SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોકઃ ૩૮-૩૯. પર૫ (૨) ઉદ્દેશ્ય એ અંતિમ લક્ષ્ય છે, ફળ એ અનંતર સાધ્ય છે અને તેનું સાધન દ્રવ્યસ્તવ છે, તેથી ફળથી તેમાં અદુષ્ટપણું છે; કેમ કે દ્રવ્યસ્તવના ફળરૂપે વીતરાગભાવને અભિમુખ ચિત્ત પ્રગટે છે, માટે ફળથી તે દોષરૂપ નથી, પરંતુ અદોષરૂપ છેeગુણરૂપ છે. તે આ રીતે - ઉદ્દેશ્યને અનુરૂપ ફળનું સાધનપણું હોવાને કારણે અનુબંધથી.અદોષપણું છે. તેનો ભાવ એ છે કે, જે જીવ સંસારથી ભય પામેલો છે, તેને માટે સંસારથી અતીત અવસ્થા જ ઉદ્દેશ્ય છે. અને તે ઉદ્દેશ્યને અનુરૂપ ફળ એ છે કે, ભગવાનની પૂજાથી નિષ્પાદ્ય એવું ઉત્તમ ચિત્તરત્ન કે જે ભગવાનની પૂજાનું ફળ છે, તે જ ઉત્તરોત્તર વૃદ્ધિમતું થઈને ઉદ્દેશ્યભાવમાં વિશ્રાંત પામે છે. અથવા ઉદ્દેશ્ય એ પરિપૂર્ણ અહિંસકભાવ છે, અને તે વીતરાગતાસ્વરૂપ છે, અને તેને અનુરૂપ એવું ચિત્ત જિનપૂજુથી થાય છે, જે ભગવાન પ્રત્યે ઉત્તરોત્તર વૃદ્ધિમતુ થઈને પરિપૂર્ણ અહિંસકભાવમાં વિશ્રાંત પામે છે. અને તે ફળનું સાધન પ્રસ્તુત દ્રવ્યસ્તવ છે, તેથી ઉદ્દેશ્યને અનુરૂપ ફળનું સાધનપણું પ્રસ્તુત દ્રવ્યસ્તવમાં છે. અહીં વિશેષ એ છે કે, પ્રથમ હેતુથી એ બતાવ્યું કે, સ્વરૂપહિંસામાં દોષનું અબલવાનપણું છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનની પૂજાથી જે ગુણની પ્રાપ્તિ થાય છે, તેની અપેક્ષાએ અલ્પ દોષની પ્રાપ્તિ છે. ત્યાર પછી બીજા હેતુથી એ બતાવવું છે કે, વાસ્તવિક રીતે દ્રવ્યસ્તવ એ ગુણની પ્રાપ્તિનું જ કારણ છે, તેથી ફળની અપેક્ષાએ વિચારીએ તો દોષરૂપ નથી, પરંતુ ગુણરૂપ જ છે. Il૩૮ અવતરણિકા: एतत्समर्थितदृष्टान्तरन्यायं प्रकृते योजयितुमाह - અવતરણિકાર્ય : આનાથી શ્લોક-૩૮માં કહેવાયેલા સર્પના મુખમાંથી પુત્રને બચાવવા ગર્તામાંથી આકર્ષણનું જે દષ્ટાંત એનાથી, સમર્થિત એવું જે અન્ય દાંત=ભગવાનનું રાજયપ્રદાનાદિ એવું જે અવ્ય દાંત, તેના વ્યાય=નિર્દેશને, પ્રકૃતિમાં દ્રવ્યસ્તવમાં, યોજવા માટે કહે છે - વિશેષાર્થ: પંચાશકગ્રંથમાં ગર્તાકર્ષણના દૃષ્ટાંતથી ભગવાનના શિલ્પાદિનું સમર્થન કરાયું છે, તેથી ગર્તાકર્ષણથી સમર્થિત એવું ભગવાન દ્વારા શિલ્પાદિનું વિધાન દ્રવ્યસ્તવમાં દષ્ટાંતાન્તરરૂપ અન્ય દૃષ્ટાંતરૂપ છે, અને તેનો નિર્દેશ પંચાશકગ્રંથમાં જિનભવન કરાવવા માટે કરેલ છે, તે નિર્દેશને પ્રકૃતિમાં યોજવા માટે કહે છે – બ્લોક : एतेनैव समर्थिता जिनपतेः श्रीनाभिभूपान्वयव्योमेन्दोः सुतनीवृतां विभजना शिल्पादिशिक्षापि च । अंशोऽस्यां बहुदोषवारणमतिश्रेष्ठो हि नेष्टोऽपरो, न्यायोऽसावपि दुर्मतद्रुमवनप्रोद्दामदावानलः ।।३९ ।।
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy