ મહેતા અને એલ. ડી. ઇન્ડોલોજીના નિયામક શ્રી જિતેન્દ્રભાઈ બાબુલાલ શાહ સતત ઉત્સાહવર્ધક પ્રેરણા કરેલ છે. અને અવારનવાર પૃચ્છા કરતા કે, પ્રતિમાશતક ગ્રંથરત્ન ભાગ-૪નું કાર્ય કેટલું આગળ વધ્યું ? આ પ્રેરક પરિબળ ઉપર પ્રતિમાશતક ગ્રંથરત્ન ભાગ-૪નું કાર્ય પરમાત્માની અચિંત્ય કૃપાશક્તિથી અનેક ગુરુ ભગવંતોના આશીર્વાદ અને ઉપબૃહણાથી તથા તત્ત્વજિજ્ઞાસુવર્ગની શુભ ભાવનાથી પરિપૂર્ણ થયું છે. અને શ્લોક-૭૧થી ૧૦૪ની સંકલનારૂપ પ્રતિમાશતક ગ્રંથરત્ન ભાગ-૪ ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે. જિનપ્રતિમાના ગુણગાન કરતાં આ ગ્રંથમાં પ્રાયઃ શાર્દૂલવિક્રીડિતછંદમાં રચેલા મૂળ કાવ્યો ૧૦૪ છે અને તે સંસ્કૃત ભાષામાં છે. શ્રેષ્ઠ કાવ્ય માટે આવશ્યક પદલાલિત્ય, અલંકારો, અર્થગાંભીર્ય, પ્રાસ વગેરે ભૂષણોથી મનોરમ બનેલાં આ કાવ્યો પરમાત્મા-જિનબિંબની ભક્તિ-બહુમાનરૂપ સ્તુતિઓરૂપ છે અને અનેક અલંકારો વગેરેથી સુગ્રાહ્ય બનેલાં આ કાવ્યોમાં ગ્રંથકાર શ્રીમદ્ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ જિનેશ્વરદેવો પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરીને કાવ્યોને જીવંત બનાવ્યા છે. જેથી આ કાવ્યો માત્ર પઠનીય કે શ્રવણીય ન રહેતાં સ્મરણીય, મનનીય, ધ્યાતવ્ય પણ બની ગયાં છે. જિનપ્રતિમાની
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy