SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, સંસારમાં તીર્થંકરનામકર્મના ઉદયવાળા કેવલીઓ હોય છે, અને તીર્થકર નામકર્મના ઉદય વગરના પણ કેવલીઓ હોય છે. તેઓ બંને વીતરાગ સ્વરૂપ છે, છતાં દેવાધિદેવનો વ્યવહાર સર્વ વીતરાગમાં થતો નથી, પરંતુ તીર્થંકર નામકર્મના ઉદયવાળા વીતરાગમાં જ થાય છે. જોકે યોગીઓને વિતરાગ ઉપાસનીય છે, તો પણ અન્ય વીતરાગની ઉપાસનાથી તેવું ફળ પ્રાપ્ત થતું નથી, જેવું દેવાધિદેવની ઉપાસનાથી ફળ પ્રાપ્ત થાય છે. આથી જ વીતરાગ એવા કેવલી ભગવંતોને પણ છોડીને - ઈન્દ્રો આદિ છબસ્થ અવસ્થાવાળા પ્રદેશોદયરૂપ એવા તીર્થંકર નામકર્મના ઉદયવાળા ભગવાનની ઉપાસના કરે છે. તેથી ઉપાસકોને પોતાની ઉપાસનાના ફળમાં પ્રયોજક તીર્થંકર નામકર્મ છે અહીં વિશેષ એ છે કે, યદ્યપિ ઉપાસક વીતરાગની ઉપાસના કરે છે, તેથી તીર્થકર કે અતીર્થંકર સર્વ વિતરાગ ઉપાસ્ય બનવા જોઈએ, પરંતુ તેમ કહીએ તો ઉપાસનાના ફળમાં પ્રયોજક તીર્થંકરનામકર્મનો ઉદય કહી શકાય નહિ. પરંતુ વીતરાગતા જ ઉપાસ્ય હોવા છતાં વીતરાગતાની પ્રાપ્તિનો સૂક્ષ્મમાર્ગ તીર્થંકરો જ બતાવે છે, અને તેના કારણે અન્ય વીતરાગ કરતાં પણ ઉપાસકને સૂક્ષ્મમાર્ગદશક એવા તીર્થકર વીતરાગ પ્રત્યે વિશિષ્ટ પૂજ્યબુદ્ધિ થાય છે, તેથી તેમના વચન પ્રત્યે વિશિષ્ટ આદર થાય છે, અને તેથી અત્યંત યત્નપૂર્વક તેમના વચનને જાણવા માટે અને પોતાનામાં સભ્ય નિષ્પન્ન કરવા માટે સમ્યગ્યત્નવાળો બને છે. અને તે રીતે જ ક્રમે કરીને તે ઉપાસનાના ફળરૂપે યાવતું વીતરાગભાવને પ્રાપ્ત કરે છે. અને જ્યાં સુધી વીતરાગભાવ ન પામે ત્યાં સુધી તીર્થકરોના વચનમાં અનુરાગ હોવાને કારણે સુદેવત્વ અને સુમનુષ્યત્વ પામે છે, કે જ્યાં વીતરાગના વચનની વિશેષ-વિશેષતર ઉપાસના પ્રાપ્ત થાય, અને વીતરાગભાવની નિષ્ઠા પ્રાપ્ત થાય. તેથી ઉપાસનાના ફળનો પ્રયોજક તીર્થકર નામકર્મનો ઉદય છે, અને ઉપાસનાના ફળનું કારણ વીતરાગભાવ પ્રત્યેની પૂજ્યબુદ્ધિ છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, દેવતાવ્યવહારનો પ્રયોજક દેવગતિનામકર્મનો ઉદય છે, પરંતુ ત્યાં ઉપાસનાના ફળના પ્રયોજક તરીકે દેવગતિનામકર્મના ઉદયને ન કહેતાં તીર્થકર નામકર્મના ઉદયને જ કહેલ છે. તો ત્યાં પ્રશ્ન થાય કે, સરસ્વતી આદિ દેવીઓને કે ધરણેન્દ્ર, પદ્માવતી આદિને નમસ્કાર કેમ કરવામાં આવે છે?અર્થાત્ ઉપાસકોએ તીર્થકરને છોડીને અન્ય સમ્યગ્દષ્ટિ દેવ-દેવી આદિને નમસ્કાર કરવો ન જોઈએ. તેથી કહે છે - 3 ટીકાર્ય : મન્નમય ..... ઉન્મેષ:, મંત્રમય દેવતાનય મંત્રમય દેવતાને જોવાની દષ્ટિ, સમભિરૂઢનયનો ભેદ છે, અથવા તઉપજીવી=સમભિરૂઢનય ઉપર જીવનાર, ઉપચાર છે, જેને ગ્રહણ કરીને સંયતોને પણ દેવતાના નમસ્કારનું ઉચિતપણું છે, એ પ્રકારે સંપ્રદાયને અવિરુદ્ધ અમારી મનીષાનો=બુદ્ધિનો, ઉન્મેષ છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy